IC-814 સિરીઝમાં હવે હાઈજેકર્સના સાચા નામ દેખાડવામાં આવશે, જાણો હાઈજેકર્સના સાચા નામ શું છે

|

Sep 03, 2024 | 6:05 PM

અનુભવ સિંહાની વેબ સિરીઝ IC 814 ધ કંધાર હાઈજેક વિવાદમાં આવી ગઈ છે. જેમાં આતંકવાદીઓના નામ શંકર અને ભોલા રાખવામાં આવ્યા છે જેના કારણે હોબાળો મચી ગયો છે. કેન્દ્ર સરકારે નેટફ્લિક્સના કન્ટેટ હેડને સમન્સ જાહેર કર્યું છે. તો ચાલો જાણીએ આખરે આ વિવાદ ક્યાંથી શરુ થયો છે.

IC-814 સિરીઝમાં હવે હાઈજેકર્સના સાચા નામ દેખાડવામાં આવશે, જાણો હાઈજેકર્સના સાચા નામ શું છે

Follow us on

હાલમાં જો કોઈ વેબ સિરીઝની ચર્ચા થઈ રહી છે તો તે છે IC 814 જે એક મોટો વિવાદ બની ગયો છે. ડાયરેક્ટર અનુભવ સિંહાની આ વેબ સિરીઝના એક બાજુ વખાણ કરવામાં આવી રહ્યા છે તો બીજી બાજુ આ વેબ સિરીઝને લઈ વિવાદ પણ ખુબ ઉગ્ર બન્યો છે. ભારત સરકારના માહિતી અને પ્રસારણ મંત્રાલયે Netflixના કન્ટેન્ટ હેડને દિલ્હી બોલાવ્યા છે. તેની પાસે સ્પષ્ટતા પણ માંગી છે.’ IC 814′ પર અનેક આરોપ લાગ્યા છે કે, આ વેબ સિરીઝમાં આંતકવાદીઓના સાચા નામ છુપાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે.

હવે આ વેબ સિરીઝમાં હાઈજેકર્સના સાચા નામ ડિસક્લેઈમરમાં દેખાડવામાં આવશે. તો જુઓ હાઈજેકર્સના સાચા નામ શું હતા.

ભારતના સૌથી શિક્ષિત વ્યક્તિ, તેમની ડિગ્રીઓ જાણીને તમને આશ્ચર્ય થશે
IPLમાં સૌથી વધુ વખત શૂન્ય પર આઉટ થનાર ખેલાડીઓ
Video : કે. એલ રાહુલના ઘરે દીકરીના જન્મની દિલ્હીના ખેલાડીઓએ આ રીતે કરી ઉજવણી
સચિનની લાડલી સારા એ કર્યો કમલ, ફરતા ફરતા કરશે લાખોની કમાણી..!
Cheapest Alcohol : આ દેશમાં મળે છે સૌથી સસ્તો દારુ, જાણી લો નામ
Peepal Leaf Benefits: ફેફસાને રોગ મુક્ત બનાવશે આ ઝાડના પાન, જાણો કઈ રીતે કરવો ઉપયોગ

 

હાઈજેકર્સના સાચા નામ દેખાડવામાં આવશે

વેબ સિરીઝ IC 814 ધ કંદહાર હાઈજેકને લઈને ઘણા દિવસોથી વિવાદ ચાલી રહ્યો છે. વેબ સિરીઝમાં આતંકવાદીઓના નામ શંકર અને ભોલાના નામને લઈને વિવાદ થયો છે. આ દરમિયાન નેટફ્લિક્સે એક પ્રેસ કોન્ફરન્સમાં મોટો નિર્ણય લીધો છે. હવે શોના ડિસ્ક્લેમરમાં હાઇજેકર્સના રિયલ નામ અને કોડ નામ બંને અપડેટ કરવામાં આવશે.હાઇજેકર્સના સાચા નામ ઇબ્રાહિમ અથર, સની અહેમદ કાઝી, ઝહૂર ઇબ્રાહિમ, શાહિદ અખ્તર અને સૈયદ શાકિર હતા.

જાણો શું છે ‘ IC 814’નો સમગ્ર વિવાદ

ડાયરેક્ટર અનુભવ સિંહાની વેબ સિરીઝ ‘IC 814’ ડિસેમ્બર 1999માં થયેલી રિયલ ઘટના પર આધારિત છે. કાઠમાંડુ નેપાળથી નવી દિલ્હી માટે ઉડાન ભરનારી ઈન્ડિયન એરલાઈન્સની ફ્લાઈટ નંબર ‘IC 814’ને આતંકવાદીઓએ હાઈજેક કરી હતી. જેને અલગ અલગ સ્થળોથી કાંધાર, અફઘાનિસ્તાન લઈ જવામાં આવી હતી. જેમાં ભારત સરકારને તેમના યાત્રિકોનો જીવ બચાવવા માટે આતંકવાદીઓની માંગ સ્વીકારવી પડી હતી. તેમની માંગ હતી 3 આતંકવાદીઓ મૌલાના મસુદ અઝહર, ઓમર સયદ શેખ અને મુશ્તાક અહમદને ભારતની જેલમાંથી છોડ્યા હતા. ત્યારબાદ જે પણ ભારતમાં આતંકી ઘટનાઓ બની રહી છે. તેની પાછળ આ 3નો મોટો હાથ હોવાનું માનવામાં આવી રહ્યું છે.

વેબ સિરીઝ ‘IC 814’ કઈ ઘટના પર આધારિત છે જાણો

29 ઓગસ્ટના રોજ, 1999ની કંદહાર હાઇજેકની ઘટના પર આધારિત વેબ સિરીઝ ‘IC 814: The Kandahar Hijack’ નેટફ્લિક્સ પર રિલીઝ કરવામાં આવી છે. કંદહાર હાઇજેકની આખી સ્ટોરી 6 એપિસોડમાં બતાવવામાં આવી છે. પ્લેનને પાંચ લોકોએ હાઇજેક કર્યું હતું.સિરીઝમાં, વેબ સિરીઝમાં હાઇજેકર્સના નામ બર્ગર, ડૉક્ટર, ભોલા, શંકર અને ચીફ તરીકે દર્શાવવામાં આવ્યા છે.

જો કે આ તેમના સાચા નામ નહોતા, પરંતુ તેઓએ હાઇજેક દરમિયાન વાતચીત માટે તેમના કોડ નામો રાખ્યા હતા.ડાયરેક્ટર અનુભવ સિંહા ઉપર આરોપ છે કે, તેમણે આતંકીઓના રિયલ નામ છુપાવ્યા છે.

 

Published On - 2:30 pm, Tue, 3 September 24