Taarak Mehta Ka Ooltah Chashmah: તારક મહેતાએ કેમ કહ્યું કે, દુઆ કરું છું કે ક્યારે પણ આવું ના થાય?

|

Mar 30, 2021 | 4:37 PM

સોની સબ ટીવીની જાણીતી કોમેડી સિરિયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા (Taarak Mehta Ka Ooltah Chashmah)ને લઈને થોડા દિવસથી એ ખબર આવી રહી છે કે આ સીરિયલમાં તારક મહેતાનો રોલ નિભાવનાર એક્ટર શૈલેષ લોઢા અને જેઠાલાલનો રોલ નિભાવનાર દિલીપ જોશી વચ્ચે અણબનાવ છે.

Taarak Mehta Ka Ooltah Chashmah: તારક મહેતાએ કેમ કહ્યું કે, દુઆ કરું છું કે ક્યારે પણ આવું ના થાય?
જેઠાલાલ અને તારક મહેતા વચ્ચે નથી અણબનાવ

Follow us on

સોની સબ ટીવીની જાણીતી કોમેડી સિરિયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા (Taarak Mehta Ka Ooltah Chashmah)ને લઈને થોડા દિવસથી એ ખબર આવી રહી છે કે આ સીરિયલમાં તારક મહેતાનો રોલ નિભાવનાર એક્ટર શૈલેષ લોઢા અને જેઠાલાલનો રોલ નિભાવનાર દિલીપ જોશી વચ્ચે અણબનાવ છે. આ અણબનાવને લઈને બંને એક્ટર અસલ જિંદગીમાં એક બીજા સાથે બિલકુલ વાતચીત નથી કરતા. સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહેલી આ અખબાર પર હવે શોના તારક મહેતા એટલે કે એક્ટર શૈલેષ લોઢાએ તેની પ્રતિક્રિયા આપીને આ ખબરનું ખંડન કર્યું છે.

 

મીડિયા સાથેની વાતચીતમાં શૈલેષ લોઢાએ જણાવ્યું હતું કે, આ ખબર પુરી રીતે ખોટી છે. તેને જેઠાલાલ સાથે કોઈ ઝઘડો થયો નથી. આ સાથે જ કહ્યું હતું ભગવાન કરે ને કયારે પણ આ ના થાય. સહકલાકાર દિલીપ જોશી સાથે તેના ઓફ સ્ક્રીન સંબંધ ઓન સ્ક્રીન સંબંધ જેવો જ મજબૂત છે. દિલીપ જોશી અને તેના સંબંધમાં કોઈ પ્રકારની ખટાશ આવતી નથી. આટલું જ નહીં તેને એ પણ કહ્યું કે, આ ખબર સાંભળીને તેને હસવું આવી જાય છે. આ સાથે જ તેને એ પણ જાણવું છે કે આ ખોટી ખબર કોને ફેલાવી છે?

દેશી સફેદ જુવાર ખાવાના ફાયદા, જાણીને ચોંકી જશો
Cannesમાં કિયારા અડવાણીનો ચાલ્યો જાદું, પિંક અને બ્લેક ગાઉનમાં લૂટી મહેફિલ
જાહ્નવી કપૂરની ફિટનેસ ટ્રેનર પણ છે ખૂબ ગ્લેમરસ, જુઓ તસવીર
આ મેદાન પર રમાશે ભારત અને પાકિસ્તાનની મેચ, જુઓ વીડિયો
First Ballot Box વિશે જાણો, તેના દ્વારા થઈ હતી દેશની પ્રથમ ચૂંટણી
Knowledge : ચાલતી ટ્રેનમાં ધડક-ધડક અવાજ કેમ આવે છે? જાણો કારણ

 

શૈલેષ લોઢાએ વધુમાં જણાવ્યું હતું કે, શોમાં આ બંનેના સંબંધો જે રીતે જોવા મળે છે, વાસ્તવિક જીવનમાં અમારો સંબંધ તેના કરતા ઘણો ગાઢ છે. તેણે કહ્યું કે આપણે મોટેભાગે એક સાથે શૂટ કરીએ છીએ અને શૂટિંગ કર્યા પછી પણ અમે લાંબા સમય સુધી એકબીજા સાથે વાતો કરતા રહીએ છીએ. સેટ પરના લોકો અમને ‘બેસ્ટ બડી’ કહે છે. આટલું જ નહીં, અમે બંને એક જ મેકઅપ રૂમ શેર કરીએ છીએ. હવે વધુ પુરાવાની શું જરૂર છે? શૈલેષ લોઢાએ દિલીપ જોશીની પ્રશંસા કરતા કહ્યું હતું કે હું તેમનો અને તેઓનો સંપૂર્ણ આદર કરું છું.

 

ગયા અઠવાડિયે એક મીડિયા પોર્ટલે તેના લેખમાં લખ્યું હતું કે, ‘દિલીપ જોશી અને શૈલેષ લોઢા એકબીજા સાથે વાત કરવાનું ટાળે છે. તેઓ આવીને એક સાથે તેમના દ્રશ્યો શૂટ કરે છે અને આ પછી તે બંને તેમની વેનિટી વાનમાં રવાના થાય છે. બંને વચ્ચે ભૂતકાળમાં કંઈક મનમુટાવ છે, જેના પર બંનેને વાત કરવાનું પસંદ નથી. ”પરંતુ શૈલેષ લોઢા અને દિલીપ જોશી ખૂબ પ્રોફેશનલ છે. તેમની કાર્ય કરવાની રીત તમને ક્યારેય અનુમાન કરવા દેશે નહીં કે બંને વચ્ચે કોઈ સમસ્યા છે.

 

આ પણ વાંચો: બોબી દેઓલ વર્ષો પહેલાથી જ જાણતા હતા ‘કોરોના’ વિશે, જુઓ આ મજેદાર વિડીયો

Next Article