MasterChef India 7 ની સૌથી પ્રિય અને સૌથી વધુ ઉંમરવાળી સ્પર્ધક ઉર્મિલા બા આ શોમાં ઘણી લાઇમલાઇટ મેળવી રહી છે. માત્ર જજ જ નહીં, આખો દેશ તેમની આ યાત્રાને સલામ કરી રહ્યો છે. ઉર્મિલા બા (Urmila Ba) માસ્ટર શેફની વિજેતા બનશે કે નહીં તે હવે જોવું રહ્યું પરંતુ તે આખા દેશની નજરમાં માસ્ટર શેફ બની ગયા છે. આ સ્ટેજ સુધી પહોંચવાની તેની સફર પહેલાથી જ તેને વિજેતા બનાવી ચૂકી છે.
એક કહેવત છે કે, હિમત કરનેવાલો કી કભી હાર નહિ હોતી, 78 વર્ષની ઉર્મિલા બાની શાનદાર સ્ટોરી પણ આ જ ઉદાહરણ રજૂ કરે છે.જે ઉંમરે લોકો હાર માની લે છે, અને કહીએ કે રિાટયર્ડ થઈ અને નિવૃતીનું જીવન પસાર કરે છે. તેના પરથી આ ઉંમરે તમામ પ્રકારનો બોજ હળવો થઈ જાય છે. પરંતુ આજે અમે તમને એક એવી વ્યક્તિની વાત કરવા જઈ રહ્યા છીએ. જેમણે તેની આ ઉંમરે પણ હાર માની નહિ આજે ટીવીના શો માસ્ટર શેફ 7માં ભલ ભલા સ્પર્ધકને ટક્કર આપી રહ્યા છે. શોના જજ તો તેની રસોઈ ના ટેસ્ટથી આંગળી ચાટતા રહી ગયા હતા. અમે વાત કરી રહ્યા છીએ ગુજરાતના ઉર્મિલા બાની જેમણે 78 વર્ષની ઉંમરે પોતાનો બિઝનેસ ખોલ્યો છે.
એક સમયે આર્થિક તંગીમાં જીવવા મજબૂર ઉર્મિલા બા પાસે હવે પૈસાની કોઈ કમી નથી. ફૂડ સ્ટોરની સાથે તે યુટ્યુબ (Gujju Ben na Nasta) ચેનલ પણ ચલાવી રહ્યા છે.
MasterChef India 7 ની સૌથી પ્રિય અને સૌથી જૂની સ્પર્ધક ઉર્મિલા બા આ શોમાં ઘણી લાઇમલાઇટ મેળવી રહી છે. માત્ર ટોચના જજ જ નહીં, આખો દેશ તેમની યાત્રાને સલામ કરી રહ્યો છે. ઉર્મિલા બા માસ્ટર શેફની વિજેતા બનશે કે નહીં, જવાબ મેળવવામાં હજુ સમય છે. પરંતુ આ સ્ટેજ સુધી પહોંચવાની તેની સફર પહેલાથી જ તેને વિજેતા બનાવી ચૂકી છે. બાળકોના મૃત્યુથી લઈને આર્થિક તંગી સુધી જીવન વિતાવનાર ઉર્મિલા બા આજે સ્ટાર બની ગયા છે.આજે તેમની ગુજ્જુ બેન ના નાસ્તાની ચર્ચા સોશિયલ મીડિયામાં થાય છે. ઉર્મિલા બાએ ગુજ્જુ બેન ના નાસ્તા સ્ટોર ખોલ્યો છે, જ્યાં સૂકો નાસ્તો મળે છે. તેઓ સવારે 7 વાગ્યાથી રાત્રે 9 વાગ્યા સુધી કામ કરે છે.
ઉર્મિલા બાનું જીવન સંઘર્ષથી ભરેલું હતું. ત્રણ સંતાનો ગુમાવ્યા બાદ પણ તેને એકલી જ ઘર ચલાવવાનું ચાલુ રાખ્યું હતું. તેમની અઢી વર્ષની છોકરી ત્રીજા માળેથી પડી હતી, એક છોકરાને હાર્ટ એટેક આવ્યો હતો અને બીજાને બ્રેઈન ટ્યુમર હતી. ત્રણેય બાળકોના મૃત્યુએ તેને તોડી નાખ્યા, પરંતુ તેણે ક્યારેય હાર માની નહીં. તેની બીમાર સાસુની સારવાર કરવાની, આખું ઘર ચલાવવાની, તેના બાળકોની સંભાળ રાખવાની અને પછી તેના પૌત્ર-પૌત્રીઓની સંભાળ લેવાની જવાબદારી તેની હતી. આર્થિક સંકડામણ જોયા પછી પણ તે હંમેશા આત્મનિર્ભર રહી. આજે તેમની આખી ટીમ ઉર્મિલા બા સાથે કામ કરે છે.