દેલવાડા ગામમાં સાસુ અને વહુ બન્નેએ સામ સામે સરપંચ પદ માટે ઝંપલાવ્યુ છે. ત્યારે એ જાણવું જરૂરી બનશે કે મતદારોનો ઝુકાવ કોના તરફી રહેશે ? એક જ ઘરના બે સભ્યો ચૂંટણીમાં સામ સામે પડતા આખા જીલ્લામાં દેલવાડા ગામની ચૂંટણી ચર્ચાસ્પદ બની. જો કે મતદારોનું કહેવુ છે કે, ખરા અર્થમાં ગામનો વિકાસ કોણ કરશે તેને ધ્યાને આપીને જ મત આપ્યો છે.
વર્ષોથી ગામમાં એક જ પરિવારનું શાસન
સાસુ વહુના આ જંગને બીજી રીતે લઇએ તો એવુ પણ લાગી રહ્યુ છે કે જાણે આ બંને લોકોને સરપંચનું પદ પોતાના ઘરે જ રાખવુ છે. ઘણા વર્ષથી આ એક જ પરિવાર દેલવાડામાં શાશન કરી રહ્યો છે. પણ વિકાસ કાંઈ થયો હોય તેવું લાગતું નથી. દેલવાડામાં વર્તમાન સરપંચ વિજયભાઇ બાંભણીયા છે. જે પૂર્વ યુવા ભાજપના પ્રદેશમાંથી અને વર્તમાન કિશાન મોરચાના ભાવનગર જીલ્લાના પ્રભારી છે. આ વર્ષે સામાન્ય સ્ત્રી અનામત સીટ હોવાથી ગ્રામ પંચાયતની ચૂંટણીમાં વિજયભાઇ બાંભણિયાના પત્નિ પૂજાબેન વિજયભાઇ બાંભણીયાએ સરપંચ તરીકે ઉમેદવારી નોંધાવી. તેમજ ગ્રામ પંચાયતના 16 વોર્ડના સભ્યોની પેનલ સાથે મજબૂત દાવેદારી કરી. જ્યારે તેની સામે પૂજાબેનના સાસુ જીવીબેન લાખાભાઇ બાંભણીયાએ પણ સરપંચ તરીકે દાવેદારી નોંધાવી અને તમામ વોર્ડમાં સભ્યોની પણ પેનલ બનાવી. જીવીબેનના પતિ લાખાભાઈ પણ દેલવાડાના સરપંચ રહી ચૂક્યા હતા. જો કે અત્યારે તેઓ હયાત નથી પણ તેમનું સપનું હતું કે, મહિલા અનામત સીટ આવે ત્યારે તેમના પત્ની સરપંચ બને. આ વખતે લાખાભાઈનું સપનું સાકાર કરવા માટે જ જીવીબેન ચૂંટણીમાં ઝંપલાવ્યુ.
અન્ય ત્રણ મહિલાઓની દાવેદારી
દેલવાડા ગ્રામ પંચાયતની ચૂંટણીમાં આ સીવાય અન્ય ત્રણ મહીલાઓએ પણ સરપંચની દાવેદારી નોંધાવી છે પરંતુ ઉડીને આંખે વળગે તેવી સાસુ અને વહુની ઉમેદવારી ચર્ચાનો વિષય બન્યો. ત્યારે દેલવાડાની સત્તા સાસૂ જીવીબેન ને મળશે કે વહૂ પૂજા બેનને તે તો થોડા જ સમયમાં ખબર પડી જશે.
આ પણ વાંચો: GATE Exam 2022: ગેટ 2022 પરીક્ષાનું સમયપત્રક આવી ગયું છે, આ તારીખે મળશે એડમિટ કાર્ડ
આ પણ વાંચો: આ શાળાઓમાં ભણાવવામાં આવશે ભગવત ગીતા, 25 ડિસેમ્બરથી શરૂ થશે વર્ગો
Published On - 2:54 pm, Tue, 21 December 21