મહેસાણામાં રસીકરણમાં મોટો છબરડો, 15 દિવસ પહેલા મૃત્યુ પામેલા વૃદ્ધને રસીકરણનો પહેલો ડોઝ આપી દીધો!

|

May 14, 2021 | 10:50 PM

શું રસીકરણમાં આટલો મોટો છબરડો થઇ શકે કે 15 દિવસ પહેલા કોઈ વ્યક્તિનું મૃત્યુ થયું હોય અને એને કોરોના રસીનો પહેલો ડોઝ આપવામાં આવ્યો હોય? રાજ્યના MEHSANA માં આ મોટી બેજવાબદારી સામે આવી છે.

મહેસાણામાં રસીકરણમાં મોટો છબરડો, 15 દિવસ પહેલા મૃત્યુ પામેલા વૃદ્ધને રસીકરણનો પહેલો ડોઝ આપી દીધો!
મહેસાણામાં રસીકરણમાં મોટો છબરડો

Follow us on

MEHSANA માં કોરોના રસીકરણમાં મોટો છબરડો સામે આવ્યો છે. દેશમાં અને રાજ્યમાં કોરોના સામે રસીકરણ અભિયાન જોરશોરથી શરૂ છે. પણ જ્યારથી 18 થી વધુ ઉમરના લોકોનું રસીકરણ શરૂ થયું છે ત્યારથી રસીકરણ અને તેની પ્રક્રિયા સામે સવાલો ઉભા થયા છે. રજીસ્ટ્રેશન થયું હોવા છતાં રસી મળતી નથી, તો રસીની અછતના કારણે જેને પ્રથમ ડોઝનું રસીકરણ પૂર્ણ થયું છે એમને બીજો ડોઝ ક્યારે મળશે એનું કાઈ નક્કી નથી. આ બધું જનતા સહન કરી લે છે, પણ શું રસીકરણમાં આટલો મોટો છબરડો થઇ શકે કે 15 દિવસ પહેલા કોઈ વ્યક્તિનું મૃત્યુ થયું હોય અને એને કોરોના રસીનો પહેલો ડોઝ આપવામાં આવ્યો હોય? રાજ્યના મહેસાણામાં આ મોટી બેજવાબદારી સામે આવી છે.

29-04-2021 ના રોજ થયું મૃત્યુ
MEHSANA જિલ્લાના હેડુવા રાજગર ગામે રહેતા 81 વર્ષીય ભાઈલાલભાઈ પટેલનું 29-04-2021 એટલે કે આજે 14 મે ના 15 દિવસ પહેલા મૃત્યુ થયું હતું. રાજ્ય સરકાર દ્વારા મૃતકનું અવસાન પ્રમાણપત્ર પણ ઈશ્યુ કરી દેવામાં આવ્યું છે. આમ છતાં 13 મે ના રોજ મૃતકના મોબાઈલ ફોનમાં મેસેજ આવ્યો કે 13 મે 2021ના દિવસે મૃતકને કોરોના રસીનો પ્રથમ ડોઝ આપી દેવામાં આવ્યો છે!

રસીકરણનું પ્રમાણપત્ર પણ જનરેટ થઇ ગયું !
MEHSANA જિલ્લાના હેડુવા રાજગર ગામના મૃતકના ફોનમાં મૃત્યુના 15 દિવસ બાદ ટેક્સ્ટ મેસેજ આવવ્યો કે 13 મે 2021ના રોજ કોરોના રસીનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે. આ સાથે જ મૃતકનું કોરોના રસીકરણ થયું છે તેનું સર્ટિફિકેટ પણ જનરેટ થયું છે. આ સર્ટીફીકેટમાં રસીકરણની તારીખ, રસીની બેચનો નંબર, રસી આપનારનું નામ અને હવે પછી બીજો ડોઝ ક્યારે લેવાનો એ તમામ બાબતો બતાવવામાં આવી છે. રસીકરણ જેવી મહત્વની પ્રક્રિયામાં આટલી મોટી બેદરકારી કેવી રીતે થઇ હશે એ સૌથી મોટો પ્રશ્ન છે.

હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
રિંકુ સિંહને કપિરાજે 6 વખત બચકા ભર્યા છે, જુઓ ફોટો

જિલ્લા આરોગ્ય અધિકારીએ તપાસ સોંપી
MEHSANA માં રસીકરણમાં થયેલી આ સૌથી મોટી ભૂલ અંગે હવે તંત્ર દોડતું થયું છે.આ સમગ્ર ઘટના અંગે મહેસાણા જિલ્લા આરોગ્ય અધિકારીએ તપાસના આદેશ આપ્યા છે. આ સમગ્ર ઘટના અંગે મહેસાણા જિલ્લા આરોગ્ય અધિકારી વિષ્ણુભાઈ પટેલે ટેલીફોનીક નિવેદનમાં જણાવ્યું કે રસીકરણમાં આ ગરબડ થવા પાછળ ઓનલાઇન રિપોર્ટિંગની ખામી હોઈ શકે છે. આ સમગ્ર ઘટનામાં રજીસ્ટ્રેશનમાં જ ગરબડ થયાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. પણ સૌથી મોટો પ્રશ્ન એ જ છે કે રસી લીધી જ નથી, અથવા મુકાવી જ નથી તો રસીકરણના પ્રથમ ડોઝનું પ્રમાણપત્ર કેવી રીતે બની ગયું? હવે આવનારા દિવસોમાં બીજો ડોઝ લીધા વગર પણ રસીકરણના બીજા ડોઝનું પ્રમાણપત્ર પણ જનરેટ થઇ જાય તો નવાઈ નહી !

આ પણ વાંચો : Gujarat Corona Update : રાજ્યમાં 10 હજારથી ઓછા નવા કેસ, 104 દર્દીઓના મૃત્યુ, કુલ 6 લાખથી વધુ દર્દીઓને ડીસ્ચાર્જ કરાયા

Published On - 10:29 pm, Fri, 14 May 21

Next Article