અમદાવાદ : 14 વર્ષના બાળકના હૃદયનું સફળ ટ્રાન્સપ્લાન્ટ, સીમ્સમાં કુલ 18 સફળ હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ થયા

|

Nov 01, 2021 | 6:50 PM

સુરતથી 14 વર્ષના બાળકનું હૃદય અમદાવાદ લાવવા માટે એક દિવસમાં ત્રણ વખત ગ્રીન કોરિડોર બનાવવામાં આવ્યો હતો. નોંધનીય છે કે, સુરતમાં બાળકના પરિવારે તેના હૃદય સહિત ફેંફસા, લિવર, આંખો અને બંને હાથનું પણ દાન કર્યું છે.

અમદાવાદ : 14 વર્ષના બાળકના હૃદયનું સફળ ટ્રાન્સપ્લાન્ટ, સીમ્સમાં કુલ 18 સફળ હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ થયા
Ahmedabad: A successful heart transplant for a 14-year-old child

Follow us on

અમદાવાદની એક ખાનગી હોસ્પિટલમાં સફળ હાર્ટટ્રાન્સપ્લાન્ટ થયું. જોકે અન્ય ટ્રાન્સપ્લાન્ટથી આ એટલા માટે અલગ છે. કારણ કે આ વખતે 14 વર્ષના બાળકનું હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ કરાયું છે. સુરતના 14 વર્ષીય બાળક ધાર્મિક કાકડિયાના અંગદાનથી મળેલા હૃદયનું જૂનાગઢના 14 વર્ષીય બાળકમાં સફળ ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું છે. અમદાવાદની એક ખાનગી હોસ્પિટલમાં આ સફળ હાર્ટટ્રાન્સપ્લાન્ટ થયું. આ હોસ્પિટલમાં અત્યાર સુધીમાં 18 હાર્ટટ્રાન્સપ્લાન્ટ કરાયા છે. પરંતુ નાની વયના બાળકમાં ટ્રાન્સપ્લાન્ટ કરવાની આ પ્રથમ ઘટના છે.

સૌથી મહત્વની વાત એ છે કે, હાર્ટ મેળવનાર બાળક ગરીબ પરિવારનું હોવાથી હોસ્પિટલ સહિત ત્રણ સંસ્થાએ તેનો ખર્ચ ઉઠાવ્યો હતો. જૂનાગઢના ખેડૂત પરિવારનો બાળક છેલ્લા પાંચ વર્ષથી ડાયલેટેડ કાર્ડિયો માયોપેથી નામના રોગથી પીડાતો હતો. પરિવાર રૂપિયાના અભાવે ટ્રાન્સપ્લાન્ટ કરાવી શકતો નહોતો. જોકે હવે બાળકને નવજીવન મળતા પરિવારમાં ખુશીઓનો પાર નથી.

સુરતથી 14 વર્ષના બાળકનું હૃદય અમદાવાદ લાવવા માટે એક દિવસમાં ત્રણ વખત ગ્રીન કોરિડોર બનાવવામાં આવ્યો હતો. નોંધનીય છે કે, સુરતમાં બાળકના પરિવારે તેના હૃદય સહિત ફેંફસા, લિવર, આંખો અને બંને હાથનું પણ દાન કર્યું છે. બાળકના હાથનું દાન કરાયું હોય તેવી આ દેશની પ્રથમ ઘટના છે. તેના બંને હાથ 105 મીનિટમાં મુંબઈ પહોંચાડવામાં આવ્યા હતા.

Surat Name : ગુજરાતના સુરત શહેરનું પ્રાચીન નામ શું છે? ઉપનામ કેટલા છે?
આજનું રાશિફળ તારીખ : 15-05-2024
આખો દિવસ ACમાં રહો છો, તો સાવધાન, થઇ શકે છે આ બીમારી
જ્યારે AC નહોતા, ત્યારે ટ્રેનના AC કોચને ઠંડા કેવી રીતે રાખતા હતા?
દરિયા કિનારે યોજાશે અનંત-રાધિકાનું બીજું પ્રી-વેડિંગ સેલિબ્રેશન
આજનું રાશિફળ તારીખ : 14-05-2024

આ પહેલા સુરતમાં નાના બાળકના બંને હાથોનું દાન કરાયું હતું

થોડા સમય પહેલા ઓર્ગન ડોનર સિટી સુરતમાં સૌપ્રથમવાર દેશના સૌથી નાની ઉંમરના બ્રેઈનડેડ બાળકના બંને હાથોનું દાન કરાયું હતું. ઉજાસના પર્વ દિવાળી પહેલાં માત્ર 14વર્ષીય બાળકના અંગદાનથી છ વ્યક્તિઓના જીવનમાં ઉજાસ રેલાયો છે. લેઉવા પટેલ સમાજના 14 વર્ષીય ધાર્મિક અજયભાઈ કાકડિયાના પરિવારે પોતાના વ્હાલસોયા બાળકના હૃદય, ફેફસાં, લિવર, ચક્ષુઓ સહિત બંને હાથોનું દાન કરી છ વ્યક્તિઓને નવજીવન આપી માણસાઈના દિવા પ્રગટાવ્યા છે. અંગોને સમયસર મુંબઈ, ચેન્નાઈ અને અમદાવાદ પહોંચાડવા સુરત પોલીસે સૌપ્રથમ વાર એક જ દિવસમાં ત્રણ ગ્રીન કોરિડોર બનાવ્યા હતા. સુરતમાંથી હ્રદયના દાનની ૩૭મી અને ફેફસાના દાનની 11મી ઘટના બની છે.

 

આ પણ વાંચો : Japan: જાપાનની સંસદીય ચૂંટણીમાં PM ફુમિયો કિશિદાના ગઠબંધનને મળી બહુમતી, સાથી કોમેટોએ મેળવી 32 બેઠકો

આ પણ વાંચો : Love Story: ફિલ્મોમાં કામ કરતી વખતે એકબીજાને આપ્યું દિલ, જાણો ઐશ્વર્યા રાય અને અભિષેક બચ્ચનની અનોખી લવ સ્ટોરી

Published On - 6:44 pm, Mon, 1 November 21

Next Article