Rajkot: વાગુદડ નજીક નદીમાં ન્હાવા પડેલા 4 યુવાનો તણાયા, 2નો આબાદ બચાવ
4 youths drowned near Vagudad Rajkot, 2 rescued

Rajkot: વાગુદડ નજીક નદીમાં ન્હાવા પડેલા 4 યુવાનો તણાયા, 2નો આબાદ બચાવ

| Edited By: | Updated on: Sep 19, 2021 | 3:12 PM

રાજકોટના વાગુદડ નજીક પાણીમાં ન્હાવા માટે 4 યુવાનો પડ્યા હતા. પાણીમાં પડેલા આ યુવાનો તણાયા. જેમનું બચાવકાર્ય શરુ કરવામાં આવ્યું છે.

રાજકોટમાં (Rajkot) વરસાદી માહોલ વચ્ચે મોટી ઘટના બની છે. રાજકોટના વાગુદડ (Vagudad) નજીક પાણીમાં ન્હાવા માટે 4 યુવાનો પડ્યા હતા. પાણીમાં પડેલા આ યુવાનો તણાયા. જેમનું બચાવકાર્ય (Rescue operation) શરુ કરવામાં આવ્યું છે. બચાવકાર્યમાં બે યુવાનોનો આબાદ બચાવ થયો. પરંતુ અહેવાલ લખાઈ રહ્યો છે ત્યાં સુધી મળેલી માહિતી અનુસાર અન્ય 2 યુવાનોની શોધખોળ ચાલી રહી છે. ઘટનાની માહિતી મળતા ફાયર બ્રિગેડનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચ્યો છે.

યુવાનો તણાતા પોલીસ સ્ટાફ, અને સ્થાનિક તરવૈયા બંને યુવકોને શોધવાના પ્રયાસ કરી રહ્યા છે. તમને જણાવી દઈએ કે રાજકોટ કાલાવડ હાઈવે પર વાગુદડ નજીક આવેલી નદીમાં આ યુવાનો ન્હાવા પડ્યા હતા. યુવાનો મેટોડા જીઆઇડીસી વિસ્તારમાં કામ કરતા મજુર હોવાનું જાણવા મળ્યું છે. તેમજ આ યુવકો મૂળ મધ્યપ્રદેશના રહેવાસી હોવાની માહિતી પણ આવી છે.

બપોરના સમયે આ યુવાનો નદીમાં  ન્હાવા પડ્યા હતા. આ દરમિયાન 2 યુવકો પાણીમાં ડૂબી ગયા હતા. જ્યારે 2 યુવકોનો આબાદ બચાવ થયો હતો. ઘટનાની જાણ થતા સ્થાનિક તંત્ર, મામલતદાર લેવલના અધિકારીઓ આ સ્થળે આવી પહોંચ્યા છે. અને ડૂબેલા અન્ય બે યુવકોની શોધખોળ ચાલુ છે.

 

 

આ પણ વાંચો: આરોગ્ય મંત્રી રૂષિકેશ પટેલે લીધી સિવિલ હોસ્પિટલની મુલાકાત, કોરોનાની ત્રીજી લહેરને લઈને કહી આ વાત

આ પણ વાંચો: નવા CM ની દિલ્હી યાત્રા: આવતીકાલે CM ભુપેન્દ્ર પટેલ PM મોદી અને અમિત શાહ સાથે કરશે મુલાકાત