ગુજરાત AAPના સંગઠનમાં મોટો ફેરફાર, ગોપાલ ઇટાલિયાને બનાવાયા રાષ્ટ્રીય સંયુક્ત સચિવ, ઇસુદાન ગઢવીને બનાવાયા ગુજરાત AAPના અધ્યક્ષ

|

Jan 04, 2023 | 3:26 PM

ગોપાલ ઇટાલિયાને રાષ્ટ્રીય સંયુક્ત સચિવ અને મહારાષ્ટ્રના સહ-પ્રભારી બન્યા છે. અલ્પેશ કથિરીયાને સુરત ઝોનના કાર્યકારી અધ્યક્ષ બનાવાયા છે.

ગુજરાત AAPના સંગઠનમાં મોટો ફેરફાર, ગોપાલ ઇટાલિયાને બનાવાયા રાષ્ટ્રીય સંયુક્ત સચિવ, ઇસુદાન ગઢવીને બનાવાયા ગુજરાત AAPના અધ્યક્ષ

Follow us on

ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીમાં પાંચ બેઠક પર જ જીત મેળવવા સાથે જ હવે ગુજરાત આમ આદમી પાર્ટીના સંગઠનમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. ઇસુદાન ગઢવીને ગુજરાત AAPના અધ્યક્ષ બનાવાયા છે. તો બીજી તરફ ગોપાલ ઇટાલિયાને રાષ્ટ્રીય કક્ષાએ જવાબદારી સોંપવામાં આવી છે. ગોપાલ ઇટાલિયાને રાષ્ટ્રીય સંયુક્ત સચિવ અને મહારાષ્ટ્રના સહ-પ્રભારી બન્યા છે. અલ્પેશ કથિરીયાને સુરત ઝોનના કાર્યકારી અધ્યક્ષ બનાવાયા છે.

ગુજરાત AAP સંગઠનમાં મોટા ફેરફાર

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ આ વખતે તમામ 182 બેઠક પર ઉમેદવાર ઉભા રાખ્યા હતા. જો કે તેમાંથી માત્ર પાંચ જ બેઠક પર આમ આદમી પાર્ટીના ઉમેદવારોની જીત થઇ હતી. ત્યારે હવે ચૂંટણી પછી ગુજરાતના આમ આદમી પાર્ટીના સંગઠનમાં મોટા ફેરફાર કરવામાં આવ્યા છે. આમ આદમી પાર્ટીએ ખૂબ જ ગંભીરતા દાખવી ગોપાલ ઇટાલિયાને રાષ્ટ્રીય કક્ષાની જવાબદારી સોંપી હોય તેવુ લાગી રહ્યુ છે. નેશનલ જોઇન્ટ સેક્રેટરી તરીકે મહારાષ્ટ્રની જવાબદારી સોંપાવમાં આવી છે. તો ઇસુદાન ગઢવીને ગુજરાત AAPના અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. અલગ અલગ ઝોનમાં અલગ અલગ નેતાને જવાબદારી સોંપવામાં આવી છે.

જાણો કોને કઇ જવાબદારી સોંપવામાં આવી

  1. ગોપાલ ઇટાલિયાને રાષ્ટ્રીય કક્ષાએ સોંપાઇ જવાબદારી
  2. રાષ્ટ્રીય સંયુક્ત સચિવ અને મહારાષ્ટ્રના સહ-પ્રભારી બન્યા ગોપાલ ઇટાલિયા
  3. અલ્પેશ કથિરીયાને સુરત ઝોનના કાર્યકારી અધ્યક્ષ બનાવાયા
  4. ચૈતર વસાવાને દક્ષિણ ઝોનના કાર્યકારી અધ્યક્ષની જવાબદારી સોંપાઇ
  5. રમેશ પટેલના ઉત્તર ગુજરાત ઝોનના કાર્યકારી અધ્યક્ષ બનાવાયા
  6. જગમલ વાલાને સૌરાષ્ટ્ર ઝોનના કાર્યકારી અધ્યક્ષની જવાબદારી સોંપાઇ
  7. મધ્ય ગુજરાતની જવાબદારી જેવેલ વાસરા અને કચ્છની જવાબદારી કૈલાશ ગઢવીને સોંપાઇ

લોકસભાની ચૂંટણી માટે અત્યારથી તૈયારીઓ !

જે પ્રકારે આમ આદમી પાર્ટી હવે નેસનલ પાર્ટી બની ચુકી છે. ગુજરાતની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી ખૂબ જ સારા એવા વોટ મેળવ્યા છે. ત્યારે આ ચૂંટણી પછી કેટલીક બાબતોને ધ્યાને રાખી 2024ની લોકસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી વધુમાં વધુ સારુ પ્રદર્શન કરવા માગતી હોય તેવુ લાગી રહ્યુ છે. જેના માટે જ આમ આદમી પાર્ટી વધુ કમર કસી રહી હોય તેવુ લાગી રહ્યુ છે.

Published On - 3:03 pm, Wed, 4 January 23

Next Article