અમદાવાદ મેટ્રો અધવચ્ચે જ અટકી પડી હતી અને 300 જેટલાં મુસાફરોને ત્યાં મેટ્રોના ટ્રેક પર જ ઉતારવાની ફરજ પડી હતી. આ ઘટનાને લઈને મેટ્રોના એન્જીનિયરો ઘટનાસ્થળ પર દોડી ગયા હતા. અંતે આ વીડિયોને લઈને એક વણાંક આવ્યો કે અમદાવાદ મેટ્રોના અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા આ એક મોકડ્રીલ યોજવામાં આવી રહી છે. જેના લીધે ક્યારેક આવી પરિસ્થિતિનું નિર્માણ થાય તો કેવી રીતે લોકોને બહાર લાવી શકાય અને કોઈપણ પ્રકારની હાની વગર જ નીચે ઉતારી શકાય.
આ પણ વાંચો: પ્રી-મોનસુનની કામગીરી દરમિયાન જ AMCની ખૂલી પોલી, મંદિરમાં ભૂવો પડવાથી પૂજારીને ઈજા
શરુઆત આ વીડિયો વાયરલ થયો અને દાવો કરવામાં આવ્યો કે મેટ્રો ટ્રેન પુલ પર અટકી પડી છે. વીડિયોમાં પણ જોઈએ તો લોકો પુલ પરથી ઉતરી રહ્યાં હોય તેવું દેખાઈ આવે છે. અંતે મેટ્રો વિભાગ દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી કે કોઈ જ મેટ્રો ટ્રેનમાં ખામી આવી નથી પણ આ તો એક મોક ડ્રીલ યોજવામાં આવી છે. જેના લીધે ભવિષ્યમાં આવી કોઈપણ ઘટના બને તો કેવી રીતે મુસાફરોને બહાર કાઠી શકાય. આમ મેટ્રોના અધિકારીઓ દ્વારા એક મોક ડ્રીલ દ્વારા તાલીમ આપવામાં આવી હતી અને તેને લઈને આ દ્રશ્યો સર્જાયા હતા.