AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ahmedabad : સિવિલમાં 55 દિવસમાં Mucormycosis ના 852 કેસ, 456 થી વધુ સર્જરી

અમદાવાદ સિવિલ હોસ્પિટલ (Ahmedabad Civil Hospital) ના નિષ્ણાંત ઇ.એન.ટી. સર્જનના મતે (Mucormycosis) ના ઇન્ફેકશનમાં સમયસર અને યોગ્ય નિદાન અત્યંત જરૂરી બની રહે છે.

Ahmedabad : સિવિલમાં 55 દિવસમાં Mucormycosis ના 852 કેસ, 456 થી વધુ સર્જરી
FILE PHOTO
| Updated on: Jun 01, 2021 | 9:58 PM
Share

Ahmedabad : કોરોનાના કહેર બાદ સમગ્ર દેશમાં મ્યુકરમાઇકોસીસ (Mucormycosis) બિમારીનું ચલણ વધ્યું છે. મ્યુકરમાઇકોસીસ એ કોઇ નવી બિમારી નથી. કોરોનાકાળ પહેલા પણ દેશભરમાં મ્યુકરમાઇકોસીસ બિમારીના કેસ જોવા મળતા હતા. પ્રવર્તમાન સ્થિતિમાં કોરોનાગ્રસ્ત દર્દીઓમાં સાજા થઇ ગયા બાદ મ્યુકરમાઇકોસીસ રોગ થવાના કેસ જોવા મળી રહ્યા છે. ખાસ કરીને ઇમ્યુનોકોમ્પ્રોમાઇઝડ એટલે કે રોગપ્રતિકારક શક્તિ ઓછી હોય એવા દર્દીઓમાં આ બિમારીનો ફેલાવો વધુ જોવા મળી રહ્યો છે.

અમદવાદ સિવિલમાં 852 કેસ, 456 થી વધુ સર્જરી Mucormycosis અસરગ્રસ્ત દર્દીઓની સર્જરી અને ઇન્જેકશનની સારવાર અત્યંત ખર્ચાળ છે. એક અંદાજ પ્રમાણે મ્યુકરમાઇકોસીસના એક દર્દીની સંપૂર્ણ સારવાર પાછળ 5 થી 6 લાખ રૂપિયાનો ખર્ચ થતો જોવા મળે છે તેવું નિષ્ણાંત તબીબોનું માનવું છે. સંવેદનશીલ રાજ્ય સરકાર દ્વારા આ તમામ સારવાર વિનામૂલ્યે ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે.

એશિયાની સૌથી મોટી ગણાતી અમદાવાદ સિવિસ હોસ્પિટલ (Ahmedabad Civil Hospital) માં એપ્રિલ મહીનાથી મે સુધીમાં 55 દિવસમાં 852 જેટલા મ્યુકરમાઇકોસીસના દર્દીઓ સારવાર હેઠળ આવ્યા છે. જેમાંથી 456 જેટલા દર્દીઓ સર્જરી હાથ ધરવામાં આવી છે.

પ્રથમ લહેરમાં 100 જેટલા કેસો નોંધાયા હતા Coronaની પ્રથમ લહેરમાં અમદાવાદ સિવિલ હોસ્પિટલ (Ahmedabad Civil Hospital) માં 100 જેટલા મ્યુકરમાઇકોસીસના દર્દીઓ નોંધાયા હતા. પરંતુ કોરોનાની બીજી લહેરમાં સમગ્ર રાજ્યમાં વધેલા કોરોનાના કેસ તેમજ વાયરસના ડબલ મ્યુટન્ટ એટલે કે બે સ્વરૂપના કારણે કોરોનાની સારવાર બાદ મ્યુકરમાઇકોસીસ (Mucormycosis) ના કેસમાં વધારો થયું હોવાનું સિવિલ હોસ્પિટલના તબીબોનું માનવું છે. મ્યુકરમાઇકોસીસ રોગ સામે સામાન્ય તકેદારી અને દેખરેખ રાખવામાં આવે અને રોગ થઇ ગયા બાદ સમયસર સારવાર મેળવવામાં આવે તો ચોક્કસ પણે આ રોગના ગંભીર પરિણામોથી બચી શકાય છે.

સમયસર અને યોગ્ય નિદાન અત્યંત જરૂરી અમદાવાદ સિવિલ હોસ્પિટલ (Ahmedabad Civil Hospital) ના નિષ્ણાંત ઇ.એન.ટી. સર્જનના મતે (Mucormycosis) ના ઇન્ફેકશનમાં સમયસર અને યોગ્ય નિદાન અત્યંત જરૂરી બની રહે છે. પ્રાથમિક તબક્કે એન્ટીબાયોટીક દવાઓ દ્વારા આને રોકવાના પ્રયત્નો કરવામાં આવે છે. જો ઇનફેકશન સંવદેનશીલ બની જાય તો તેનું ઝહેર આંખોમાં ફેલાય ત્યારે મોટા પ્રમાણમાં નુકસાન પહોંચાડે છે. આના કારણે દૃષ્ટિ ગુમાવવાની પણ શક્યતાઓ પ્રબળ રહેલી છે. જે આગળ વધીને નાંકના માધ્યમથી મગજમાં પ્રસરીને ઇન્ફેકશન ફેલાઇ શકે છે જેના કારણે ઝેરી તાવ આવે છે જેનાથી દર્દીનું મૃત્યુ પણ નીપજી શકે છે. આ કારણોસર દર્દીને સમયસર સારવાર મળી રહે તે ખુબ જ જરૂરી છે.

BMC અને વસઈ-વિરાર કોર્પોરેશનમા રાજકીય પક્ષોને યુવા ઉમેદવારો પર વિશ્વાસ
BMC અને વસઈ-વિરાર કોર્પોરેશનમા રાજકીય પક્ષોને યુવા ઉમેદવારો પર વિશ્વાસ
ગુજરાતમાં ફરીથી પાટીદાર કાર્ડ રમવાની હાર્દિક પટેલની મંછા ! જુઓ વીડિયો
ગુજરાતમાં ફરીથી પાટીદાર કાર્ડ રમવાની હાર્દિક પટેલની મંછા ! જુઓ વીડિયો
દૂષિત પાણીનો કહેર, ઉધનાના અમૃતનગરમાં રોગચાળાના ભયથી સ્થાનિકોમાં ફફડાટ
દૂષિત પાણીનો કહેર, ઉધનાના અમૃતનગરમાં રોગચાળાના ભયથી સ્થાનિકોમાં ફફડાટ
AAP ધારાસભ્ય ચૈતર વસાવાનો આકરો અંદાજ, અમારી સરકાર બનશે એવો દાવો કર્યો
AAP ધારાસભ્ય ચૈતર વસાવાનો આકરો અંદાજ, અમારી સરકાર બનશે એવો દાવો કર્યો
ત્યજી દેવાયેલી દીકરીને સુરત પોલીસે અપનાવી, કર્યું નામકરણ
ત્યજી દેવાયેલી દીકરીને સુરત પોલીસે અપનાવી, કર્યું નામકરણ
ઉત્તરાયણમાં પતંગ રસિયાઓ માટે સારા સમાચાર - જુઓ Video
ઉત્તરાયણમાં પતંગ રસિયાઓ માટે સારા સમાચાર - જુઓ Video
નીતિન પટેલે ગઝનીની સરખામણી કુતરા સાથે કરી- જુઓ Video
નીતિન પટેલે ગઝનીની સરખામણી કુતરા સાથે કરી- જુઓ Video
સ્વર્ગસ્થ ફિલ્મ અભિનેત્રી પરવીન બાબીનો જૂનાગઢમાં આવેલ મહેલ તોડી પડાયો!
સ્વર્ગસ્થ ફિલ્મ અભિનેત્રી પરવીન બાબીનો જૂનાગઢમાં આવેલ મહેલ તોડી પડાયો!
Breaking News: કાઈટ ફેસ્ટીવલમાં વડાપ્રધાન મોદી બન્યા પતંગબાજ
Breaking News: કાઈટ ફેસ્ટીવલમાં વડાપ્રધાન મોદી બન્યા પતંગબાજ
ખર્ચાઓ પર નિયંત્રણ રાખવાનો પ્રયાસ કરો, જીવનસાથી તરફથી વધુ ટેકો મળશે
ખર્ચાઓ પર નિયંત્રણ રાખવાનો પ્રયાસ કરો, જીવનસાથી તરફથી વધુ ટેકો મળશે
g clip-path="url(#clip0_868_265)">