Year Ender 2021 : ‘શેર શાહ’થી લઈને ‘ધ ફેમિલી મેન 2’ સુધી, આ વર્ષે આ ફિલ્મો અને વેબ સિરીઝે જીત્યા દર્શકોના દિલ, જુઓ લિસ્ટ

|

Dec 29, 2021 | 6:32 AM

દર વર્ષે ઘણી ફિલ્મો અને સિરીઝ રિલીઝ થાય છે. આ વર્ષે પણ બોલિવૂડ અને OTT માં ઘણી અલગ વાર્તાઓ અને સારો કન્ટેન્ટ જોવા મળ્યો સીજે. તો ચાલો અમે તમને આ વર્ષની શ્રેષ્ઠ મૂવીઝ, વેબ શો અને સિરીઝ વિશે જણાવીએ.

Year Ender 2021 : શેર શાહથી લઈને ધ ફેમિલી મેન 2 સુધી, આ વર્ષે આ ફિલ્મો અને વેબ સિરીઝે જીત્યા દર્શકોના દિલ, જુઓ લિસ્ટ
Movies and series of 2021

Follow us on

સામાન્ય રીતે તો વર્ષ દરમિયાન ઘણી ફિલ્મો (Movies ) અને વેબ સિરીઝ રિલીઝ થાય છે. કોરોનાને (Corona)કારણે 2 વર્ષથી સિનેમાઘરોમાં ફિલ્મો રિલીઝ થઈ રહી ન હતી. જોકે, કોરોનાના કેસો ઘટ્યા બાદ હવે સિનેમાઘરોમાં ફિલ્મો રિલીઝ થવા લાગી છે. તે જ સમયે, કેટલાક નિર્માતાઓએ તેમની ફિલ્મોને OTT પ્લેટફોર્મ પર રિલીઝ કરી છે. ઘણી અસલ સામગ્રી OTT પ્લેટફોર્મ પર આવી અને તે જ સમયે પ્રેક્ષકોને વિવિધ શૈલીઓના શો અને મૂવીઝ જોવા મળ્યા છે.

આવો અમે તમને આ વર્ષની એવી ફિલ્મો અને વેબ શો વિશે જણાવીએ જેણે માત્ર વિવેચકો જ નહીં પણ દર્શકોનું પણ દિલ જીતી લીધું છે. આ લિસ્ટમાં થિયેટરોમાં રિલીઝ થયેલી મૂવીઝ અને OTTમાં રિલીઝ થયેલી મૂવીઝ અને વેબ શોનો સમાવેશ થાય છે.

ફિલ્મોની યાદી
સૂર્યવંશી

પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં
IPL 2024 વચ્ચે પંડ્યાની ઘરે આવી મોટી ખુશી, કૃણાલને ત્યાં દીકરાનો જન્મ, જુઓ તસવીર

અક્ષય કુમારની ફિલ્મ સૂર્યવંશી સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી અને ફિલ્મને જબરદસ્ત પ્રતિસાદ મળ્યો હતો. આ ફિલ્મ કોરોના દરમિયાન રિલીઝ થઈ હતી. રિપોર્ટ્સ અનુસાર, ફિલ્મે ભારતમાં 230 કરોડ સુધીની કમાણી કરી હતી. આ ફિલ્મમાં અક્ષય સાથે કેટરિના કૈફ લીડ રોલમાં હતી. તે જ સમયે, રણવીર સિંહ અને અજય દેવગન ફિલ્મમાં કેમિયો હતા.

શેરશાહ

સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણી સ્ટારર શેરશાહ એમેઝોન પ્રાઇમ વિડિયો પર રિલીઝ થઈ હતી. આ ફિલ્મમાં સિદ્ધાર્થે કારગીલના હીરો કેપ્ટન વિક્રમ બત્રાનું પાત્ર ભજવ્યું હતું. આ ફિલ્મનું નિર્દેશન વિષ્ણુ વર્ધન દ્વારા કરવામાં આવ્યું હતું.

ભવાઈ

ભવાઈમાં આખી દુનિયાનો ચાર્મ છે. ફિલ્મમાં બ્લેક એન્ડ વ્હાઇટ એનિમેશનને ગોલ્ડન ટચ આપવામાં આવ્યો છે. જબરદસ્ત વાર્તા સાથે આ ફિલ્મનો શાનદાર ક્લાસિકલ સ્કોર હતો. આ ફિલ્મમાં પ્રતીક ગાંધી લીડ રોલમાં હતા.

મીમી

કૃતિ સેનન અભિનીત મિમીને પણ ખૂબ પસંદ કરવામાં આવી છે. આ ફિલ્મમાં કૃતિએ સરોગેટ માતાની ભૂમિકા ભજવી હતી. કૃતિની એક્ટિંગના ખૂબ વખાણ થયા હતા.

શેરની
વિદ્યા બાલનની ફિલ્મ શેરનીનું નિર્દેશન અમિત મુસરકરે કર્યું હતું. આ ફિલ્મમાં વિદ્યાએ ફોરેસ્ટ ઓફિસરની ભૂમિકા ભજવી હતી, જેને ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો હતો.

બેલ બોટમ
અક્ષય કુમારની ફિલ્મ બેલ બોટમનું નિર્દેશન રણજીત તિવારીએ કર્યું હતું. ફિલ્મમાં પ્લેન હાઇજેકની વાર્તા બતાવવામાં આવી છે. આમાં અક્ષયની સાથે વાણી કપૂર, હુમા કુરેશી અને લારા દત્તા લીડ રોલમાં હતા.

વેબસીરીઝ

યુપીએસસી એસ્પિરેટ્સ

TVFની આ વેબ સિરીઝમાં 5 એપિસોડ હતા જેણે પ્લેટફોર્મ પર ખૂબ જ ધૂમ મચાવી હતી. જ્યારથી આ શો શરૂ થયો ત્યારથી, તેના પ્લોટ અને વાર્તાએ દર્શકોને સ્ક્રીન પર આકર્ષિત કર્યા. તેની વાર્તા UPSC ઉમેદવારો અને તેમની જર્ની, જીવન અને સંઘર્ષ પર આધારિત છે. આ ફિલ્મમાં અભિલાષ, ધૂમકેતુ અને ગૌરી મુખ્ય ભૂમિકામાં હતા. આ શ્રેણીને IMBDમાં 9.7 રેટિંગ મળ્યું છે.

ઢીંઢોરા
ઢીંઢોરા એક ફેમિલી ડ્રામા શો છે જેમાં યુટ્યુબ સ્ટાર ભુવન બામ મુખ્ય ભૂમિકામાં જોવા મળ્યો હતો. હિમાંક ગૌરે આ શોને ડિરેક્ટ કર્યો હતો. તે એક મધ્યમ વર્ગના માણસ બબલુ, જાનકી અને ભુવનની વાર્તા દર્શાવે છે. ભુવને આ ત્રણ પાત્રો અને આ સિવાય બાકીના 6 પાત્રો ભજવ્યા છે. ઢીંઢોરા ને IMDbમાં 9.7 રેટિંગ મળ્યું છે.

ધ ફેમિલી મેન 2

ફેમિલી મેન 2ને પહેલા ભાગની જેમ ખૂબ પસંદ કરવામાં આવ્યો છે. આ સિરીઝમાં મનોજ બાજપેયી લીડ રોલમાં છે, જેનું નામ છે શ્રીકાંત તિવારી. શ્રીકાંત નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સીમાં કામ કરે છે. પોતાના દેશને આતંકવાદીઓથી બચાવતી વખતે તેમના અંગત જીવનમાં કેવી સમસ્યાઓ ઉભી થાય છે તે આમાં બતાવવામાં આવ્યું છે. આ સિરીઝને IMDbમાં 8.8 રેટિંગ મળ્યું છે.

આર્યા 2

સુષ્મિતા સેનના શો આર્યનો બીજો ભાગ આ વર્ષે રિલીઝ થયો છે. ગયા વર્ષે હંગામો મચાવ્યા પછી આ શોના બીજા ભાગમાં આ વર્ષે પણ તેની જબરદસ્ત કમાલ જોવા મળી હતી. આ શોમાં સુષ્મિતાનો ગેંગસ્ટર અવતાર જોવા મળ્યો હતો.

મુંબઈ ડાયરી

જો કે મુંબઈના 26/11 હુમલા પર ઘણી ફિલ્મો અને શો બનાવવામાં આવ્યા છે, પરંતુ આ વર્ષે રિલીઝ થયેલ શો મુંબઈ ડાયરીઝ 26/11ને ખૂબ પસંદ કરવામાં આવ્યો છે. આ સિરીઝમાં મોહિત રૈના, કોંકણ સેન, નતાશા ભારદ્વાજ, શ્રેયા ધનવંત્રી અને સત્યજીત દુબે મુખ્ય ભૂમિકામાં છે.

ગુલક 2
આ વર્ષે રિલીઝ થયેલી વેબ સિરીઝ ગુલક 2 પણ ચર્ચામાં રહી હતી. તે એક મધ્યમ વર્ગીય પરિવાર વિશે બતાવવામાં આવ્યું છે. પહેલી સિઝન વર્ષ 2019માં રિલીઝ થઈ હતી. પરંતુ આ વર્ષે રિલીઝ થયેલી બીજી સિઝનને સૌથી વધુ પસંદ કરવામાં આવી છે.

આ પણ વાંચો: દેશમાં હારશે કોરોના ! Covovax અને Corbevax રસી તેમજ એન્ટિ-વાયરલ દવાને મળી મંજૂરી

આ પણ વાંચો : ગુજરાતમાં આ રીતે કરાશે 15 થી 18 વર્ષના બાળકોનું ઝડપી રસીકરણ, સરકારે તૈયાર કર્યો સમગ્ર રોડમેપ

Published On - 6:06 am, Wed, 29 December 21

Next Article