પૌત્રના લગ્નનું ભંગાણ અટકાવવા 75 વર્ષીય રાજકીય અગ્રણીએ પરિવાર સાથે મળી પુત્રવધુના ભાઈનું અપહરણ કર્યું, પોલીસે પતિ-પિતા અને દાદા સહીત 4 ની ધરપકડ કરી

|

May 19, 2023 | 3:41 PM

યુવતીએ છૂટાછેડાં માંગ્યા હતા. આ વાત હાર્દિક સહન ન કરી શકતા વૈશાલી અને તેના પરિવાર ઉપર લગ્ન ન તોડવા દબાણ લાવવા વૈશાલીના ભાઈ મિતેષભાઇને માર મારી બળજબરી પુર્વક અપહરણ કરવામાં આવ્યું હતું

પૌત્રના લગ્નનું ભંગાણ અટકાવવા 75 વર્ષીય રાજકીય અગ્રણીએ પરિવાર સાથે મળી પુત્રવધુના ભાઈનું અપહરણ કર્યું, પોલીસે પતિ-પિતા અને દાદા સહીત 4 ની ધરપકડ કરી

Follow us on

પૌત્રના લગ્ન જીવનમાં ભંગાણના સંજોગો સર્જાતા વેવાઈ પક્ષ ઉપર દબાણ લાવવા પરિણીતાના ભાઈનું અપહરણ કરનાર ઝગડિયાના રાજકીય અગ્રણી અને બે ટર્મ ઝગડીયા વિધાનસભા ચૂંટણી લડી ચૂકેલા 75 વર્ષીય ચંદુભાઈ વસાવા સહીત 4 લોકોની રાજપારડી પોલીસે ધરપકડ કરી છે. પોલીસે અપહૃત યુવાનને મુક્ત કરાવી ધાડ , અપહરણ અને મારામારીના ગુનામાં એક મહિલા અને નેતાજી સહીત 4 લોકોની ધરપકડ કરી છે. ઉલ્લેખનીય છે કે યુવાનનું તેના ઘરમાંથી અપહરણ કરી ચંદુ વસાવાના પરિવારે પોલીસ ઉપર ઉલટું પુત્રવધુના અપહરણનું તરકટ શરૂ કર્યું હતું.

પુત્રવધુના ભાઈનું અપહરણ કરાયું

ભરૂચ જિલ્લા પોલીસ દ્વારા જાહેર કરાયેલી સત્તાવાર માહિતી અનુસાર 18 મે 2023 ના રોજ સવારે 11 વાગ્યાના અરસામાં રાજપારડી પો.સ્ટે વિસ્તારના પીપદરા ગામે સંજાલી ફળીયામાં રહેતા મિતેષભાઇ ભીખાભાઇ ભાટીયા નામનો યુવાન તેના ઘરે એકલો હતો ત્યારે 6 થી 7 જેટલા સ્ત્રી પુરુષ સિલ્વર કલરની ટાટા સુમોમાં ઘરે આવ્યા હતા. આ લોકોએ ઘરમાં ઘુસી મિતેષને માર મારી બળજબરી પુર્વક સુમો ગાડીમાં બેસાડી અપહરણ કરી લઈ ગયા હતા. પુત્રના અપહરણની પાડોશીઓ દ્વારા મિતેષના પિતા ભીખાભાઇ ગોપાલભાઇ ભાટીયાને જાણ કરતા તેમણેતાત્કાલિક રાજપારડી પોલીસનો સંપર્ક કર્યો હતો. પાડોશીઓએ અપહરણ કરનાર લોકોમાં એક મિતેશનો બનેવી હાર્દિકભાઇ શૈલેષભાઇ વસાવા હોવાની શંકા વ્યક્ત કરી હતી. સિલ્વર કલરની સુમો હાર્દિકભાઇ શૈલેષભાઇ વસાવાના પરિવાર પાસે હોવાથી અપહરણકાર આ લોકોજ હોવાનું સ્પષ્ટ થયું હતું. બનાવ સંદર્ભે રાજપારડી પોલીસ સ્ટેશનમાં ઇ.પી.કો કલમ ૩૬૫, ૩૨૩, ૪૫૨, ૧૪૩, ૧૪૭, ૧૪૮, ૧૪૯, ૧૨૦(બી), ૫૫૦૪, ૫૦૬(૨) તથા જી.પી.એક્ટ કલમ-૧૩૫ મુજબનો ગુનો દાખલ કરી સ્થાનિક પોલીસ સાથે ક્રાઇમ બ્રાન્ચ તપાસમાં જોડાઈ હતી.

ભરૂચ પોલીસે 4 ટીમ બનાવી ઇન્વેસ્ટિગેશન શરૂ કર્યું

અંકલેશ્વરના વિભાગીય પોલીસ અધિક્ષક ચિરાગ દેસાઈના માર્ગદર્શન હેઠળ ક્રાઇમ બ્રાન્ચના PI ઉત્સવ બારોટ, PSI મયુર રાઠોડ , નેત્રંગ PSI કે એન વાઘેલા અને રાજપારડી PSI વી આર પ્રજાપતિએ પોતાની ટિમ સાથે તપાસ આગળ ધપાવી હતી. પોલીસને માહિતી મળી કે આરોપીઓ મિતેષભાઇનું અપહરણ કરી નેત્રંગ તાલુકાના કોયલી માંડવી લઈ ગયા છે. અહીં હાર્દિકભાઇ શૈલેષભાઇ વસાવાનો સંપર્ક કરતા તેનો પણ ફોન બંધ હતો. આખરે તેના દાદા અને રાજકીય અગ્રણી ચંદુ વસાવાનો સંપર્ક કરતા તેમણે અપહરણ કરવાની કબૂલાતના સ્થાને પુત્રવધૂને પિયર પક્ષના લોકો અપહરણ કરી ગયા હોવાની ઉલ્ટી રજુઆત શરૂ કરી હતી.

અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત

વેવાઈ પક્ષ ઉપર દબાણ લાવવા અપહરણ કરાયું

કોયલી માંડવી ગામની સીમમાં એક રેડ કરતા અપહૃત મિતેષ મળી આવતા તેને મુક્ત કરાવાયો હતો. અહીંથી અપહરણમાં ઉપયોગમાં લેવાયેલ સુમો પણ કબ્જે કરાઈ હતી. ભોગ બનનાર મિતેષના નિવેદનના આધારે હાર્દિકભાઇ શૈલેષભાઇ વસાવા , ચંદુભાઇ મગનભાઇ વસાવા , શૈલેષભાઇ ચંદુભાઇ વસાવા , પ્રેમિલાબેન શૈલેશભાઇ વસાવા, દિપુભાઇ ભરવાડ , ભારતીબેન સોમાભાઇ વસાવા સામે ગુનો દાખલ કરી વસાવા પરિવારના ચાર સભ્યોની ધરપકડ કરી છે.

પોલીસે પરિવારના 4 સભ્યોની ધરપકડ કરી

ભરૂચ ક્રાઇમ બ્રાન્ચના અધિકારી મયુર રાઠોડે જણાવ્યું હતું કે હાર્દિકભાઇ શૈલેષભાઇ વસાવાના લગ્ન ઝઘડીયા તાલુકાના પીપદરા ગામે રહેતા ભીખાભાઇ ગોપાલભાઇ ભાટીયાની દીકરી વૈશાલીબેન સાથે થયા હતા. વૈશાલીબેન તથા તેમના પતિ હાર્દિક વચ્ચે અણબનાવ હોવાથી વૈશાલી છેલ્લા પાંચેક દિવસથી તેમના પિતાના ઘરે પીપદરા પરત આવી ગયેલ હતી અને છુટાછેડા માંગ્યા હતા. આ વાત હાર્દિક સહન ન કરી શકતા વૈશાલી અને તેના પરિવાર ઉપર લગ્ન ન તોડવા દબાણ લાવવા વૈશાલીના ભાઈ મિતેષભાઇને માર મારી બળજબરી પુર્વક અપહરણ કરવામાં આવ્યું હતું

Next Article