VIDEO: કોરોનાથી રાજ્યમાં પોઝિટિવ કેસની સંખ્યા વધીને 53 થઈ, જાણો શહેર પ્રમાણે કોરોનાની સ્થિતિ

|

Mar 28, 2020 | 5:02 AM

ગુજરાતમાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. પોઝિટિવ કેસનો આંકડો ગઈકાલે 44 હતો તે હવે વધીને 53 થયો છે. શહેર પ્રમાણે કોરોના પોઝિટિવ દર્દીઓની સ્થિતિ જોઇએ તો અમદાવાદમાં 15, સુરતમાં 7, રાજકોટમાં 8, વડોદરામાં 9, ગાંધીનગરમાં 7 અને ભાવનગર તથા કચ્છમાં એક-એક પોઝિટિવ દર્દીઓ છે. આ પણ વાંચો: દેશમાં કોરોના વાઈરસથી મોતનો આંકડો 20 […]

VIDEO: કોરોનાથી રાજ્યમાં પોઝિટિવ કેસની સંખ્યા વધીને 53 થઈ, જાણો શહેર પ્રમાણે કોરોનાની સ્થિતિ

Follow us on

ગુજરાતમાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. પોઝિટિવ કેસનો આંકડો ગઈકાલે 44 હતો તે હવે વધીને 53 થયો છે. શહેર પ્રમાણે કોરોના પોઝિટિવ દર્દીઓની સ્થિતિ જોઇએ તો અમદાવાદમાં 15, સુરતમાં 7, રાજકોટમાં 8, વડોદરામાં 9, ગાંધીનગરમાં 7 અને ભાવનગર તથા કચ્છમાં એક-એક પોઝિટિવ દર્દીઓ છે.

આ પણ વાંચો: દેશમાં કોરોના વાઈરસથી મોતનો આંકડો 20 થયો, પોઝિટિવ કેસની સંખ્યા 830થી વધુ નોંધાઈ

આજનું રાશિફળ તારીખ : 19-05-2024
ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ

કુલ 53માંથી 36 દર્દીઓ આંતરરાષ્ટ્રીય મુસાફરી કરીને આવેલા છે. જ્યારે અન્ય 18 દર્દીઓમાંના 16 દર્દીઓ એવા છે જે આ આંતરરાષ્ટ્રીય મુસાફરોના સીધા સંપર્કમાં આવ્યા હતા. એટલે કે બે દર્દીઓ જ એવા છે જેમણે સ્થાનિક સ્તરે કોરોના થયો છે. જોકે આ દર્દીઓએ પણ રાજ્ય બહાર મુસાફરી કરી હતી. આરોગ્ય વિભાગના અગ્રસચિવ જયંતિ રવિએ કહ્યું કે- રાજ્ય સરકાર ચુસ્તપણે ક્વૉરેન્ટાઈનનું કડક પાલન થાય તેવા પ્રયત્નો કરે છે. ગુજરાતમાં 20,103 લોકોને 14 દિવસના ક્વૉરેન્ટાઈનમાં મુકવામાં આવ્યા છે. આ પૈકીના 575 લોકો સરકારી ક્વૉરેન્ટાઈનમાં અને 19,377 લોકો હૉમ ક્વૉરેન્ટાઈનમાં છે. અમુક લોકો હૉમ ક્વૉરેન્ટાઈનનો ભંગ કરે છે એવા 236 વ્યક્તિઓ સામે પોલીસ ફરિયાદ પણ નોંધાવવામાં આવી છે.

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article