અમરેલી લેટરકાંડમાં પાટીદાર દીકરીનું સરઘસ કાઢવા મુદ્દે પાટીદાર અગ્રણીઓની બંધ બારણે મળી બેઠક, ફરિયાદમાંથી દીકરીનું નામ દૂર કરવા સધાઈ સંમતિ- Video

|

Jan 02, 2025 | 7:30 PM

અમરેલી લેટરકાંડમાં પાટીદાર દીકરીનું સરઘસ કાઢવા મુદ્દે રાજનીતિ પણ તેજ થઈ ગઈ. પાટીદાર અગ્રણીઓએ તેને સમાજનો મુદ્દો બનાવ્યો અને ખોડલધામ સમિતિના આગેવાનોએ અમરેલીમાં ધામા નાખ્યા. આગેવાનોની ફરિયાદી ધારાસભ્ય કૌશિક વેકરિયા સહિતના સ્થાનિક ભાજપના અગ્રણીએ સાથે બંધ બારણે બેઠક મળી હતી.

અમરેલી ખાતે ખોડલધામના પાટીદાર આગેવાનો અને રાજકીય નેતાઓ વચ્ચે બંધ બારણે મહત્વપૂર્ણ બેઠક મળી. અડધો કલાક ચાલેલી બેઠકમાં પાટીદાર દીકરીને જેલમુક્ત કરાવવા મુદ્દે ચર્ચા થઇ. બેઠકમાં પાટીદાર આગેવાનો સાથે ધારાસભ્ય કૌશિક વેકરીયા, સાંસદ ભરત સુતરીયા, સાવરકુંડલાના ધારાસભ્ય મહેશ કસવાળા હાજર રહ્યા. આ બેઠક બાદ દિનેશ બાંભણિયાનું નિવેદન સામે આવ્યું, જેમાં તેઓએ દાવો કર્યો કે બેઠકમાં સર્વ સંમતિ સધાઇ અને ફરિયાદમાંથી દીકરીનું નામ દૂર કરવા ફરિયાદી એફિડેવિટ કરશે.

આ તરફ ધારાસભ્ય મહેશ કસવાળાએ પણ દાવો કર્યો કે પાટીદાર દીકરી આજે જ જામીન પર મુક્ત થાય તે દિશામાં પ્રયાસો ચાલી રહ્યા છે. કસવાળાએ આશા સેવી કે ઘીના ઠામમાં ઘી પડી જશે અને સમગ્ર વિવાદનો સુખદ અંત આવશે.

શું હતો સમગ્ર ઘટનાક્રમ?

અમરેલીમાં શહેર ભાજપ પ્રમુખના નામથી બનાવટી લેટર તૈયાર કરી વાયરલ કરવામાં આવ્યો જેમા ધારાસભ્ય કૌશિક વેકરીયાની છબીને ખરડવાનો પ્રયાસ થયો. આરોપી મનિષ વઘાસિયાએ બનાવટી લેટર પેડ કુરિયાર કર્યા હતા. કૌશિક વેકરીયાની પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડવાના આ કેસમાં પોલીસે જે પાંચ આરોપીની ધરપકડ કરી છે તેમા પાટીદાર યુવતીનો પણ સમાવેશ છે. હાલ યુવતીની ધરપકડ મુદ્દે રાજકારણમાં ગરમાયુ છે. આ સમગ્ર ઘટનામાં ફરિયાદી પણ પાટીદાર છે અને આરોપી પણ પાટીદાર છે.

આ 5 આંતરરાષ્ટ્રીય ક્રિકેટરોનું ભારતીય મહિલાઓ પર આવ્યું દિલ પછી કર્યા લગ્ન, જુઓ Photos
અમદાવાદના 5 સૌથી અમીર વ્યક્તિઓનું લિસ્ટ, અહીં જાણો નામ
ભારતનું અનોખુ રેલવે, 28 અક્ષરનું છે નામ, જાણો વિશેષતા
Astrology : શનિનું નક્ષત્ર પરિવર્તન થયું, હવે આ રાશિના જાતકો 1 વર્ષ ધ્યાન રાખજો
TMKOC : 'તારક મહેતા' શોમાં પરત ફરશે દિશા વાકાણી ? અસિત મોદીએ કર્યો ખુલાસો
પંખો ધીમો રાખો તો લાઇટ બિલ ઓછું આવે ? જાણો શું છે હકીકત

આ સમગ્ર મામલે સમાજની રાજનીતિ તેજ થઈ છે અને એક બાદ એક પાટીદાર અગ્રણીઓએ સામે આવી દીકરીનુ સરઘસ કાઢવા મુદ્દે પોલીસની કામગીરી સામે સવાલ ઉઠાવ્યા.

આ લેટરકાંડમાં રાજનીતિ પણ તેજ થઈ અને લલિત કગથરાએ પ્રહાર કર્યો કે તાકાત હોય તો ભૂપેન્દ્ર ઝાલાનું સરઘસ કાઢી બતાવે પોલીસ. વધુમાં તેમણે પ્રહાર કર્યો કે ગરીબ પાટીદાર દીકરીનું સરઘસ કાઢી પોલીસે અણછાજતુ વર્તન કર્યુ છે.

Input Credit- Jaydev Kathi- Amreli

 

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

 

Published On - 7:29 pm, Thu, 2 January 25

Next Article