ઈન્ટરનેશનલ લોકપ્રિય બોક્સર (Famous Boxer) માઈક ટાયસન (Mike Tyson) ફરી એકવાર હેડલાઈન્સમાં છે, પરંતુ આ વખતે પણ તેનો ગુસ્સો તેને સમાચારમાં લઈ આવ્યો છે. ભૂતકાળમાં ઘણી વખત વિવાદોનો હિસ્સો રહી ચૂકેલા માઈકે ફ્લાઈટમાં એક મુસાફર સાથે મારપીટ કરી છે. માઈકનો આ વીડિયો (Viral Video) સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. માઈક ટાયસન આ વખતે માત્ર તેની બોક્સિંગને કારણે જ નહીં, પરંતુ તેના ગુસ્સાને કારણે પણ ખૂબ ચર્ચામાં છે. આજે તેનો એક વીડિયો સામે આવ્યો છે જેમાં લોકપ્રિય બોક્સર ફ્લાઈટમાં બેઠો છે અને તેની પાછળ બેઠેલો એક મુસાફર તેની સતત પૂછપરછ કરી રહ્યો છે.
જે કદાચ માઈકને પસંદ ન આવ્યું હતું અને તેણે તેની સાથે મારપીટ કરી હતી. હવે સવાલ એ છે કે હવે માઈક ટાયસનની બોલિવૂડ કરિયરનું શું થશે ?? તે વિજય દેવરાકોંડાની ફિલ્મ ‘લાઇગર’થી ડેબ્યૂ કરવા જઈ રહ્યો છે, જેનું પોસ્ટ પ્રોડક્શન પૂર્ણ થઈ ગયું છે.
વિજય નથી ઈચ્છતો કે તેની ફિલ્મ કોઈપણ પ્રકારના વિવાદમાં ફસાઈ જાય. આ ઘટના પછી સ્વાભાવિક છે કે ફિલ્મના નિર્માતાઓથી માંડીને વિજય દેવેરાકોંડા સુધી એ વિચારવા મજબૂર થયા હશે કે હવે તેઓ માઈક વડે તેમની ફિલ્મનું પ્રમોશન કેવી રીતે કરશે, કારણ કે હિંસક કલાકારો સામે લોકોમાં વ્યાપક પ્રતિક્રિયા જોવા મળી રહી છે.
તાજેતરમાં જયારે હોલીવુડના સુપરસ્ટાર વિલ સ્મિથે ઓસ્કાર એવોર્ડમાં એન્કર ક્રિસને થપ્પડ મારી હતી ત્યારે તેના પર પણ 10 વર્ષ માટે ઓસ્કાર એવોર્ડમાં આવવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો, અને હોલીવુડમાં પણ લોકો તેનો બહિષ્કાર કરી રહ્યા છે.
Mike Tyson appears to beat up some fan that pissed him off while on a plane.
check us out https://t.co/y8GocwtdCH
— Fight Scout (@FightScoutApp) April 21, 2022
આ વાયરલ ફલાઇટના વિડીયોમાં તમે જોઈ શકો છો કે, અન્ય મુસાફર તેના ફોનથી વીડિયો બનાવે છે અને પાછળ સીટમાં બેઠેલો વ્યક્તિ માઈક સાથે બળજબરીથી વાત કરવાનો પ્રયાસ કરે છે. આ પછી માઈકનો ગુસ્સો વધી જાય છે અને ગુસ્સામાં તે આ વ્યક્તિને જોરથી માર મારે છે.
આ વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે વ્યક્તિને ઘણું નુકસાન થયું છે અને તેના ચહેરા પર લોહી દેખાઈ રહ્યું છે. તેના આ વીડિયો પર લોકોની પ્રતિક્રિયા આવી રહી છે અને તેની ઘણી ટીકા પણ થઈ રહી છે.
આ પહેલીવાર નથી કે, જ્યારે માઈકની કોઈ સાથે ઝપાઝપી થઈ હોય. આ પહેલા પણ તે બોક્સિંગ રિંગમાં તેના વિરોધી બોક્સરનો કાન કાપી ચૂક્યો છે. આ સિવાય માઈકનું નામ રેપ અને ડ્રગ્સના ગંભીર કેસમાં પણ આવ્યું છે. જેના માટે તેને જેલમાં જવું પડ્યું હતું. ટાયસનની છેલ્લી સત્તાવાર મેચ જૂન, 2005માં રમાઈ હતી અને આ ભૂતપૂર્વ હેવીવેઈટ ચેમ્પિયન વર્ષ 1996 પછી એક પણ ખિતાબ જીત્યો નથી.
Published On - 10:49 pm, Fri, 22 April 22