Hariyali Teej Special Recipes : હરિયાળી ત્રીજના પ્રસંગે આ 2 વાનગીઓને બનાવો, મહેમાનને પીરસો

|

Aug 11, 2021 | 9:42 AM

હરિયાળી ત્રીજના (Hariyali Teej)ખાસ કરીને મહિલાઓનો તહેવાર છે. મહિલાઓ તેમના મિત્રો સાથે મળીને આ તહેવાર ની ઉજવણી કરે છે.જાણો એ વાનગીઓ વિશે જેને તમારા મિત્રોને ખવડાવ્યા બાદ તમારી રસોઈના વખાણ કરતા થાકશે નહિ.

Hariyali Teej Special Recipes :  હરિયાળી ત્રીજના પ્રસંગે આ 2 વાનગીઓને બનાવો, મહેમાનને પીરસો
હરિયાળી ત્રીજના પ્રસંગે આ 2 વાનગીઓને બનાવો

Follow us on

Hariyali Teej Special Recipes : લગ્ન કરેલી મહિલાઓ આ દિવસે દેવી પાર્વતીની પૂજા કરે છે જેનાથી તેમને અખંડ સૌભાગ્યનું પ્રાપ્તિ થાય છે. હરિયાળી ત્રીજ (Hariyali Teej)આજે એટલે કે 11 ઓગસ્ટના રોજ છે. આ દિવસે મહિલાઓ મહાદેવ અને દેવી પાર્વતીની પૂજા કરીને તેમના પતિના લાંબા આયુષ્ય માટે પ્રાર્થના કરે છે. સાથે જ કેટલીક મહિલાઓ આ દિવસે વ્રત પણ રાખે છે.

હરિયાળી ત્રીજ (Hariyali Teej)ના દિવસે, મહિલાઓ મહેંદી લગાવીને તહેવારની ઉજવણી કરવા માટે એક જગ્યાએ ભેગી થાય છે, તેઓ લોકગીતો ગાય છે, ઝૂલા પર બેસે છે, ઉપવાસ કરે છેઆનંદ અને ઉમંગના આ અવસર પર અમે તમને 2 વાનગીઓ વિશે જણાવીશું જે બનાવીને તમારા ઘરે આવેલા મિત્રોનો મોઢું મીઠું કરાવી શકો છો.

1. કાજુ કતરી

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

સામગ્રી: 1 કપ પીસેલા કાજુ, 5-6 ચમચી ખાંડ, 4-5 કેસરના ટુકડા , જરૂર મુજબ પાણી અને ટીસ્પૂન એલચી પાવડર

આ રીતે બનાવો

કાજુ કતરી (Kaju katli )બનાવવી બહુ મુશ્કેલ નથી. તમે તેને અન્ય બરફીની જેમ સરળતાથી ઘરે બનાવી શકો છો. તેને બનાવવા માટે સૌપ્રથમ ગેસ પર એક પેન મુકો અને તેમાં એક કપ પાણી, ખાંડ અને કેસર (Saffron) ઉમેરો. આ પછી ઈલાયચી પાવડર નાખીને તેને પાકવા દો. જ્યારે આ ચાસણી ઘટ્ટ થવા લાગે છે, ત્યારે તેમાં કાજુનો ભુકો ઉમેરો.

ત્યારબાદ પેનમાં તમામ સામગ્રીઓને સારી રીતે મિક્સ કરો. મિશ્રણમાં ગઠ્ઠો ન આવે તેની કાળજી રાખો. મિશ્રણને સારી રીતે પકાવો. અને કડક ન થવા દો.

ત્યારબાદ ગેસ બંધ કરો અને એક પ્લેટમાં થોડું ઘી લગાવી આ મિશ્રણ નાંખો. ધ્યાનમાં રાખો કે મિશ્રણ તમામ બાજુઓથી સમાન રહે. આ પછી, તમારા હાથમાં ઘી લગાવો ત્યારબાદ તેને ચાકુની મદદથી કાપી લો, બરફી જામી ગયા બાદ તેને થાળીમાંથી બહાર કાઢીને પીરસો. કાજુ કતરી ((Kaju katli )) એ લોકો પણ ખાય શકે છે જે વ્રત રાખે છે.

2. માલપુઆ

સામગ્રી: 1 કપ મેંદાનો લોટ, 2 ચમચી રવો, 1 કપ દૂધ અને 4 ચમચી મિલ્ક પાવડર, તળવા માટે તેલ અથવા ઘી અને ચાસણી.

આ રીતે બનાવો

માલપુઆ (Malpua)સાંભળીને એવું લાગે છે કે તેને બનાવવું કેટલું મુશ્કેલ છે, પરંતુ હકીકતમાં તે ખૂબ જ સરળ છે. આ બનાવવા માટે, સૌપ્રથમ લોટ, સોજી, દૂધ અને મિલ્ક પાવડર (Milk powder)ને મિક્સ કરીને રગડું તૈયાર કરો.

હવે એક વાસણમાં ખાંડની ચાસણી તૈયાર કરો. એક પેનમાં તેલ અથવા ઘી ગરમ કરો. તેમાં માલપુઆ (Malpua)નું થોડું બૈટર નાંખો અને બંને બાજુથી સોનેરી થાય ત્યાં સુધી પકાવો. પછી તેને ચાસણીમાં નાખો. હરિયાળી ત્રીજ નિમિત્તે ઘરે આવેલા મહેમાનોને આ માલપુઆ (Malpua) ખવડાવવાથી તમારા પણ વખાણ થઈ શકે છે.

આ પણ વાંચો : Immunity booster: બાળકોની રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે, ડાયટમાં આ food સામેલ કરો

Next Article