Gujarat : 52 રૂપિયામાં બિયર અને 350માં એક બોટલ રમ, જાણો ગુજરાતમાં આટલી ઓછી કિંમત કેમ છે ?

|

May 05, 2022 | 6:31 AM

પોલીસ રેકોર્ડ(Police record) મુજબ, દેશી દારૂ(Liquor)ની કિંમત પણ છેલ્લા 20 વર્ષથી 20 રૂપિયા પ્રતિ લિટર પર ભાવ સ્થિર છે. જો કે, હાલમાં રાજ્યના વિવિધ ભાગોમાં તેની કિંમત 50 થી 80 રૂપિયા પ્રતિ લિટર છે.

Gujarat : 52 રૂપિયામાં બિયર અને 350માં એક બોટલ રમ, જાણો ગુજરાતમાં આટલી ઓછી કિંમત કેમ છે ?
Impact Image

Follow us on

દરરોજ મોંઘવારી (Inflation)માજા મુકી રહી છે,ત્યારે ગુજરાતમાં(Gujarat)  ડ્રાય સ્ટેટમાં દારૂના ભાવમાં વધારો થયો નથી.તમને જણાવી દઈએ કે, આ કોઈ દારૂના ભાવ નથી.પરંતુ તે રાજ્યના પોલીસ રેકોર્ડમાં (Police Record) નોંધાયેલી કિંમત છે, કારણ કે સરકારે છેલ્લા 20 વર્ષમાં કાગળ પર દારૂના દરમાં કોઈ ફેરફાર કર્યો નથી.ગાંધીનગરમાં(Gandhinagar)  ફરિયાદના આધારે જપ્ત કરવામાં આવેલી બ્રાન્ડેડ વ્હિસ્કીની ત્રણ બોટલની કિંમત માત્ર 1,125 ,જેમાં 750 mlની એક બોટલની 375 રાખવામાં આવી હતી. જોકે, પરમિટની (Liquor Permit) દુકાનોમાં આ વ્હિસ્કી(Whisky)ની બજાર કિંમત હાલમાં પ્રતિ બોટલ 540-600 છે. હાલ રાજ્યના આબકારી અને પ્રતિબંધ વિભાગ દ્વારા 28 ડિસેમ્બર, 2002ના રોજ જાહેર કરાયેલા જાહેરનામાને અનુસરવામાં આવી રહ્યા છે.

આ નોટિફિકેશન અનુસાર, ભારતીય બનાવટની વિદેશી દારૂ (IMFL) અને આયાતી દારૂની વિવિધ બ્રાન્ડની કિંમત 52 રૂપિયાથી 850 રૂપિયાની વચ્ચે છે. આ બ્રાન્ડ્સના બજાર દરમાં ઘણા વધુ ભાવ છે. તેમની કિંમત હવે 190 થી 1,900 રૂપિયા સુધીની છે. પોલીસ રેકોર્ડ મુજબ, દેશી દારૂની કિંમત પણ છેલ્લા 20 વર્ષથી 20 રૂપિયા પ્રતિ લિટર પર સ્થિર છે. જો કે, હાલમાં રાજ્યના વિવિધ ભાગોમાં તેની કિંમત 50 થી 80 રૂપિયા પ્રતિ લિટર છે.

DGP આશિષ ભાટિયાએ પુષ્ટિ કરી

જપ્ત કરાયેલા દારૂનું મૂલ્ય બજાર મૂલ્યની સમકક્ષ નોંધાયેલી FIRમાં પ્રતિબિંબિત થાય તે સુનિશ્ચિત કરવા માટે દારૂના સુધારેલા દરો જરૂરી છે. એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે 2002 અને 2022 ની વચ્ચે દારૂના ભાવમાં મોટો તફાવત કાનૂની કાર્યવાહી દરમિયાન પણ સમસ્યાઓ ઊભી કરી શકે છે. ગુજરાતના ડીજીપી આશિષ ભાટિયાએ પુષ્ટિ કરી છે કે તાજેતરના વર્ષોમાં દારૂના ભાવમાં સુધારો કરવામાં આવ્યો નથી. વધુમાં ભાટિયાએ કહ્યું કે તાજેતરમાં અમને દરોમાં સુધારો કરવાનો પ્રસ્તાવ મળ્યો છે.જો કે, સ્ટેટ મોનિટરિંગ સેલ ટૂંક સમયમાં નવા દરો લાગુ કરી શકે છે.

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

10 વર્ષ સુધી જેલની સજાની જોગવાઈ

ઉલ્લેખનીય છે કે, દારૂને લઈને ગુજરાત સરકાર સતર્ક જોવા મળી રહી છે.રાજ્ય સરકારે 2017માં નવા અને વધુ કડક દારૂના કાયદા જાહેર કર્યા હતા. જે 2018માં લાગુ કરવામાં આવ્યા હતા. જોકે, તેમાં દારૂની બજાર કિંમતમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નહોતો. નવા કાયદા અનુસાર, દારૂનું ઉત્પાદન, ખરીદી, વેચાણ અથવા પરિવહનમાં દોષિત ઠરનારને 10 વર્ષ સુધીની જેલ અને 5 લાખ રૂપિયાનો દંડ થઈ શકે છે. અગાઉના કાયદામાં આ ગેરકાયદેસર પ્રવૃત્તિ માટે માત્ર 3 વર્ષની સજા હતી.જ્યારે દારૂની દુકાનના સંચાલકો તેમજ તેમની મદદ કરનારાઓને 10 વર્ષ સુધીની જેલની સજા થવાની જોગવાઈ છે.

Published On - 2:32 pm, Wed, 4 May 22

Next Article