Surat: રેમડેસીવર પછી હવે મ્યુકરમાઇકોસીસની સારવાર માટેના ઇન્જેક્શનની અછત

|

May 14, 2021 | 12:32 PM

Surat: ગુજરાતમાં કોરોના પછી મ્યુકોરામાઇકોસીસના કેસો ઝડપથી વધી રહ્યા છે. હવે પરિસ્થિતિ એ છે કે મ્યુકોરમાઇકોસિસ ની સારવાર માટે એમ્ફોટોરિસિન-બી ઇન્જેક્શન જરૂરી છે.

Surat: રેમડેસીવર પછી હવે મ્યુકરમાઇકોસીસની સારવાર માટેના ઇન્જેક્શનની અછત
surat

Follow us on

Surat: ગુજરાતમાં કોરોના પછી મ્યુકોરામાઇકોસીસના કેસો ઝડપથી વધી રહ્યા છે. હવે પરિસ્થિતિ એ છે કે મ્યુકોરમાઇકોસિસ ની સારવાર માટે એમ્ફોટોરિસિન-બી ઇન્જેક્શન જરૂરી છે. જીવલેણ માનવામાં આવતા મ્યુકોરામિકોસિસને કારણે દર્દીઓના જીવનનું જોખમ વધી રહ્યું છે. તેવામાં નિષ્ણાતો માની રહ્યા છે કે આ રોગનો આકરો સમય આવવાનો છે. આ કિસ્સામાં ફક્ત ડોક્ટર્સ જ નહીં, સરકાર માટે પણ તે એક મોટો પડકાર છે.

ગુજરાત મા કોરોના નો કોહરામ હજી શમ્યો નથી કે બીજી બાજુ મ્યુકોરમાઇકોસિસ નો કહેર શરુ થઇ થયો છે. મ્યુકોરમાઇકોસિસ ની સારવાર માટે એમ્ફોટેરેસીન બી ઇન્જેક્શન ની માંગ વધી ગઈ છે.

મ્યુકોરમાઇકોસિસ ની સારવાર કરી રહેલા સુરત ના ડૉક્ટર સૌમિત્ર શાહ ના જણાવ્યા મુજબ 14 થી 22 દિવસની સારવાર વચ્ચે દર્દી ને ઇન્જેક્શન આપવામા આવે છે. પણ ઇન્જેક્શન નથી મળી રહ્યાં જેથી મુશ્કેલી પડી રહી છે. સરકાર એ વહેલી તકે ઇન્જેક્શન ની વ્યવસ્થા કરવી જોઈએ તેવી માંગ ઉઠવા પામી છે.

Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા

ઇન્જેક્શન ની એક ડોઝ ની કિંમત 70 હજાર રૂપિયા છે. અને વ્યક્તિના વજન પ્રમાણે તેને એક દિવસમા ચાર થી છ ડોઝ લગાવા મા આવે છે. સુરતમા પડી રહી ઇન્જેક્શન ની અછત ના કારણે સુરત આઈએમએ ના પ્રતિનિધિ મંડળ એ મ્યુનિસિપલ કમિશ્નર અને કલેકટર ને આવેદન પત્ર આપી ઇન્જેક્શન ની વ્યવસ્થા કરવા માટે અપીલ કરાઈ છે.

સુરતમાં મ્યુકરમાઇકોસીસના અત્યારસુધી 185થી પણ વધુ કેસો નોંધાયા છે. જેમાંથી 16 દર્દીના મોત થયા છે. હાલ તેના 99 કેસ એક્ટિવ છે. 67 દર્દીને રજા આપવામાં આવી છે. આ રોગ 30 થી 60 વર્ષના દર્દીઓમાં 73 ટકા જ્યારે 60 વર્ષથી વધુ વયના દર્દીઓમાં 26 ટકા તેમજ 30 વર્ષથી નાની ઉંમરના દર્દીમાં 1 ટકા કેસ નોંધાયા છે. સુરતમાં 62 ટકા પુરષોમાં જ્યારે 38 ટકા મહિલાઓમાં આ રોગ જોવા મળ્યો છે.

Next Article