Corona નો કહેર : ભરૂચમાં સવારે 11 વાગ્યા સુધીમાં 20 કોરોના દર્દીઓના મૃત્યુ નિપજ્યા

|

Apr 30, 2021 | 11:53 AM

ભરૂચમાં કોરોના(Corona)નો કહેર સતત વધી રહ્યો છે. ભરૂચમાં સતત વધતી સંક્રમિતઓની સંખ્યા પડકારજનક સ્થિતિનું નિર્માણ કરી રહી છે.

Corona નો કહેર : ભરૂચમાં સવારે 11 વાગ્યા સુધીમાં 20 કોરોના દર્દીઓના મૃત્યુ નિપજ્યા
સ્પેશિયલ કોવિડ સ્મશાનમાં સતત સળગતી ચિતા ચિંતાજનક સ્થિતિ વર્ણવે છે

Follow us on

ભરૂચમાં કોરોના (Corona)નો કહેર સતત વધી રહ્યો છે. ભરૂચમાં સતત વધતી સંક્રમિતઓની સંખ્યા પડકારજનક સ્થિતિનું નિર્માણ કરી રહી છે. દર્દીઓને વેન્ટિલેટર, ઓક્સિજન બેડ અને REMDESIVIR ના ઇન્જેક્શન માટે વલખા મારવા પડે છે તો બીજી તરફ લેબોરેટરી બહાર કોરોના ટેસ્ટ માટે લાંબી કતારો નજરે પડે છે.

ભરૂચમાં સંક્રમિતઓની વધતી સંખ્યા સાથે મૃતકઆંક પણ સતત વધી રહ્યો છે. કોવીડ સ્મશાનમાં સરેરાશ દૈનિક ૫૦ દર્દીઓની અંતિમક્રિયા કરવામાં આવે છે. આ ઉપરાંત જિલ્લાના અન્ય સ્મશાન અને કબ્રસ્તાનના આંકડા અલગ હોય છે ત્યારે મૃતકઆંક અને કોરોનની અલગ પરિસ્થિતિનો ખ્યાલ આવે છે.

 

Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા

બીજી તરફ ભરૂચનું વહીવટીતંત્ર દરરોજ મહત્તમ ૩ સુધી દર્દીઓના મૃત્યુ નિપજ્યા હોવાનો આંકડો જાહેર કરે છે. ૫૦ દર્દીઓના મૃત્યુ સામે માત્ર ૨ કે ૩ દર્દીઓના સરકારી ચોપડે નોંધનો મામલો તંત્ર હકીકત છુપાવવા પ્રયાસ કરી રહ્યું હોવા તરફ શન્કા જન્માવી રહ્યો છે.

Published On - 11:52 am, Fri, 30 April 21

Next Article