Surat માંથી ડોનેટ લાઈફ સંસ્થા દ્વારા 34 મું હ્રદયદાન, અમદાવાદમાં કરાયું હૃદયનું ટ્રાન્સપ્લાન્ટ

|

Jul 17, 2021 | 3:26 PM

સુરત અને દક્ષિણ ગુજરાતમાંથી ડોનેટ લાઈફ દ્વારા ૩૯૪ કિડની, ૧૬3 લિવર, ૮ પેન્ક્રીઆસ, ૩૪ હૃદય, ૧૪ ફેફસાં અને ૨૯૪ ચક્ષુઓ કુલ ૯૦૫ અંગો અને ટીસ્યુઓનું દાન મેળવીને ૮33 વ્યક્તિઓને નવજીવન અને નવી દ્રષ્ટી બક્ષવામાં સફળતા મળી છે

Surat માંથી ડોનેટ લાઈફ સંસ્થા દ્વારા 34 મું હ્રદયદાન, અમદાવાદમાં કરાયું હૃદયનું ટ્રાન્સપ્લાન્ટ
34th Heart Donation by Donate Life from Surat Heart

Follow us on

સુરત(Surat) માં  રહેતા અને મૂળ ઝારખંડના રહેવાસી અને ONGCમાં સિક્યુરીટી ગાર્ડ તરીકે ફરજ બજાવતા બ્રેઈનડેડ શૈલેશ હરિહર સિંઘના પરિવારે ડોનેટ લાઈફના માધ્યમથી તેમના હૃદય(Heart) કિડની અને લિવરનું દાન કરી ચાર વ્યક્તિઓને નવજીવન બક્ષી માનવતાની મહેક ફેલાવી સમાજને નવી દિશા બતાવી છે.

શૈલેશ સિંઘને તા.૦૯ જુલાઈના રોજ રોડ અકસ્માતમાં મગજમાં ગંભીર ઈજા થતા સુરતની નવી સિવિલ હોસ્પિટલ અને ત્યારબાદ સનશાઈન ગ્લોબલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. થોડા દિવસની સારવાર બાદ તા.૧૬ જુલાઈના રોજ ડોક્ટરોએ તેને બ્રેઈનડેડ જાહેર કરાયા હતા.

તેમની પત્ની સીમા અને તેના ભાઈઓએ શૈલેશ સિંઘના અંગદાનનો નિર્ણય લીધો. શૈલેશ સિંઘનું હદય, બે કિડની અને લિવરનું દાન ડોનેટ લાઈફના માધ્યમથી કરવામાં આવ્યું. જેના દ્વારા ચાર જરૂરિયાતમંદ દર્દીઓને નવજીવન મળ્યું.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

સુરતથી અમદાવાદનું ૨૮૫ કિ.મીનું અંતર ૮૦ મીનીટમાં કાપીને હૃદયનું ટ્રાન્સપ્લાન્ટ જામ ખંભાળિયાના રહેવાસી ૨૨ વર્ષીય યુવકમાં અમદાવાદની સીમ્સ હોસ્પીટલમાં કરવામાં આવ્યું. આ યુવક છેલ્લા બે વર્ષથી હૃદયની બીમારીથી પીડાતો હતો અને છેલ્લા ત્રણ મહિનાથી તેના હૃદયનું પમ્પીંગ ૫% થી ૧૦% જેટલું થઇ ગયું હતું.

સુરતની સનશાઈન ગ્લોબલ હોસ્પિટલથી અમદાવાદની Institute of Kidney Diseases and Research Centre (IKDRC) હોસ્પિટલ સુધીનું ૨૭૧ કિ.મિ રોડ માર્ગનું અંતર ૨૪૦ મીનીટમાં કાપીને દાનમાં મેળવવામાં આવેલા લિવરનું ટ્રાન્સપ્લાન્ટ રાજકોટના રહેવાસી ૪૧ વર્ષીય વ્યક્તિમાં અમદાવાદની IKDRC હોસ્પિટલમાં ડૉ.પ્રાંજલ મોદી અને તેમની ટીમ દ્વારા કરવામાં આવ્યું છે.

જયારે દાનમાં મેળવવામાં આવેલી બે કિડનીઓ માંથી એક કિડનીનું ટ્રાન્સપ્લાન્ટ અમદાવાદની Institute of Kidney Diseases and Research Centre (IKDRC) માં અને બીજી કિડનીનું ટ્રાન્સપ્લાન્ટ અમદાવાદની કે.ડી. હોસ્પીટલમાં જરૂરિયાતમંદ દર્દીઓમાં કરવામાં આવી રહ્યું છે.હ્રદય, કિડની અને લિવર સમયસર અમદાવાદ પહોંચાડવા માટે બે ગ્રીન કોરીડોર બનાવવામાં આવ્યા હતા. જેમાં સુરત શહેર પોલીસ તેમજ રાજ્યના વિવિધ શહેર અને ગ્રામ્ય પોલીસનો સહકાર સાંપડ્યો હતો.

ઉલ્લેખનીય છે કે કોવીડ ૧૯ ની મહામારીની બીજી લહેર પછી આખા દેશમાં અંગદાનનું પ્રમાણ ખુબજ ઓછું છે. ત્યારે ડોનેટ લાઈફ દ્વારા છેલ્લા દોઢ મહિનામાં છ બ્રેઈનડેડ વ્યક્તિઓના પરિવારજનો સાથે સમજણ કેળવી 3 હૃદય, ૨ ફેફસાં, ૧૨ કિડની, ૬ લિવર અને ૮ ચક્ષુઓ સહીત કુલ ૩૧ અંગો અને ટીસ્યુઓના દાન મેળવી દેશના વિવિધ રાજ્યોના કુલ ૩૦ ઓર્ગન નિષ્ફળતાના દર્દીઓને નવું જીવન આપવામાં સફળતા મળી છે.

સુરત અને દક્ષિણ ગુજરાતમાંથી ડોનેટ લાઈફ દ્વારા ૩૯૪ કિડની, ૧૬3 લિવર, ૮ પેન્ક્રીઆસ, ૩૪ હૃદય, ૧૪ ફેફસાં અને ૨૯૪ ચક્ષુઓ કુલ ૯૦૫ અંગો અને ટીસ્યુઓનું દાન મેળવીને ૮33 વ્યક્તિઓને નવુંજીવન અને નવી દ્રષ્ટી બક્ષવામાં સફળતા મળી છે

આ પણ વાંચો :  Monsoon Alret : દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી

આ પણ વાંચો :  Indian American: પરદેશમાં વસીને ભારત દેશનું નામ રોશન કરનારી 24 સફળ મહિલાઓનું USAમાં સન્માન

Published On - 3:24 pm, Sat, 17 July 21

Next Article