Monsoon Recipes : ચોમાસામાં માણો આ ગરમાગરમ વાનગીનો ટેસ્ટ, ટ્રાઈ કરો દાળની આ વાનગી

|

Jul 19, 2021 | 2:45 PM

ચોમાસા (Monsoon)માં તમે વિવિધ પ્રકારના નાસ્તાની મજા લઇ શકો છો. ત્યારે તમે ગરમાગરમ ચાટ-પકોડી, સમોસા (Samosa)જેવી વિવિધ વાનગીઓ ખાઈ શકો છો.આ સિવાય તમે અનેક વાનગીઓ બનાવી શકો છો. ચાલો આપણે જાણીએ કે વરસાદની મોસમમાં તમે કઈ નવી વાનગી (recipe)બનાવી શકો છો.

Monsoon Recipes : ચોમાસામાં માણો આ ગરમાગરમ વાનગીનો ટેસ્ટ, ટ્રાઈ કરો દાળની આ વાનગી
Monsoon Recipes : Enjoy this dish in the monsoon season

Follow us on

Monsoon Recipes :  વરસાદી માહોલમાં ગરમા ગરમ પકોડા ખાવની સૌને ઈચ્છા થાય છે. તો તમે દાળમાંથી બનતી વાનગી (recipe) બનાવી શકો છો.આવો જાણીએ દાળના સમોસા અને ટિક્કી બનાવવાની રીત.

ચોમાસા (Monsoon)માં તમે વિવિધ પ્રકારના નાસ્તાની મજા લઇ શકો છો. ત્યારે તમે ગરમાગરમ ચાટ-પકોડી, સમોસા (Samosa)જેવી વિવિધ વાનગીઓ ખાઈ શકો છો.આ સિવાય તમે અનેક વાનગીઓ બનાવી શકો છો. ચાલો આપણે જાણીએ કે વરસાદની મોસમમાં તમે કઈ નવી વાનગી (recipe)બનાવી શકો છો.

બટાકા અને દાળની ટિક્કી

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

આ એક લોકપ્રિય સ્ટ્રીટ ફુડ છે. તે બટાકા (Potatoes)અને દાળમાંથી બનાવવામાં આવે છે. તે ખુબ જ સ્વાદિષ્ટ હોય છે સાથે તેની બનાવવાની રીત પણ એકદમ સરળ છે. આલુ અને દાળની ટિક્કી બનાવવા માટે તમારે 500 ગ્રામ બટાકા (બાફેલા અને છૂંદેલા), 3 સફેદ બ્રેડ, સ્વાદાનુસાર મીઠું અને લાલ મરચું , ગરમ મસાલો, 1/2 ચમચી જીરા પાવડર, 1/2 ચમચી ધાણા પાવડર, 1/2 કપ, ચણાની દાળ ( બાફેલી), લીલા મરચાને બારીક સમારેલા, લીંબુનો રસ અને કોથમીર જેવી સામગ્રીની જરુર પડે છે.

બનાવવાની રીત

વાનગી(recipe) બનાવવા માટે પ્રથમ બ્રેડને છીણી નાંખો ,ત્યારબાદ તેમાં છૂંદેલા બટાકા, ચણાની દાળ, લીલા ધાણા, લીંબુનો રસ અને લીલા મરચા નાંખો. ત્યારબાદ તેમાં જીરુા અને ધાણા પાવડર, ગરમ મસાલો, મીઠું અને તેલ જરુર મુજબ ઉમેરી બધી વસ્તુઓને યોગ્ય રીતે મિક્સ કરો. ત્યારબાદ ગોળ ટિક્કી બનાવો અને બ્રાઉન થાય ત્યાં સુધી તળી લો.

મગની દાળના સમોસા

મોટાભાગના લોકોને બટાકા (Potatoes)ના સમોસા (Samosa)પસંદ હોય છે પરંતુ આ ચોમાસા (Monsoon)ની ઋતુમાં તમે મગની દાળના સમોસા બનાવવાની ટ્રાઈ કરી શકો છો.આ સમોસા પણ ખૂબ હેલ્ધી છે કારણ કે તેમાં પોષક તત્વોથી ભરપુર દાળ સામેલ છે. સમોસા બનાવવા માટે, તમારે2 કપ મેંદો, સ્વાદનુસાર મીઠું, 2 ચમચી તેલ, 1 ચમચી જીરું, હીંગ, 3 ચમચી ગરમ મસાલો, 3 ચમચી મરચાંનો પાવડર,2 ચમચી વરિયાળી,
2 ચમચી ધાણા પાવડર, 1 1/2 ચમચી આમચુર પાવડર.

બનાવવાની રીત

આ બનાવવા માટે, પહેલા લોટમાં મીઠું અને તેલ નાંખો અને સખત કણક ભેળવો. તેને બાજુમાં રાખો. તેને લગભગ 15 મિનિટ માટે એક બાજુ રાખો. ભરણ બનાવવા માટે, પહેલા દાળની છીણી કરો.આ વાનગી બનાવવા માટે સૌથી પહેલા મીઠું અને તેલથી લોટ બાંધી 15 મિનીટ સુધી અલગ રાખો. દાળને પીસી લો ત્યારબાદ એક પેનમાં તેલ નાંખી ગરમ કરો. ત્યારબાદ તેમાં દાળ નાંખી અન્ય સામગ્રી ઉમેરો. તેને ધીમા તાપે પક્કાવી લો, આ મિશ્રણ ઠંડુ થયા બાદ લોટમાંથી લુવા બનાવી રોટલીને જેમ વણી નાંખો.

એક ટુકડાના કિનારા પર પાણી લગાવી કોન શેપનો આકાર આપો. તેની અંદર મિશ્રણ ભરો, સમોસાને તેલમાં ફ્રાઈ કરી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળી લો. હવે તેને લીલી અને લાલ ચટણી સાથે સર્વ કરી શકો છો.

આ પણ વાંચો : Health Tips : હીમોગ્લોબિનને જાળવી રાખવા ડાયટમાં સામેલ કરો આ ફુડ, રહેશો હેલ્ધી અને ફીટ

Next Article