Operation Kaveri: સુદાનથી વધુ 231 ભારતીય વતન પરત ફર્યા, એસ જયશંકરે ટ્ટીટ કરીને આપી જાણકારી

સુદાનની રાજધાની ખાર્તુમ સહિત અન્ય ભાગોમાં યુદ્ધ ચાલી રહ્યું છે. આ સંઘર્ષ પાછળ દેશના બે જનરલો છે જેમણે એક સમયે સાથે કામ કર્યુ હતું અને દેશમાં બળવો પણ કર્યો હતો, પરંતુ હવે બંને એકબીજા સામ સામે આવી ગયા છે.

Operation Kaveri: સુદાનથી વધુ 231 ભારતીય વતન પરત ફર્યા, એસ જયશંકરે ટ્ટીટ કરીને આપી જાણકારી
Image Credit source: Twitter
| Edited By: | Updated on: May 02, 2023 | 5:16 PM

યુદ્ધગ્રસ્ત સુદાનમાં ફસાયેલા ભારતીય નાગરિકોને પરત લાવવાની પ્રક્રિયા હજુ પણ ચાલુ છે. અત્યાર સુધીમાં લગભગ 3000 હજાર ભારતીયો તેમના વતન પરત ફર્યા છે. ઓપરેશન કાવેરી હેઠળ નાગરીકોને ઘરે લાવવામાં આવી રહ્યા છે. મંગળવારે જેદ્દાહથી 10મી ફ્લાઈટ ગુજરાતના અમદાવાદમાં લેન્ડ થઈ હતી.

આ પણ વાંચો: સુદાનથી ઓપરેશન કાવેરી અંતર્ગત 208 ગુજરાતી પરત ફર્યા, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ તમામને આવકાર્યા

આ વિમાનમાં 231 ભારતીયો સવાર હતા. વિદેશ મંત્રી ડો.એસ. જયશંકર ટ્ટીટ કરીને આ જાણકારી આપી હતી. જયશંકરે નાગરિકોની તસવીર પણ શેર કરી અને કહ્યું કે, આજે વધુ 231 ભારતીય નાગરિકો સુરક્ષિત પરત ફર્યા છે. એક દિવસ પહેલા એટલે કે, સોમવારે186 નાગરિકો વિમાન મારફતે કોચી પહોંચ્યા હતા.

સોમવારે એક ટ્વીટમાં ભારતીય વાયુસેનાએ કહ્યું કે, અત્યારે સુધીમાં લગભગ 1400 ભારતીયોને IAF એરક્રાફટ દ્ગારા દેશમાં લાવવામાં આવ્યા છે. બે C – 130 એરક્રાફટ દ્ગારા 260 લોકોને સુરક્ષિત રીતે ભારત લાવવામાં આવ્યા છે, જેમાં ઘણા વૃદ્ધ લોકો પણ હતા. ઘણા વ્યક્તિની ઉંમર 90 વર્ષથી વધુ હતી. જ્યારે એક એક વૃદ્ધ વ્યક્તિની ઉંમર 102 વર્ષની હતી.

 

 

સુદાનમાં યુદ્ધ 15 એપ્રિલથી જ શરૂ થયું હતું. આ પછી ભારતે તેના નાગરિકોને બહાર કાઢવા માટે ઓપરેશન કાવેરી શરૂ કર્યું અને આ કર્ય ભારતીય વાયુસેનાના એરક્રાફટને આપ્યું હતું. ભારતીય નૌકાદળે INS સુમેધા અને તેગ કેટલાક નાગરિકોને લેવા માટે પહોંચ્યું હતું. જેદ્દાહ પહોંચેલા નાગરિકોને ભારત લાવવામાં આવી રહ્યા છે.

અમરિકાએ પણ 1000 નાગરિકોને બહાર કાઢ્યા

અમરિકાએ પણ સુદાનમાંયથી અત્યાર સુધીમાં લગભગ 1000 નાગરિકોને બહાર કાઢ્યા છે. યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટના મુખ્ય નાયબ પ્રવક્તા વેદાંત પટેલે જણાવ્યું હતું કે, સુદાનમાં ફસાયેલા અમેરિકનોને સુરક્ષિત રીતે બહાર કાઢવા માટે 200 અધિકારીઓ 24 કલાક કામ કરી રહ્યા છે. સુદાનમાં સેનાના બે જનરલો એકબીજા સાથે અથડામણ કરી છે. બંને સેનાપતિઓ વચ્ચેની લડાઈએ સમગ્ર સુદાનને સંકટમાં મૂકી દીધું છે.

આવનારા લોકો માટે જરુરી વ્યવસ્થા કરવામાં આવી

રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવેલી વ્યવસ્થાઓની વાત કરતા ગૃહ રાજ્યમંત્રીએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા કેન્દ્ર સરકાર સાથે સંકલનમાં રહીને આવનારા તમામ લોકો માટે જરૂરી વ્યવસ્થાઓ કરી દેવામાં આવી છે. અમદાવાદથી 5 વોલ્વો બસ રાજકોટના લોકો માટે તૈયાર રાખવામાં આવી છે, 10 જેટલા વડીલો કે જેઓ બીમાર છે તેમના માટે મેડિકલ ટીમ પણ તૈયાર રાખવામાં આવી છે.

ભોજન અને નાસ્તાની પણ વ્યવસ્થા કરવામાં આવી

એરપોર્ટ પર ઇમિગ્રેશન સહિતની કામગીરી ઝડપથી પૂર્ણ થાય તે માટે 15થી વધુ કાઉન્ટરની વ્યવસ્થા કરવામાં આવી છે. આ ઉપરાંત પરત ફરતા લોકો માટે ભોજન અને નાસ્તાની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. અત્યાર સુધી કુલ 360 જેટલા ગુજરાતીઓ પરત ફર્યાં છે. રાજ્ય સરકાર દ્વારા તમામ જરૂરી પ્રક્રિયાઓ ઝડપથી પૂર્ણ કરીને વતન પરત ફરેલા ભારતીય મૂળના સુદાનના લોકોને તેમના પરિવારો સુધી પહોંચાડવાની વ્યવસ્થા કરવામાં આવી છે.

 

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

દેશ ના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…