Ahmedabad : એક પોલીસકર્મી 950 KM સાયકલ યાત્રાએ નીકળ્યો, ફિટનેસ પ્રત્યે જાગૃતિ ફેલાવવાનો અભિગમ

|

Aug 05, 2021 | 6:43 PM

પોલીસની 24 કલાકની નોકરી અને તણાવગ્રસ્ત જિંદગીમાં અનેક પોલીસ કર્મચારીઓ જુદી જુદી બીમારીઓનો ભોગ બન્યા છે. કોરોનાકાળમાં પણ અનેક પોલીસ જવાન ફરજ દરમ્યાન શહીદ થયા છે.

Ahmedabad : એક પોલીસકર્મી 950 KM સાયકલ યાત્રાએ નીકળ્યો, ફિટનેસ પ્રત્યે જાગૃતિ ફેલાવવાનો અભિગમ
A policeman embarks on a 950 KM cycle trip, an approach to spread fitness

Follow us on

Ahmedabad : શહેરમાં પોલીસ કોન્સ્ટેબલ 950 કી.મી. સાઇકલ યાત્રા કરીને દિલ્હી ઇન્ડિયા ગેટ પહોંચીને ગુજરાત પોલીસની સાહસિક છબી રજૂ કરીને શહીદ પોલીસ જવાનોને શ્રદ્ધાંજલિ આપશે. છેલ્લા ચાર માસથી પોલીસની ફરજ સાથે સાઇકલની પ્રેક્ટિસ કરીને પોલીસ જવાનોમાં ફિટનેસનો રોલ મોર્ડન બન્યા છે. કોણ છે આ કોન્સ્ટેબલ વાંચો આ અહેવાલ.

પોલીસની 24 કલાકની નોકરી અને તણાવગ્રસ્ત જિંદગીમાં અનેક પોલીસ કર્મચારીઓ જુદી જુદી બીમારીઓનો ભોગ બન્યા છે. કોરોનાકાળમાં પણ અનેક પોલીસ જવાન ફરજ દરમ્યાન શહીદ થયા છે. ત્યારે પોલીસની તણાવભરી સ્થિતિમાં ફિટનેસ રાખવું એજ એક ઉપાય છે. આ મેસેજ સાથે આનંદનગર પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલ વિક્રમસિંહ રવુભા પોલીસ કર્મચારીઓ માટે ફિટનેસ રોલ મોર્ડલ બની ગયા છે.

વિક્રમસિંહ 5 ઓગસ્ટ ના દિવસે ગુજરાતથી દિલ્હી સુધી 950 કીમી ની સાઇકલ યાત્રા કરીને પોલીસ કર્મચારીઓ માં ફિટનેસ ને લઈને જુસ્સો ઉભો કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. આ ઉપરાંત આ યાત્રા દ્વારા કોરોના સમયમાં ખડેપગે લોકોની સુરક્ષા અને સેવા આપીને અમૂલ્ય જીવ ગુમાવનારા તમામ પોલીસકર્મીઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરશે.

આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર

અમદાવાદમાં પોલીસ કોન્સ્ટેબલની સાઇકલ યાત્રાને હરી ઝડી મળી.. પોલીસ કમિશ્નર સંજય શ્રીવાસ્ત અને ઝોન 7 ડીસીપી પ્રેમસુખ ડેલુંએ સાઇકલ યાત્રાને હરી ઝડી આપી છે.. આ યાત્રાની મંજુરી મળતા વિક્રમસિંહ પોલીસની ફરજ સાથે દરરોજ 100 કિમિ સાઇકલ ચલાવીને પ્રેક્ટિસ કરી છે.

સવારે 5 વાગે તેમની સાઇકલ પ્રેક્ટિસ શરૂ થાય અને ત્યાર બાદ 9 વાગે પોલીસની ડ્યુટી પર પહોંચી જાય. સાંજે ફરી પ્રેક્ટિસ માટે નીકળી જાય છે. છેલ્લા 4 માસથી સતત પ્રેક્ટિસ કરે છે. સાઇકલ ચલાવવાના શોખ અને ફિટનેસ રાખવા તેઓ પોલીસ જવાનોને જાગૃત પણ કરે છે. તેમની સાથે અનેક પોલીસ જવાન સાઈકલિંગમાં જોડાયા છે.

ગુજરાતથી, રાજસ્થાન, પંજાબ અને દિલ્હી સાઇકલ પર પોલીસ કોન્સ્ટેબલ વિક્રમસિંહ નીકળ્યા. દરેક રાજ્યના પોલીસ સ્ટેશનમાં મુલાકત લઈને પોલીસમાં ફિટનેસ પ્રત્યે જાગૃતિ ફેલાવશે.

 

આ પણ વાંચો : Surat : ફેડરેશન ઓફ ટેક્સટાઇલ એસોસિએશનની માર્કેટના કામદારોનું પોલીસ વેરીફિકેશન કરાવવા માલિકને સૂચના

આ પણ વાંચો : Gujarat Top News : બાળ તસ્કરીનો પર્દાફાશ, હડતાળિયા ડોક્ટરોની શું માંગ, ડેન્ગ્યૂમાં આશાસ્પદ ખેલાડીનું મોત, તમામ સમાચાર જાણો એક ક્લિકમાં

Next Article