Pushpa vs Bahubali : પુષ્પા 2 તોડશે બાહુબલી 2 નો રેકોર્ડ? મનીષ શાહે કરી જાહેરાત, પ્રભાસને ઈશારામાં પડકાર્યો

બાહુબલી 2 ભારતીય સિનેમાની તે ફિલ્મ છે, જેણે માત્ર ભારતમાં જ નહીં પરંતુ વિદેશમાં પણ જોરદાર કમાણી કરી છે, 2017માં રિલીઝ થયેલી આ ફિલ્મે બોક્સ ઓફિસ પર લગભગ 510.99 કરોડનો બિઝનેસ કરીને મેકર્સના ખિસ્સા ભર્યા હતા.

Pushpa vs Bahubali : પુષ્પા 2 તોડશે બાહુબલી 2 નો રેકોર્ડ? મનીષ શાહે કરી જાહેરાત, પ્રભાસને ઈશારામાં પડકાર્યો
Will pushpa 2 break bahubali 2 record Manish Shah challenges prabhas
| Edited By: | Updated on: Jan 23, 2022 | 9:43 PM

અલ્લુ અર્જુનની (Allu Arjun) ફિલ્મ પુષ્પા પાર્ટ 1 (Pushpa -The Rise) એ 300 કરોડની ક્લબમાં પ્રવેશ કરીને બોક્સ ઓફિસ પર ઘણા રેકોર્ડ તોડી નાખ્યા છે, પરંતુ બાહુબલી 2 હજી પણ સૌથી મોટી અને સૌથી વધુ કમાણી કરનાર ફિલ્મ માનવામાં આવી રહી છે, પરંતુ  ગોલ્ડમાઈન્સ ટેલિફિલ્મ્સના મનીષ શાહે એસએસ રાજામૌલીની ફિલ્મ બાહુબલી 2ને મોટો પડકાર આપ્યો છે. બાહુબલી 2 ભારતીય સિનેમાની તે ફિલ્મ છે, જેણે માત્ર ભારતમાં જ નહીં પરંતુ વિદેશમાં પણ જોરદાર કમાણી કરી છે, 2017માં રિલીઝ થયેલી આ ફિલ્મે બોક્સ ઓફિસ પર લગભગ 510.99 કરોડનો બિઝનેસ કરીને મેકર્સના ખિસ્સા ભર્યા હતા. પરંતુ ગોલ્ડમાઈન્સ ટેલિફિલ્મ્સના મનીષ શાહે બોલિવૂડ હંગામાને આપેલા ઈન્ટરવ્યુમાં એવી વાત કહી છે જે સાઉથના સુપરસ્ટાર પ્રભાસના ચાહકોને મરચું લાગી શકે છે.

તેમનું માનવું છે કે અલ્લુ અર્જુનની આગામી ફિલ્મ ‘પુષ્પા 2 રૂલ’ ઐતિહાસિક બ્લોકબસ્ટર સાબિત થશે અને આ ફિલ્મ કેટલા રેકોર્ડ તોડશે તેનો અંદાજ લગાવી શકાય તેમ નથી. આ સાથે તેણે એક મોટું નિવેદન આપ્યું છે કે આ ફિલ્મ બાહુબલી 2 નો રેકોર્ડ પણ તોડી શકે છે.

જ્યારથી પુષ્પા 1 રીલિઝ થઈ છે ત્યારથી ચાહકો આ ફિલ્મના આગામી ભાગની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. જોકે ચાહકો થોડા નિરાશ થઈ શકે છે કારણ કે આ ફિલ્મનું શૂટિંગ 2022ના માર્ચ અથવા એપ્રિલમાં શરૂ થશે પરંતુ આ ફિલ્મ 2022માં નહીં પરંતુ 2023માં રિલીઝ થશે અને જો રોગચાળાને કારણે લોકડાઉન જેવી કોઈ સમસ્યા હોય તો રિલીઝ આગળ વધી શકે છે.

આ ફિલ્મને પહેલા ભાગ કરતાં વધુ મનોરંજક બનાવવા માટે 250 દિવસનું શૂટિંગ ચાલશે. આ વખતે પુષ્પા 2 માં મનોરંજનનો ડબલ ડોઝ હશે. હવે એ જોવાનું રસપ્રદ રહેશે કે જે રીતે અલ્લુ અર્જુનની ફિલ્મ પુષ્પા 1 એ બધી ફિલ્મોને માત આપી છે, શું પુષ્પા 2 ફિલ્મમાં એ મસાલો અને મનોરંજન હશે જે પ્રભાસ પાસેથી નંબર વનની ખુરશી છીનવી લેશે.

 

આ પણ વાંચો –

Lata Mangeshkar Love story: શું આ કારણે લતાજી ન કરી શક્યા લગ્ન ? આ ક્રિકેટર સાથે પ્રેમ હતો, પણ રહ્યો અધૂરો

આ પણ વાંચો –

Sholay : ઠાકુરનો રોલ કરવા માંગતો હતો ધર્મેન્દ્ર, વાંચો ફિલ્મ શોલે સાથે જોડાયેલી કેટલીર રસપ્રદ વાતો