
ટ્રેલર શેર કરતી વખતે, તેણે લખ્યું, "ZANG ki Ms. Attitude, gorgeous Gargi"

વર્ષ 2007માં જ્યારે 'તારક મહેતા' શો શરૂ થયો ત્યારે સોનુની ભૂમિકા અભિનેત્રી ઝિલ મહેતાએ ભજવી હતી. જો કે, ત્યારબાદ વર્ષ 2012માં નિધિ ભાનુશાળીએ તેનું સ્થાન લીધું. નિધિ 7 વર્ષ સુધી આ શોનો ભાગ રહી અને પછી તેણે પોતાનો અભ્યાસ પૂરો કરવા માટે આ શોને અલવિદા કહી દીધું.

નિધિએ આ શોથી ઘણી લોકપ્રિયતા મેળવી હતી. શો છોડ્યા બાદ ફેન્સ તેને ખૂબ મિસ કરતા હતા. જોકે, તે સોશિયલ મીડિયા દ્વારા તેના ફેન્સ સાથે જોડાયેલી રહી. તે અવારનવાર તેની તસવીરો અને વીડિયો પોસ્ટ કરતી હતી. સોશિયલ મીડિયા પર તેની સારી ફેન ફોલોઈંગ છે. ઈન્સ્ટાગ્રામ પર તેને 10 લાખથી વધુ લોકો ફોલો કરે છે.