આજે વર્લ્ડ ટુરિઝમ ડે પર ફેશન ડિઝાઇનિંગના વિદ્યાર્થીઓએ એરપોર્ટ પર વોકલ ફોર લોકલનો આપ્યો સંદેશ

|

Jan 16, 2021 | 3:14 PM

સુરત એરપોર્ટ પર આજે સુરતના ઇન્ડિયન ફેશન ડિઝાઈંનિંગના વિદ્યાર્થીઓ દ્વારા વર્લ્ડ ટુરિઝમ ડે નિમિતે એક ખાસ ઉજવણી કરવામાં આવી હતી. સુરત એરપોર્ટ પર આજે વિદ્યાર્થીઓ દ્વારા ટુરિઝમ અને વોકલ ફોર લોકલને પ્રોત્સાહન આપવા માટેનો સંદેશો આપતી પેઇન્ટિંગ તૈયાર કરવામાં આવી હતી. કોરોનાના કારણે માર્ચ મહિનાથી જ ઇન્ટરનેશનલ અને ડોમેસ્ટિક ફ્લાઇટ ઓપરેશન લગભગ છ મહિના માટે […]

આજે વર્લ્ડ ટુરિઝમ ડે પર ફેશન ડિઝાઇનિંગના વિદ્યાર્થીઓએ એરપોર્ટ પર વોકલ ફોર લોકલનો આપ્યો સંદેશ

Follow us on

સુરત એરપોર્ટ પર આજે સુરતના ઇન્ડિયન ફેશન ડિઝાઈંનિંગના વિદ્યાર્થીઓ દ્વારા વર્લ્ડ ટુરિઝમ ડે નિમિતે એક ખાસ ઉજવણી કરવામાં આવી હતી. સુરત એરપોર્ટ પર આજે વિદ્યાર્થીઓ દ્વારા ટુરિઝમ અને વોકલ ફોર લોકલને પ્રોત્સાહન આપવા માટેનો સંદેશો આપતી પેઇન્ટિંગ તૈયાર કરવામાં આવી હતી. કોરોનાના કારણે માર્ચ મહિનાથી જ ઇન્ટરનેશનલ અને ડોમેસ્ટિક ફ્લાઇટ ઓપરેશન લગભગ છ મહિના માટે બંધ રહેતા મોટી અસર ટુરિઝમ પર પણ જોવા મળી હતી.

  

આજે વર્લ્ડ ટુરિઝમ ડેની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે સુરત એરપોર્ટ પર આ દિવસની ઉજવણી કંઈક અલગ રીતે જ કરવામાં આવી હતી અને એરપોર્ટ પર આવતા પ્રવાસીઓને એક સંદેશો પણ આ ઉજવણી થકી આપવામાં આવ્યો હતો.

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

લોકડાઉન અને એ બાદ કોરોનાના કહેરને જોતા ફ્લાઇટ ઓપરેશન લગભગ બંધ અથવા મર્યાદિત રહ્યા હતા. ત્યારે આજે વર્લ્ડ ટુરિઝમ ડે નિમિત્તે સુરત એરપોર્ટ પર ટુરિઝમને ફરી પ્રોત્સાહન આપવાની સાથે સાથે લોકલ બિઝનેસને પ્રોમોટ કરવા માટે ફેશન ડિઝાઇનિંગના વિદ્યાર્થીઓ દ્વારા પેઇન્ટિંગ તૈયાર કરવામાં આવી હતી.

ફેશન ડિઝાઇનિંગના 7 જેટલા વિદ્યાર્થીઓએ 6 કલાકથી પણ વધુની મહેનત કરીને આ કૃતિ તૈયાર કરી હતી. જેમનો આશય ફક્ત એ જ હતો કે ટુરિઝમ અને વોકલ ફોર લોકલને સૌથી વધુ પ્રમોટ કરવામાં આવે.

હવે સુરત એરપોર્ટ પર જ્યારે મુસાફરોની અવરજવર સામાન્ય થઈ રહી છે અને ફ્લાઇટ ઓપરેશન પણ ધીરે ધીરે પૂર્વવત થઈ રહ્યા છે ત્યારે હજી લોકો કોવિડ ગાઈડલાઈનનો અમલ કરીને વધુમાં વધુ ટ્રાવેલ કરે અને એ સાથે ટુરિઝમ તેમજ લોકલ બિઝનેસને પ્રોત્સાહન આપે અને અર્થતંત્રની ગાડી ફરી પાટે ચડે તેવો એક સંદેશો આજના દિવસે આપવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Published On - 12:19 pm, Sun, 27 September 20

Next Article