આપ નેતા ઇસુદાન ગઢવીનો લીકર ટેસ્ટ પોઝિટિવ, ઇસુદાન સામે વધુ એક FIR દાખલ

|

Jan 01, 2022 | 6:56 PM

થોડા દિવસ પહેલા ગાંધીનગરમાં આપ નેતાઓ કમલમ ખાતે વિરોધપ્રદર્શન કરવા પહોંચ્યા હતા. ત્યારે ભાજપ અને આપ વચ્ચે ઘર્ષણ સર્જાયુ હતુ. આ ઘર્ષણ બાદ ભાજપની મહિલા કાર્યકર શ્રદ્ધા રાજપૂતે ઇસુદાન સહિતના નેતાઓ અને કાર્યકરો પર છેડતીનો આરોપ લગાવ્યો હતો.

આમ આદમી પાર્ટી (Aam Aadmi Party)ના નેતા ઈસુદાન ગઢવી (Isudan Gadhvi) વિરુદ્ધ વધુ એક ફરિયાદ નોંધાઈ છે. ઈસુદાન ગઢવીનો લીકર ટેસ્ટ પોઝિટિવ આવ્યા બાદ ગાંધીનગર (Gandhinagar)ની ઈન્ફોસિટી પોલીસે IPC 66(1)b, 85(1) મુજબ ગુનો નોંધ્યો છે.

થોડા દિવસ પહેલા ગાંધીનગરમાં વિરોધ કરવા પહોંચેલા આપ નેતાઓના ઘર્ષણ બાદ બ્લડ સેમ્પલ લેવામાં આવ્યા હતા. જેનો રિપોર્ટ 12 દિવસ પછી આવી ગયો છે. આ રિપોર્ટ અનુસાર ગાંધીનગરના કમલમમાં વિરોધ સમયે ઈસુદાન ગઢવી દારૂ નશામાં હોવાનું સામે આવ્યુ છે.

જો કે, બીજી તરફ ઈસુદાન ગઢવીએ રિપોર્ટની વાત સ્વીકારવાનો ઈનકાર કરી દીધો છે અને આરોપ લગાવ્યો છે કે, ભાજપ નિમ્નકક્ષાની રાજનીતિ કરી રહી છે. સાથે જ ઈસુદાન ગઢવીએ દાવો કર્યો છે કે, મે જિંદગીમાં ક્યારેય દારૂ પીધો નથી અને પીવાનો પણ નથી.

ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ પેપરલીક કાંડ મામલે AAPના નેતાઓ અને કાર્યકરો ગાંધીનગરમાં ભાજપના પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે વિરોધપ્રદર્શન કરવા પહોંચ્યા હતા. ત્યારે ભાજપ અને આપ વચ્ચે ઘર્ષણ સર્જાયુ હતુ. આ ઘર્ષણ બાદ ભાજપની મહિલા કાર્યકર શ્રદ્ધા રાજપૂતે ઇસુદાન સહિતના નેતાઓ અને કાર્યકરો પર છેડતીનો આરોપ લગાવ્યો હતો. ત્યારબાદ ઇસુદાન ગઢવીને મેડિકલ ટેસ્ટ માટે ગાંધીનગર સિવિલ લઈ જવામાં આવ્યા હતા. જ્યાં ઇસુદાનનો નશાનો પ્રાથમિક રિપોર્ટ નોર્મલ આવ્યો હતો જ્યારે આજે તેમનો લિકર ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે.

આ પણ વાંચોઃ Rajkot: કોરોનાના નિયમો ભુલી ડીજેના તાલે ઝુમ્યા વિદ્યાર્થીઓ, વીડિયો થયો વાયરલ

 

Published On - 5:07 pm, Sat, 1 January 22

Next Video