ઓમિક્રોનનો આતંક: રાજ્યમાં વધુ બે શંકાસ્પદ કેસ, UK થી વડોદરા પરત ફરેલા વૃદ્ધ દંપતી કોરોના પોઝિટિવ

|

Dec 07, 2021 | 9:27 AM

Vadodara: ઓમિક્રોનના વધુ બે શંકાસ્પદ કેસ સામે આવ્યા છે. UKથી પરત ફરેલા વૃદ્ધ દંપતીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા બંનેના સેમ્પલ જિનોમ સિક્વન્સિંગ માટે મોકલાયા છે.

Vadodara: રાજ્યમાં ઓમિક્રોનના (Omicron in Gujarat) બે શંકાસ્પદ કેસે ચિંતા વધારી દીધી છે. UK થી વડોદરા પરત ફરેલા વૃદ્ધ દંપતીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ (Corona Positive) આવ્યો છે. જેને લઈને તંત્ર દોડતું થયું છે. તો બંનેના સેમ્પલ જિનોમ સિક્વન્સિંગ માટે મોકલાયા છે. મળેલી માહિતી અનુસાર 4 ડિસેમ્બરે દંપતી UKથી અમદાવાદ એરપોર્ટ પહોંચ્યું હતું. તો એરપોર્ટ પર કરાયેલા ટેસ્ટમાં પતિનો રિપોર્ટ આવ્યો હતો પોઝિટિવ.

એરપોર્ટ પર પતિનો રિપોર્ટ પોઝિટિવ આવતા બંનેને આઈસોલેટ કરાયા હતા. આ બાદ 6 ડિસેમ્બરે પત્નીનો રિપોર્ટ પણ પોઝિટિવ આવતા ચિંતા વધી છે. હવે ઓમિક્રોનનો રિપોર્ટ કેવો આવે છે એ મુજબ તંત્ર આગળ પગલા લેશે. તો બીજી તરફ UK થી પરત ફરેલા રાજકોટના પ્રૌઢનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

તો આ પ્રૌઢ UK થી પરત આવ્યા છે. તો દિલ્હી એરપોર્ટ પર જ તેમનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યાના અહેવાલ સામે આવ્યા છે. તો ઓમિક્રોનની આશંકાના પગલે પ્રૌઢને દિલ્હી જ અટકાવાયા છે. હમણા ઓમિક્રોનની તપાસ માટે સેમ્પલ મોકલવામાં આવ્યા છે. એવામાં રાજકોટના પ્રૌઢને દિલ્હીમાં ક્વૉરન્ટાઈન કરવામાં આવ્યા છે. ચોંકાવનારી વિગત એ છે કે પ્રૌઢે વેક્સિનના ત્રણ ડોઝ લીધા હોવા છતાં કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જો કે તેમનામાં કોઈ ગંભીર લક્ષણ જોવા મળતા નથી.

 

આ પણ વાંચો: UKથી આવેલા રાજકોટના પ્રૌઢે વેક્સિનના ત્રણ ડોઝ લીધા હોવા છતાં કોરોના પોઝિટિવ, દિલ્હી કરાયા ક્વૉરન્ટાઈન

આ પણ વાંચો: Gandhinagar: દુબઈ જતા પહેલાં CM ની આજે કેબિનેટ બેઠક, ઓમિક્રોનની આફત અને વાયબ્રન્ટની તૈયારીઓની થશે ચર્ચા

Next Video