જામનગરમાં ઑમિક્રૉનની એન્ટ્રી થતા સરકાર સતર્ક, મુખ્યપ્રધાનની અધ્યક્ષતામાં બેઠક યોજાઇ

|

Dec 04, 2021 | 5:25 PM

ગુજરાતમાં ઓમિક્રૉનની એન્ટ્રી થતાં તંત્ર વધુ સતર્ક બની ગયું છે. જામનગરના મોરકંડાના આધેડ વ્યક્તિમાં ઑમિક્રોનના લક્ષણો જોવા મળ્યા છે. આધેડનો રિપોર્ટ પોઝિટિવ આવતાં જી.જી.હોસ્પિટલમાં આઇસોલેશન કરાયા છે.

રાજ્યમાં ઑમિક્રૉનની(Omicron variant) દહેશત વચ્ચે સરકાર વધુ સતર્ક બની છે. જામનગરમાં ઑમિક્રૉનની (Omicron variant)એન્ટ્રી બાદ મુખ્યપ્રધાનની (CM Bhupendra patel) અધ્યક્ષતામાં બેઠક યોજાઈ હતી. બેઠક બાદ આરોગ્ય વિભાગના અધિક મુખ્ય સચિવ મનોજ અગ્રવાલે કહ્યું હતું કે, 30 તારીખે દર્દીના સેમ્પલ લેવાયા હતા. પહેલી તારીખે જીનોમ ટેસ્ટિંગ માટે સેમ્પલ મોકલાયા હતા. તેમણે કહ્યું કે, વિદેશથી આવેલા 450 લોકોનો ટેસ્ટ કરાયો હતો. જેમાંથી 4 લોકો પોઝિટિવ નીકળ્યા અને 1 વ્યક્તિમાં ઓમિક્રૉનના લક્ષણો જોવા મળ્યા છે. હજુ 3 દર્દીઓના રિપોર્ટ પેન્ડિંગ છે. આ ઉપરાંત મુખ્ય સચિવ પંકજ કુમારની અધ્યક્ષતામાં પણ બેઠક યોજાઈ.. જેમાં રાજયના તમામ જિલ્લા કલેકટર વર્ચ્યુઅલી જોડાયા હતા. બેઠકમાં ઓમિક્રૉન, ટેસ્ટિંગ, ટ્રેસિંગ સહિતના મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી.

જામનગરમાં ઑમિક્રૉન વેરિએન્ટની (Omicron variant) એન્ટ્રી

ગુજરાતમાં ઓમિક્રૉનની એન્ટ્રી થતાં તંત્ર વધુ સતર્ક બની ગયું છે. જામનગરના મોરકંડાના આધેડ વ્યક્તિમાં ઑમિક્રોનના લક્ષણો જોવા મળ્યા છે. આધેડનો રિપોર્ટ પોઝિટિવ આવતાં જી.જી.હોસ્પિટલમાં આઇસોલેશન કરાયા છે. તો દર્દીના સંપર્કમાં આવેલા 10 લોકોને ક્વોરેન્ટાઈન કરાયા છે. જ્યારે 87 લોકોને ટ્રેસ કરાયા છે. ગત 28 નવેમ્બરે આધેડ ઝિમ્બાબ્વેથી પરત ફર્યા છે. 29 નવેમ્બરે શરદી-ઉધરસના લક્ષણો હોવાથી ખાનગી લેબોરેટરીમાં કોરોનાનો રિપોર્ટ કરાવ્યો હતો જે રિપોર્ટ પોઝિટિવ આવતા આધેડને હોસ્પિટલ લઈ જવાયા હતા. ત્યારબાદ ઓમિક્રોનની શંકાના આધારે સેમ્પલ પૂના મોકલાયા હતા જેમાં ઓમિક્રોનના લક્ષણો જોવા મળ્યા છે.

આ પણ વાંચો : Maharashtra: જોખમી શ્રેણીવાળા દેશમાંથી આવનારાઓએ 7 દિવસ હોમ ક્વોરેન્ટાઈનમાં રહેવું પડશે, ઓમિક્રોનને પગલે સરકાર સતર્ક

Next Video