સુરતમાં અવાર નવાર અવનવી ઘટનાઓ સામે આવતી હોય છે. ત્યારે ફાયર વિભાગ (Fire Department)આમ તો આગ લાગતી હોય છે ત્યારે દોડતી હોય છે. પણ ક્યારેક કોઈ વ્યક્તિ કે કોઈ એવી ઘટના બની જાય જેથી તાત્કાલિક ફાયર વિભાગે ક્રેઇન મારફતે બચાવવાની (Rescue)ઘટના સામે આવી. ત્યારે આજે સાંજના સમયે સુરતના વેસુ વિસ્તારમાં આવેલ સિદ્ધિ એલિપ બિલ્ડીંગમાં એક ઘટના બની. જેની અંદર ઘણા સમયથી બિલ્ડિંગમાં મધપૂડો હતો. જેથી હટાવવા માટે એક વ્યક્તિને મધ પાડવા માટે બોલવામાં આવ્યો હતો. ત્યારે આ વ્યક્તિ દોરડા વડે બિલ્ડીંગના ધાબા પરથી નીચે મધ પાડવા માટે ગયો હતો. ત્યારે અચાનક જ મધમાંથી માખીઓ આ વ્યક્તિને ઘેરી વળતા આ યુવક બિલ્ડીંગના વચ્ચેના ભાગે અટવાઈ ગયો હતો, જેથી દોરડાનું બેલેન્સ ગુમાવતાની સાથે ફસાઈ ગયો હતો.
આમ મધ પાડવા માટે આવેલ આ વ્યક્તિ 13 માળની બિલ્ડિંગમાં ફસાતા તાત્કાલિક આજુબાજુના લોકો દોડી આવ્યા હતા. અને બચાવવા માટે પ્રયાસો કર્યા હતા. પણ કોઈ પ્રયાસો સફળ ન જતા ફાયર વિભાગને પણ જાણ કરવામાં આવી હતી. ત્યારે સુરતના વેસુ વિસ્તારમાં ફાયરની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. અને ફાયરની ક્રેઇન મારફતે આ યુવકને 10 મા માળેથી લાઈવ રેસ્ક્યુ કરીને બચાવી લેવામાં આવ્યો હતો.
સાથે આ વ્યક્તિને મધ માખીઓ દ્વારા કરડતા બેભાન થયો હતો. જેથી તાત્કાલિક ફાયરની એમ્બ્યુલન્સમાં સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. જ્યારે આવી ઘટના બનતી હોય છે ત્યારે મોટી ઘટનામાં પરિવર્તન થાય ત્યારે તંત્ર પર દોષનો ટોપલો ઢોળતા હોય છે. હવે આ ઘટનાને લઈ પોલીસ દ્વારા કે ફાયર દ્વારા શુ કાર્યવાહી કરશે કે આ વ્યક્તિને કોણે બોલાવી હતી અને આટલી મોટી બિલ્ડિંગમાં કોની પરમિશનથી જીવના જોખમે મધ પાડવા માટે ગયો હતો.