Surat : હજીરામાં અદ્યતન ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેન્ટર ઉભું કરાશે, જમીન ફાળવવા સરકારની મંજૂરી

|

Jan 16, 2022 | 11:58 AM

આ સેન્ટરનો હજીરા વિસ્તારના તમામ ઉદ્યોગકારોને લાભ મળશે. હજીરાના ઉદ્યોગો સમૂહમાં મળીને આ સેન્ટરનું નિર્માણકાર્ય કરશે તથા નહી પ્રોફીટ નહી લોસના ધોરણે સેન્ટર 24 કલાક કાર્યરત રહેશે .

Surat : હજીરામાં અદ્યતન ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેન્ટર ઉભું કરાશે, જમીન ફાળવવા સરકારની મંજૂરી
Government approves allotment of land for Disaster Management Center

Follow us on

મહાકાય ઉદ્યોગોથી (Industries) ધમધમતા સુરતના હજીરા વિસ્તારમાં કુદરતી અથવા તો કૃત્રિમ આફતો સામે પહોંચી વળવા માટે ડિઝાસ્ટર પ્રિવેન્શન એન્ડ મેનેજમેન્ટ સેન્ટર ( DPMC ) બનાવવા માટે હજીરા નોટીફાઇડ એરિયા દ્વારા વર્ષ 2011 માં હજીરાને અડીને આવેલા દરિયાકાંઠાના સુવાલી (Suvali) ખાતે જગ્યા ફાળવવાની રાજ્ય સરકાર સમક્ષ માગણી કરવામાં આવી હતી.

ગુજરાત ભાજપ અધ્યક્ષ અને સુરત નવસારીના સાંસદ સી.આર.પાટીલની દરમિયાનગીરીને કારણે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા હજીરાના આ ઉદ્યોગોની માંગણીઓને ગ્રાહ્ય રાખી જગ્યાની ફાળવણી કરવા મંજૂરી આપી દેવામાં આવી છે.

આશરે 50 હજાર ચોમી જમીનમાં 2 વર્ષમાં સેન્ટર ઉભું કરાશે

IPLનો સૌથી મોંઘો કેપ્ટન, એક મેચની કમાણી 1.92 કરોડ રૂપિયા
જો નાગા સાધુ તમારા ઘરે ભિક્ષા માંગવા આવે તો શું કરવું?
ભોજપુરી એક્ટ્રેસ મોનાલિસાની આ તસવીરો જોઈને ચાહકો થયા ઘાયલ
અમદાવાદના Coldplay કોન્સર્ટની લાઇવ સ્ટ્રીમ ક્યાં જોઈ શકશો, જાણો
ભારતનું એક એવું ગામ જ્યાં જૂતા-ચપ્પલ નથી પહેરતા લોકો ! જાણો શું છે કારણ
'બિગ બોસ 18' ના વિજેતાને કેટલા પૈસા મળ્યા, જુઓ ફોટો

હજીરા એરિયા એસોસિયેશન ના પ્રેસિડેન્ટ હેમંત દેસાઇ દ્વારા સી.આર. પાટીલની રૂબરૂ મુલાકાત લઇ હજીરા વિસ્તારના ઉદ્યોગો વતી આભારની લાગણી વ્યક્ત કરવામાં આવી હતી . લગભગ 50 હજાર સ્કવેર મીટર વિસ્તારમાં આગામી બે વર્ષમાં ડિઝાસ્ટર પ્રિવેન્શન એન્ડ મેનેજમેન્ટ સેન્ટર ( ડીપીએમસી ) નું નિર્માણ કરવામાં આવશે.

આ સેન્ટરનો હજીરા વિસ્તારના તમામ ઉદ્યોગકારોને લાભ મળશે. હજીરાના ઉદ્યોગો સમૂહમાં મળીને આ સેન્ટરનું નિર્માણકાર્ય કરશે તથા નહી પ્રોફીટ નહી લોસના ધોરણે સેન્ટર 24 કલાક કાર્યરત રહેશે.

સૂત્રોના જણાવ્યા મુજબ આ સેન્ટરમાં રાહત , બચાવના તમામ અદ્યતન સાધનો , સ્ટાફ ઉપલબ્ધ કરાશે. ઇન્ડસ્ટ્રીઝ અને દરિયામાં પણ આફતના સમયે અગ્નિશમન સહિતની રાહત પહોંચાડી શકાય એવા સાધનો સાથે નિષ્ણાંત બચાવ ટુકડી કાયમી ધોરણે તૈનાત કરશે.

સુંવાલીમાં તૈયાર થનાર રાજ્યનું પ્રથમ ડિઝાસ્ટર પ્રિવેંશન એન્ડ મેનેજમેન્ટ સેન્ટરમાં હોસ્પિટલથી હેલિપેડ સુધીની સુવિધાઓ આપવામાં આવશે. ઉપરાંત ઇમરજન્સી આ સારવાર માટે ટ્રોમા સેન્ટર સાથેની હોસ્પિટલનું નિર્માણ કરવામાં આવશે. એરએમ્બ્યુલન્સ માટે હેલીપેડની વિશેષ સુવિધા ઊભી કરવામાં આવશે તથા ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઇન્સ્ટીટ્યૂટની પણ સ્થાપના કરાશે. આ સેન્ટરના ખુલવાથી હજીરાના ઉદ્યોગગૃહો ઉપરાંત સુરત શહેરને પણ આપત્તિઓ સામે લડવા મદદ મળી રહેશે.

સેન્ટરમાં આવનાર આધુનિક સુવિધાઓની હાઈલાઇટ્સ

-બર્ન્સ વોર્ડ સાથેની હોસ્પિટલ
-ડિઝાસ્ટર મેનેજમેન્ટને લાગતી ઇન્સ્ટિટ્યૂટ
-સ્ટાફ ક્વાર્ટર્સ
-હેલિપેડ એર એમ્બ્યુલન્સ
-24×7 ઇમરજન્સી કન્ટ્રોલ રૂમ
-મરીન કન્ટ્રોલ રૂમ

આ પણ વાંચોઃ

સુરતમાં રોકેટ ગતિએ વધી રહ્યા છે કોરોનાના કેસ, સરકારી કર્મચારીઓ કોરોનાની ઝપેટમાં

આ પણ વાંચોઃ

પૂનમે ભક્તોની ભીડ ઉમટવાની સંભાવનાને પગલે રાજ્યના કેટલાક મંદિરો રહેશે બંધ, જાણો કયુ મંદિર કેટલા દિવસ બંધ રહેશે

Published On - 11:39 am, Sun, 16 January 22

Next Article