Ahmedabad: એસજી હાઇવે પરના ગણેશ મેરિડીયનમાં લાગી આગ, બિલ્ડીંગમાં કામ કરતા લોકો ફસાયાના અહેવાલ

Ahmedabad: એસજી હાઇવે પરના ગણેશ મેરિડીયનમાં લાગી આગ, બિલ્ડીંગમાં કામ કરતા લોકો ફસાયાના અહેવાલ

| Edited By: | Updated on: Nov 28, 2021 | 6:25 PM

Ahmedabad: શહેરમાં આજે આગ લાગવાની બીજી ઘટના સામે આવી છે. SG હાઈવે પર આવેલા ગણેશ મેરિડીયનમાં સાંજના સમયે આગ લાગી હતી.

Ahmedabad: શહેરમાં આજના દિવસમાં આગ (Fire) લાગવાની બીજી ઘટના સામે આવી છે. સાંજના સમયે SG હાઈવે (SG Highway) પર આવેલા ગણેશ મેરિડીયનમાં (ganesh meridian) આગ લાગી હતી. કારગિલ ક્રોસ રોડ પાસે આવેલ ગણેશ મેરિડીયન બિલ્ડીંગમાં આગ લાગવાના કારણે અફરાતફરી મચી ગઈ હતી. તો ઘટનાની જાણ થતા જ ફાયરની ચાર ગાડીઓ ઘટના સ્થળે જવા રવાના થઇ ગઈ હતી. હાલમાં આગ પર કાબુ મેળવવાના પ્રયત્નો થઇ રહ્યા છે.

આ અહેવાલ લખાઈ રહ્યો છે ત્યાં સુધી આગ પર કાબુ મેળવવાના પ્રયત્નો ફાયર બ્રિગેડ દ્વારા થઇ રહ્યા છે. તો આગ લાગવાનું કારણ શોર્ટ સર્કીટ હોવાનું સામે આવ્યું છે. જણાવી દઈએ કે કોમર્શિયલ બિલ્ડીંગમાં આગ લાગવાના કારણે અંદર ઘણા લોકો ફસાયા હોવાની આશંકા છે. તો અહેલાવ પ્રમાણે આગથી બચવા છત પર લોકો જતા રહ્યા છે. તો ફાયર બ્રિગેડની ટીમ દ્વારા તેમને બચાવવાના પ્રયત્નો થઇ રહ્યા છે.

જણાવી દઈએ કે આ અગાઉ પણ ગણેશ મેરિડીયનમાં આગ લાગવાની ઘટના સામે આવી હતી. એક વર્ષમાં આ બીજી વખત છે જ્યારે ગણેશ મેરિડીયનમાં આગ લાગી હોય. મળેલી માહિતી પ્રમાણે ગણેશ મેરિડીયનના સી-બ્લોકના બેઝમેન્ટમાં તેમજ સાતમાં અને આઠમાં માળે આગ લાગી હતી. જ્યારે આજે અમદાવાદમાં આગનો આ બીજો બનાવ છે.

 

આ પણ વાંચો: વિકાસની મંથર ગતી: ચાર વર્ષથી ચાલી રહ્યું છે ખોખરા રેલવે ઓવરબ્રિજનું કામ, વાહનચાલકોને ભારે હાલાકી

આ પણ વાંચો: તંત્રની લાલીયાવાડી: GST કૌભાંડનો આરોપી નીરજ આર્યા અમદાવાદ સિવિલમાંથી ફરાર, જાણો વિગત

Published on: Nov 28, 2021 06:12 PM