કચ્છ: વાગડમાં રાપર નજીક ભૂકંપનો આંચકો નોંધાયો, રિક્ટર સ્કેલ પર 3.2 ની તીવ્રતા નોંધાઈ

|

Mar 22, 2022 | 7:59 AM

કચ્છના વાગડમાં રાપર નજીક ભૂકંપનો આંચકો નોંધાયો, રિક્ટર સ્કેલ પર 3.2 ની તીવ્રતા નોંધાઈ છે. રાત્રે 10.42 મિનિટે ભુકંપનો આંચકો નોંધાયો છે જ્યારે રાપરથી 9 કિલોમીટર દૂર ભૂંકપનું કેન્દ્રબિંદુ છે.

કચ્છ: વાગડમાં રાપર નજીક ભૂકંપનો આંચકો નોંધાયો, રિક્ટર સ્કેલ પર 3.2 ની તીવ્રતા નોંધાઈ
Symbolic Image

Follow us on

2001 પછી કચ્છમાં નાના ભૂકંપ સામાન્ય બની ગયા હોવા છતાં પણ છેલ્લા બે મહિનામાં મોટાભાગે ભચાઉ અને રાપરની નજીક ઓછામાં ઓછા પાંચ હળવા આંચકા અનુભવાયા છે જેને અવગણી શકાય તેમ નથી. ત્યારે સોમવાર રાત્રે 10.42 મિનિટે ભુકંપનો આંચકો અનૂભવાયો હતો. જેમાં રિક્ટર સ્કેલ પર 3.2 ની તીવ્રતા નોંધાઈ છે. કચ્છ (Kutch) માં થોડા દિવસ પહેલા ભૂકંપ (earthquake) આવવાની સંભાવના રજૂ કરવામાં આવી હતી. કચ્છમાંથી પસાર થતા કેટ્રોલ હિલ ફોલ્ટ (KHF) ના પ્રથમ જીઓડેટિક અભ્યાસ (study) માં જાણવા મળ્યું છે કે આ ફોલ્ટ લાઇન (Fault line) માં નોંધપાત્ર ડિફોર્મેશન બહાર આવ્યા બાદ ભુજ, અંજાર અનેગાંધીધામ સહિતના કચ્છના મુખ્ય શહેરો મોટા ધરતીકંપ માટે સંવેદનશીલ ગણવામાં આવી રહ્યાં છે.

આ અભ્યાસમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે કચ્છમાં આવનારા મોટા આંચકાની અસર અમદાવાદ અને સૌરાષ્ટ્રના અન્ય શહેરો અને તેના કોમર્શિયલ હબ રાજકોટ સહિત અન્ય શહેરો પર પણ થશે. કચ્છમાં 2001માં આવેલા વિનાશક ભૂકંપને હજુ લોકો ભૂલી શક્યાં નથી. ત્યારે ફરી કચ્છમાં મોટા ભૂકંપની આગાહી કરવામાં આવી હતી. કચ્છ યુનિવર્સિટી દ્વારા ઇન્સ્ટિટ્યૂટ ઑફ સિસ્મોલોજીકલ રિસર્ચ (ISR), ગાંધીનગર, જમ્મુ યુનિવર્સિટીના રિમોટ સેન્સિંગ વિભાગ અને આંધ્રપ્રદેશની નન્નાયા યુનિવર્સિટી દ્વારા સંયુક્ત રીતે વિગતવાર અભ્યાસ કરવામાં આવ્યો હતો.

ફોલ્ટ લાઇનમાં ડિફોર્મેશન દર વર્ષે 2.1 મીમી છે, જે ભારતીય પ્લેટના આ ભાગ માટે ભૂકંપના જોખમની દ્રષ્ટિએ નોંધપાત્ર માનવામાં આવે છે. 2001 પછી કચ્છમાં નાના ભૂકંપ સામાન્ય બની ગયા હોવા છતાં પણ છેલ્લા બે મહિનામાં મોટાભાગે ભચાઉ અને રાપરની નજીક ઓછામાં ઓછા પાંચ હળવા આંચકા અનુભવાયા છે જેને અવગણી શકાય તેમ નથી.

Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા
સવારે ઉઠતાની સાથે દેખાય આ 6 વસ્તુઓ, તો સમજો કિસ્મત ચમકવાની છે !
Darshan Raval Wedding: બોલિવુડની હિરોઈનો કરતા પણ વધારે સુંદર છે દર્શન રાવલની પત્ની ! જુઓ-Photo
Agriculture Tips : ઘરે સરળતાથી બનાવો આ 4 ખાતર, જાણો

2001ના વિનાશક ભૂકંપ પછી, કચ્છ રિફ્ટ બેસિન વિવિધ ભૂસ્તરશાસ્ત્રીય અને ભૂ-ભૌતિક સંશોધનોનું કેન્દ્રબિંદુ બની ગયું હતું. સંશોધકોએ ગ્લોબલ નેવિગેશન સેટેલાઇટ સિસ્ટમ (GNSS) નો ઉપયોગ કરીને કચ્છમાં આવેલી ફોલ્ટ લાઈનના ડિફોર્મેશનની પેટર્નને સમજવા માટે તેનો અભ્યાસ કર્યો.

ભૂસ્તરશાસ્ત્રીઓએ 2014 થી 2019 સુધીના ડેટા સેટનો ઉપયોગ કરીને ક્રસ્ટલ ડિફોર્મેશન પેટર્નનું વિશ્લેષણ કર્યું હતું. KHF માં દર વર્ષે આશરે 2.1 mm ની સરેરાશ ડિફોર્મેશન આ ભારતીય પ્લેટના મધ્ય અને પશ્ચિમ ભાગમાં ઓછી છે અને પૂર્વીય ભાગ કરતા વધારે છે.

કચ્છ યુનિવર્સિટીના પૃથ્વી અને પર્યાવરણ વિજ્ઞાન વિભાગના વડા એમ. જી. ઠક્કરે એક અખબારને જણાવ્યું હતું કે 1 mm કરતાં વધુ ડિફોર્મેશનનો અર્થ એ છે કે વિસ્તાર વધુ ભૂકંપ માટે સંવેદનશીલ છે અને પ્લેટ સક્રિય છે. તેમણે ઉમેર્યું હતું કે KHF લાઇન પર કચ્છમાં સૌથી વધુ સંવેદનશીલ ભાગો અંજાર અને ભુજ શહેરો છે અને સત્તાવાળાઓએ આ પેપરના પરિણામોને ધ્યાનમાં લઈને ભાવિ વિકાસ યોજનાઓને મંજૂરી આપવી જોઈએ.

આ પણ વાંચો: 31 માર્ચ પહેલા આ ખાતાઓમાં મિનિમમ એમાઉન્ટ જમા કરો નહીંતર નુકસાનનો સામનો કરવો પડશે

આ પણ વાંચો: Mandi: પાટણની સિદ્ધપુર APMCમાં જુવારના મહત્તમ ભાવ રૂપિયા 3060 રહ્યા, જાણો જુદા-જુદા પાકના ભાવ

Published On - 6:53 am, Tue, 22 March 22

Next Article