Ahmedabad : નવરાત્રિમાં ખાનગી સેવાભાવી સંસ્થાનો મનોરંજનની સાથે મહિલા રોજગારીનો અદભૂત અભિગમ

|

Oct 08, 2021 | 2:35 PM

કાર્યક્રમના અયોજકોનું માનવું છે કે તેમના આ પ્રયાસથી જરૂરિયાત મંદને વધુમાં વધુ મદદ મળશે. જે રમઝટ 1.0 કાર્યક્રમમાં સંસ્થા 10 નામચીન મહિલાઓને બોલાવી તેઓને સન્માનિત કરશે.

Ahmedabad : નવરાત્રિમાં ખાનગી સેવાભાવી સંસ્થાનો મનોરંજનની સાથે મહિલા રોજગારીનો અદભૂત અભિગમ
Ahmedabad: A wonderful approach to women's employment with the entertainment of private service-oriented organizations in Navratri

Follow us on

એક તરફ નવરાત્રીની રમઝટ ચાલી રહી ત્યાં બીજી તરફ કેટલીક ખાનગી સંસ્થા દ્વારા અલગ પ્રકારે રમઝટ બોલાવી લોકોને મદદ પુરી પડવાના પ્રયાસ કરાય રહ્યા છે.

હેપીબિઝ અને ઉત્થાન ફાઉન્ડેશન દ્વારા રમઝટ 1.0 કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જે કાર્યક્રમ થકી તેઓ મહિલા એમ્પાવરમેન્ટ અને મહિલા એન્ટરપ્રિન્યોરને આગળ વધારવા તેમજ પ્રોત્સાહિત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. જે કાર્યક્રમના ભાગરૂપે આવતી કાલે એક્ઝિબિશન યોજાશે. જે એક્ઝિબિશન અંદર હેંડીક્રાફટ અને જવેલર્સ સહિત ઘરેલુ ઉદ્યોગો સાથે જોડાયેલ મહિલાઓ ભાગ લેશે. જેથી તેવી મહિલાઓને રોજગારી મળી રહે. સાથે જ તે કાર્યક્રમ થકી જે ફંડ એકઠું થાય તે જરૂરિયાતમંદ લોકો પાછળ ઉપયોગ કરવા સંસ્થાએ આયોજન કર્યાનું જણાવ્યું.

મહત્વનું છે કે હેપીબિઝ સંસ્થા લોકોમાં ખુશી આપવાનું અને સાથે બિઝનેશને આગળ વધારવાનું કામ કરે છે. તો ઉત્થાન ફાઉન્ડેશન ગ્રામીણ વિસ્તારમાં બાળકોને અભ્યાસ આપવા સહિત મદદ પુરી પાડવાનું કામ કરે છે. જે સંસ્થાએ ત્રણ શાળા દત્તક લઈને તેમાં ભણતા બાળકોને અભ્યાસ સહિતની મદદ પુરી પાડી રહ્યા છે.

આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં

કાર્યક્રમના અયોજકોનું માનવું છે કે તેમના આ પ્રયાસથી જરૂરિયાત મંદને વધુમાં વધુ મદદ મળશે. જે રમઝટ 1.0 કાર્યક્રમમાં સંસ્થા 10 નામચીન મહિલાઓને બોલાવી તેઓને સન્માનિત કરશે. જેથી તેઓની સાથે અન્યને આગળ વધવા માટે પ્રેરણા મળે. અને મહિલાઓ વિવિધ ક્ષેત્રે આગળ વધે અને પોતાનું નામ બનાવી શકે.

તેમજ આયોજન કરતા સંસ્થાઓનું માનવું છે કે આજના સમયમાં આ પ્રકારના કાર્યોની જરૂરિયાત છે. તે પછી તેમના થકી થાય કે પછી અન્ય થકી. જેથી કોરોનામાં પોતાનું સર્વસ્વ ગુમાવી ચૂકેલા કે આર્થિક ભાંગી પડેલા લોકોને મદદ મળી રહે અને તેઓ પોતાના જીવનમાં આગળ વધી શકે. તો ઉદ્યોગ ક્ષેત્રે મહિલાઓ આગ વધી પોતાનું સાથે પોતાના ગામ. શહેર અને રાજ્યનું નામ પણ રોશન કરી શકે.

આ પણ વાંચો : Ahmedabad : અસાધ્ય રોગથી પીડિતા દર્દી માટે આશિર્વાદરુપ પેલિએટીવ કેર, દર્દી અંતિમ ક્ષણ સુધીનું જીવન શક્ય તેટલું સક્રિય અને ઉત્સાહથી જીવી શકે છે

આ પણ વાંચો :  14 વર્ષ પહેલા જેણે જીંદગી બચાવી એના જ ખોળામાં ગોરીલાએ લીધા અંતિમ શ્વાસ, બંનેની મિત્રતા સોશિયલ મીડિયામાં વાયરલ

Next Article