World Music Day 2021: કયારે અને કેવી રીતે થઇ હતી વિશ્વ સંગીત દિવસની શરૂઆત ? જાણો ભારતની ટોપ 5 મ્યુઝિક એપ વિશે

|

Jun 21, 2021 | 12:00 PM

World Music Day 2021: ઘણા ડોકટરો માને છે કે સંગીત સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે. સંગીતના મહત્વને સમજીને 21 જૂનને સમગ્ર વિશ્વમાં સંગીત દિવસ (World Music Day) તરીકે ઉજવવામાં આવે છે.

World Music Day 2021: કયારે અને કેવી રીતે થઇ હતી વિશ્વ સંગીત દિવસની શરૂઆત ? જાણો ભારતની ટોપ 5 મ્યુઝિક એપ વિશે
કેવી રીતે થઇ હતી વિશ્વ સંગીત દિવસની શરૂઆત

Follow us on

World Music Day 2021: તમે ઘણી વાર સાંભળ્યું હશે કે સારું સંગીત (Music) સાંભળીને હળવાશની અનુભૂતિ થાય છે. ઘણા ડોકટરો માને છે કે સંગીત સ્વાસ્થ્ય (Health) માટે પણ ફાયદાકારક છે. આ વિશે ઘણા સંશોધન પણ કરવામાં આવ્યા છે, જેમાં એવું જાણવા મળ્યું છે કે સંગીત શરીરમાં પરિવર્તન લાવે છે, જે આરોગ્યને સુધારે છે.

આ જ કારણ છે કે ઘણા દેશોમાં દર્દીઓને હતાશા અને નિરાશામાંથી બહાર આવવા માટે સંગીતને ઉપચાર તરીકે માનવામાં આવે છે. નિષ્ણાતો માને છે કે તે સંગીત અસરકારક દવા સાબિત થઈ છે. સંગીતના મહત્વને સમજીને 21 જૂનને સમગ્ર વિશ્વમાં સંગીત દિવસ (World Music Day) તરીકે ઉજવવામાં આવે છે.

વર્લ્ડ મ્યુઝિક ડેની ઉજવણી ફ્રાન્સમાં વર્ષ 1982 માં શરૂ કરવામાં આવી હતી અને તેનું શ્રેય તત્કાલીન સાંસ્કૃતિક મંત્રી જેક્સ લેંગને આપવામાં આવે છે. ફ્રાન્સના લોકોના સંગીત પ્રત્યેની દીવાનગીને ધ્યાનમાં રાખીને આ દિવસની ઘોષણા કરી હતી. આ દિવસને ફેટે ડી લા મ્યુઝિક તરીકે પણ ઓળખવામાં આવે છે.

ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
રિંકુ સિંહને કપિરાજે 6 વખત બચકા ભર્યા છે, જુઓ ફોટો
PAK ક્રિકેટરની સુંદર પત્નીનું ભારત કનેક્શન, જુઓ તસવીર
WhatsApp Tips : WhatsApp પર ડિલિટ કરેલા મેસેજ આ રીતે જુઓ, અલગ એપની જરુર નથી
ગુજરાતમાં કયા છે અંબાણી પરિવારની આલીશાન હવેલી, જુઓ તસવીર

કહેવામાં આવે છે કે, પ્રથમ મ્યુઝિક ડે ફ્રાન્સ સિવાય 32 થી વધુ દેશો જોડાયા હતા. આ દરમિયાન ઘણા કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા અને આખી રાતની ઉજવણી કરવામાં આવી હતી. હવે ભારત, ઇટાલી, ગ્રીસ, રશિયા, ઓસ્ટ્રેલિયા, પેરુ, બ્રાઝિલ, એક્વાડોર, મેક્સિકો, કેનેડા, અમેરિકા, યુકે, જાપાન, ચીન, મલેશિયા સહિતના ઘણા દેશો 21 જૂને વિશ્વ સંગીત દિવસની ઉજવણી કરે છે.

જો ભારતની વાત કરવામાં આવે તો અહીં સંગીત સાથેનો જૂનો સંબંધ રહ્યો છે. ભારતની દરેક ફિલ્મમાં ઘણા ગીતો હોય છે. ભારતમાં દરરોજ સેંકડો નવા ગીતો બનાવવામાં આવે છે. થોડા સમય પહેલા ગીતો સાંભળવા માટે ડાઉનલોડ ગીતો ડાઉનલોડ કરવા પડતા હતા. પરંતુ ડિજિટલ યુગમાં લેટેસ્ટ ગીતો મ્યુઝિક એપ્લિકેશનની મદદથી ડાઉનલોડ કર્યા વિના સાંભળી શકાય છે.

ચાલો જાણીએ ભારતની ટોપ -5 મ્યુઝિક એપ્સ વિશે.(Top 5 Music App)

JioSaavn
JioSaavn માં અનલિમિટેડ મફત ગીતોનું ઍક્સેસ મળે છે. તમને કોઈ પણ પ્રિય કલાકારથી લઈને વિશ્વના સૌથી લોકપ્રિય ગાયક સુધીના ગીતોનું કલેક્શન મળશે. JioSaavn પર લગભગ 50 કરોડ ગીતોનો સંગ્રહ છે. તેમાં બોલિવૂડથી માંડીને આંતરરાષ્ટ્રીય અને પ્રાદેશિક સુધીના ગીતો છે. આ મ્યુઝિક એપ્લિકેશનમાં, તમે ભાષા અને વર્ષ દ્વારા ગીતો પસંદ કરી શકશો. અહીં તમને બોલીવુડ અને ઇન્ટરનેશનલ બંને ગીતો મળશે.

Gaana App
ગાના એક લોકપ્રિય ઓનલાઇન સ્ટ્રીમિંગ મ્યુઝિક એપ્લિકેશન છે. જ્યાં તમે બોલીવુડના મ્યુઝિકથી લઈને રેડિયો મ્યુઝિક સાંભળી શકો છો. Gaana એપ્લિકેશન પર તમને 30 કરોડથી વધુ બોલીવુડ અને હોલીવૂડ ગીતોનું કલેક્શન મળશે. આ સાથે નોન સ્ટોપ રેડિયો અને 20 રેડિયો મિર્ચી સ્ટેશનોનું ઍક્સેસ મળશે. આ એપ્લિકેશન પર તમારા મનપસંદ કલાકાર, પ્લેલિસ્ટને બીજી વાર સાંભળવા માટે સેવ કરવાનું ઓપશન મળશે.

Spotify
સ્પોટાઇફાઇ એ એક મ્યુઝિક અને પોડકાસ્ટ મોબાઇલ એપ્લિકેશન છે જે પેઇડ અને ફ્રી બંનેમાં ઉપલબ્ધ છે. મોબાઇલ અને ટેબ્લેટ્સ પર તે મફતમાં ઍક્સેસ કરી શકાય છે. ઉપરાંત, એપ્લિકેશનમાંથી કોઈપણ ગીત ઇન્ટરનેટની મદદથી ઓફલાઈન ડાઉનલોડ કરી શકાય છે.

Wynk Music
Wynkનો ઉપયોગ ઓફલાઈન અને ઓનલાઇન મોડમાં થઈ શકે છે. અહીં તમને નવા અને જૂના બંને ગીતોનું કલેક્શન મળશે. એપ્લિકેશનમાં તમારી પસંદના પ્લેલિસ્ટ ઉમેરવાનો વિકલ્પ હશે. આ એપ્લિકેશન ઓછી ઇન્ટરનેટ સ્પીડમાં પણ કામ કરી શકે છે.

Hungama Music App
Hungama Music App, Android સાથે iOS યુઝર્સ માટે ઉપલબ્ધ છે. આ એપ્લિકેશન પર તમને મનપસંદ કલાકારો, ગીતો અને સંગીતની મજા લઇ શકો છો. અહીં બોલીવુડના હજારો ગીત-સંગીતનું કલેક્શન છે. તમિલ, તેલુગુ, પંજાબી સહીત બધી ભાષાઓના ગીતો એપ્લિકેશન પર ઉપલબ્ધ છે.

Published On - 11:59 am, Mon, 21 June 21

Next Article