અમદાવાદ ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી અદાણીનું નામ દૂર કરાયું, આ છે કારણ

|

Nov 15, 2021 | 4:48 PM

એરપોર્ટ ઓથોરિટીએ 4 સભ્યોની કમિટી બનાવી તપાસ કરતા અમદાવાદ એરપોર્ટ પરિસરમાં 26 જગ્યાએ અદાણીનો લોગો ખોટી રીતે લગાવ્યો હોવાનો રિપોર્ટ સામે આવ્યો હતો.

અમદાવાદ ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી અદાણીનું નામ દૂર કરાયું, આ છે કારણ
Ahmedabad International Airport (File Photo)

Follow us on

અમદાવાદ(Ahmedabad)એરપોર્ટના(Airport)સંચાલન માટે અદાણીએ(Adani)કામકાજ શરૂ કર્યા બાદ એરપોર્ટના નામ આગળ અદાણીના લોગો લગાવી દીધા હતા. તેમજ તેને લઇને રાજકીય વિવાદ પણ છેડાયો હતો. જેમાં અદાણીએ અમદાવાદ એરપોર્ટના સંચાલન માટે અદાણી અમદાવાદ ઈન્ટરનેશનલ એરપોર્ટ લિમિટેડ નામથી કંપની બનાવી હતી. જેના પગલે એરપોર્ટના નામ વાળા તમામ સ્થળની આગળ અદાણીનો લોગો લગાવી દેવામાં આવ્યો હતો.

અદાણીએ એરપોર્ટ ઓથોરીટી ઓફ ઈન્ડિયા સાથે કરેલા એમઓયુની શરતોનો ભંગ કર્યો

જો કે આ વિવાદ વકરતા એરપોર્ટ ઓથોરીટીએ તમામ મુદ્દાની તપાસ હાથ ધરી હતી. તેમજ તેમ માલૂમ પડ્યું હતું કે અદાણીએ એરપોર્ટ ઓથોરીટી ઓફ ઈન્ડિયા સાથે કરેલા એમઓયુની શરતોનો ભંગ કર્યો છે. આ વિવાદ થતાં એરપોર્ટ ઓથોરિટીએ 4 સભ્યોની કમિટી બનાવી તપાસ કરતા અમદાવાદ એરપોર્ટ પરિસરમાં 26 જગ્યાએ અદાણીનો લોગો ખોટી રીતે લગાવ્યો હોવાનો રિપોર્ટ સામે આવ્યો હતો.

ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?

એમઓયુના આર્ટિકલ 5.15.2 મુજબ તમામ એરપોર્ટના નામ યથાવત રાખવા

તેમજ આ વિવાદ વધે નહિ તે માટે અદાણી ગ્રૂપે કંપનીની બ્રાન્ડિંગ પોલિસીના બહાના હેઠળ લોગો તમામ સ્થળેથી હટાવી દીધો હતો. એમઓયુના આર્ટિકલ 5.15.2 મુજબ તમામ એરપોર્ટના નામ યથાવત રાખવા અને તેના લોગો કે નામમાં ફેરફાર નહીં કરવાનું જણાવાયું હતું. જેથી હવે એરપોર્ટ અમદાવાદ ઈન્ટરનેશનલ એરપોર્ટ લિમિટેડ નામથી સંચાલિત થશે.

અદાણીનો લોગો દૂર કરી દેવાયો હતો

અમદાવાદ એરપોર્ટનું સંચાલન અદાણી અમદાવાદ ઈન્ટરનેશનલ એરપોર્ટ લિમિટેડ કરતું હતું. પરંતુ આ નામની સાથે અદાણીએ એરપોર્ટ એરિયામાં અલગ અલગ સ્થળે એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયાના લોગોને નાનો કરવાની સાથે કેટલીક જગ્યાએથી દૂર કરી પોતાનો લોગો લગાવ્યો હતો. આ લોગો અને નામ અંગે વિવાદ થયા બાદ થોડા સમય પહેલાં એરપોર્ટ એરિયામાં તમામ જગ્યાએથી અદાણીનો લોગો દૂર કરી દેવાયો હતો.

ઉલ્લેખનીય છે કે, અમદાવાદ શહેરના ઈન્ટરનેશનલ એરપોર્ટનું સંચાલન ખાનગી કંપનીની સોંપાયું હતું. શહેરના સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેલ એરપોર્ટનું વિધિવત સંચાલન અદાણી લિમિટેડને સોંપાયું હતું . 7 નવેમ્બર 2020 ના રોજથી  એરપોર્ટનો સંપૂર્ણ કાર્યભાર અદાણી લિમિટેડ સંભાળયો હતો.

મહત્વનું છેકે, ફેબ્રૂઆરી 2019માં સૌથી વધુ રકમની બિડ સાથે 50 વર્ષ માટે અમદાવાદ એરપોર્ટનો હવાલો અદાણી ગ્રૂપને સોંપવામાં આવ્યો હતો. જેના ભાગરૂપે આ ખાનગી જૂથ અમદાવાદ એરપોર્ટમાં અવર-જવર કરતાં પ્રત્યેક મુસાફર દીઠ રૂપિયા 177 એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાને ચૂકવશે.

આ પણ વાંચો : સુરત : આવાસ યોજનાના લાભાર્થીઓને કોર્પોરેશને મકાનની સોંપણી ન કરાતા નારાજગી, આત્મવિલોપનની ચીમકી

આ પણ વાંચો : મોરબી ડ્રગ્સકાંડ : પકડાયેલો સમસુદ્દિન ગામમાં દોઢ વર્ષથી રહેતો હતો અને દોરાં ધાગાનું કરતો હતો કામ

 

Next Article