સુરેન્દ્રનગર: ગેડીયા ગામે પોલીસ દ્વારા એન્કાઉન્ટર, 2 વૉન્ટેડ આરોપીનું એન્કાઉન્ટરમાં મોત

સુરેન્દ્રનગર: ગેડીયા ગામે પોલીસ દ્વારા એન્કાઉન્ટર, 2 વૉન્ટેડ આરોપીનું એન્કાઉન્ટરમાં મોત

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 07, 2021 | 7:03 AM

સુરેન્દ્રનગર માલવણ પોલીસ પેટ્રોલિંગ કરી રહી હતી તે દરમિયાન ગુજસીટોક આરોપી અને પુત્રએ પોલીસ પર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કર્યો. જેમાં એન્કાઉન્ટરમાં બંને આરોપીનું મોત થયું છે.

સુરેન્દ્રનગર જિલ્લાના માલવણ નજીક ગેડીયા ગામે પોલીસ દ્વારા એન્કાઉન્ટર થયાના મોટા સમાચાર સામે આવ્યા છે. આ એનકાઉન્ટરમાં ગુજસીટોકના આરોપી વોન્ટેડ મુન્નો અને તેના દીકરા મદીનનું મોત થયું છે. આ બંને વ્યક્તિ ગંભીર ગુના ગુકસીટોકના આરોપી હતા. વૉન્ટેડ આરોપીને પકડવા પોલીસ પહંચી હતી. પરંતુ મળેલી માહિતી અનુસાર ત્યારે પોલીસ પર તિક્ષ્ણ હથિયાર વડે હુમલો થયો હતો.

આ હુમલામાં જવાબી કાર્યવાહીમાં પોલીસે ફાયરિંગ કર્યું હતું. જેમાં બન્ને આરોપીના મોત નીપજ્યા છે. ફાયરિંગ દરમિયાન બે વ્યક્તિને ઈજા થતા હોસ્પિટલ ખસેડાયા છે. ઘટના ઘટતા એલસીબી, સ્થાનિક પોલીસ સહિતનો કાફલો હાલ હોસ્પિટલ ખાતે પહોંચ્યો હતો.

તમને જણાવી દઈએ કે આ એન્કાઉન્ટરમાં મુખ્ય મૃતક આરોપી હનીફખાન ઉર્ફે કાળુખાન વિરૂદ્ધ અલગ અલગ ફૂલ 68 ગુન્હાઓ નોંધાયેલ છે જે પૈકી 59 ગુનાઓમાં વોન્ટેડ હતો. અગાઉ પોલીસ પર જીવલેણ હુમલાના બે ગુનાઓમાં પણ ફરાર થયો હતો. ત્યારે જણાવી દઈએ કે આરોપીના પત્ની બિલકિસબાનું ઉર્ફે બિલ્લુ પણ ગુજસીટોક સહિત 6 ગુનામાં હાલ સાબરમતી જેલમાં સજા ભોગવે છે. અન્ય પરિવારજનોમાં મૃતક આરોપીનો સાળો, મામાજીનો દીકરો પણ અલગ અલગ ગુનાઓમાં સાબરમતી જેલમાં સજા ભોગવે છે.

માલવણ પીએસઆઈ વી.એન.જાડેજા સહિતનો સ્ટાફ રહેણાક મકાનમાં આરોપીને ઝડપી પાડવા રેઇડ કરવા ગયા હતા. જ્યાં તેમના પર હુમલો થયો હતો. પીએસઆઈ વી.એન.જાડેજાએ સ્વબચાવમાં પોતાની સર્વિસ રિવોલ્વરમાંથી બે રાઉન્ડ ફાયરિંગ કરતાં મુખ્ય આરોપી હનીફખાન ઉર્ફે કાળુખાન અને પુત્ર મદિનખાનનું મોત નિપજ્યું હતું.

 

આ પણ વાંચો: Pakistan Taliban News: ગાઢ થઈ રહી છે મિત્રતા, પાકિસ્તાનનો પ્રવાસ કરશે તાલિબાન સરકારના આ વિદેશ મંત્રી

આ પણ વાંચો: Ahmedabad: આગ – કુદરતી હોનારતમાં શહેરને બચાવતું ફાયર બ્રિગેડ કેટલું સક્ષમ? જાણો સ્ટાફથી લઈને વાહનો સુધીની વિગત

Published on: Nov 06, 2021 10:40 PM
g clip-path="url(#clip0_868_265)">