
આપણા રસોડામાં એવી ઘણી વસ્તુઓ હોય છે, જે આપણા શરીર માટે ખુબ લાભદાયક હોય છે. તેમાંનું જ એક છે ઓટસ. સામાન્ય રીતે ઓટસનો ઉપયોગ નાસ્તાના રુપમાં કરવામાં આવે છે. તે શરીર માટે ખુબ ફાયદાકારક છે. તેમાં વિટામિન, ફાઈબર અને ઘણા એન્ટિઓક્સીડેન્ટ ગુણ હોય છે. તેમાં ઘણા પોષકતત્વો હોય છે. વજન ઘટાડવાથી લઈને હ્દય સુધી આ ઓટસ (Oats) તમારા શરીર માટે ખુબ ફાયદાકારક નીવડશે. ઓટસનો ઉપયોગ (Oats Benefits) આપણે ઘણી રીતે કરી શકીએ છે. તેને સ્મૂધી અને અનેક નાસ્તામાં રુપે તેને ખાઈ શકો છો. ઓટસ તમને આખો દિવસ ર્ઊજાથી ભરપૂર રાખશે. ઓટસ ખાધા પછી શરીરમાં ર્ઊજા આવશે અને ભૂખ ઓછી લાગશે. ચાલો જાણીએ ઓટસના આપણા શરીર માટે ના બીજા ફાયદાઓ.
ઓટસના એન્ટિઓક્સિડેન્ટ ગુણને કારણે તે હાર્ટએટેકથી બચવામાં મદદરુપ થશે. ઓટસ શરીરમાંથી ખરાબ કોલેસ્ટ્રોલને ઓછું કરે છે અને તમારા હાર્ટને સ્વસ્થ રાખે છે.
ઓટસ બ્લડ સુગર લેવલને કંટ્રોલમાં રાખવામાં મદદ કરે છે. ડાયાબિટિસના દર્દીઓ પણ જો ઓટસનું સેવન કરે તો તે ડાયાબિટિસના જોખમને ઓછુ કરવામાં મદદ કરે છે.
ઓટસનું સેવન તમારા સ્વાસ્થ્ય માટે ખુબ ફાયદાકારક છે. તેના નિયમિત સેવનથી કેન્સરનું જોખમ ઘટ છે.
ઓટસ તમારા પાચનતંત્રને સ્વસ્થ રાખે છે કારણ કે ઓટસમાં કેલરી ઓછી માત્રામાં હોય છે. તમે વજન ઘટાડવા માટે ઓટસને તમારા ડાયટમાં સામેલ કરી શકો છો. તે તમારુ પેટ ભરેલુ રાખશે.
ઓટસ મેગ્નેશિયમથી ભરપૂર હોય છે. તે બ્લડ પ્રેશરને કંટ્રોલમાં રાખી હાર્ટએેટેકનું જોખમ ઘટાડે છે. ઓટસનું સેવન ખરેખર તમારા સ્વાસ્થ્ય માટે ખુબ ફાયદાકારક છે.
ઓટસમાં દ્રાવ્ય અને અદ્રાવ્ય બંને ફાઈબર હોય છે. તેઓ કબજિયાતની સમસ્યાથી બચાવવાનું કામ કરે છે. તેને રોજિંદા આહારમાં સામેલ કરીને તમે કબજિયાતની સમસ્યાને દૂર કરી શકો છો. તે ખૂબ જ સ્વાદિષ્ટ અને આરોગ્યપ્રદ છે.
નોંધ : આ લેખ માત્ર જાણકારી માટે છે. તેનો ઉપયોગ પુર્વે આપ આપના તબીબ અથવા તજજ્ઞોની સલાહ ખાસ લેવી