
Sonakshi Sinha Upcoming Web Series: ફિલ્મોમાં સોનાક્ષી સિન્હાએ નામ કમાવ્યું છે, હવે એક્ટ્રેસ ઓટીટી પ્લેટફોર્મ પર ધૂમ મચાવશે. સોનાક્ષીની નવી વેબ સીરિઝ દહાડ હજુ સુધી ઓનલાઈન પ્લેટફોર્મ પર સ્ટ્રીમ કરવામાં આવી નથી અને તેને ખૂબ જ સફળતા મળી છે. સોનાક્ષી અને વિજય વર્માની આ વેબ સિરીઝ સ્ટ્રીમ પહેલા જ બર્લિન ફિલ્મ ફેસ્ટિવલમાં પોતાની જગ્યા બનાવી ચુકી છે. તેનું સ્ક્રીનિંગ ફેબ્રુઆરી મહિનામાં બર્લિન ફિલ્મ ફેસ્ટિવલમાં થશે. આ ખુશખબર આ વેબ સિરીઝના કો-પ્રોડ્યુસર ઝોયા અખ્તરે શેયર કર્યા છે.
ઝોયા અખ્તરે ઈન્સ્ટાગ્રામ પર વેબ સિરીઝના કેટલાક સીન શેયર કરતા ફેન્સ સાથે આ ખુશખબર શેયર કરી છે. તેને લખ્યું- ‘#Berlinale મેં દહાડ. બર્લિન ફિલ્મ ફેસ્ટિવલમાં પ્રીમિયર થનારી પહેલી ભારતીય વેબ સિરીઝ. ઝોયાએ આ પોસ્ટ શેયર કર્યા પછી ફેન્સ તરફથી તેને અભિનંદન મળી રહ્યા છે. પ્રોડ્યુસરને બોલીવૂડ એક્ટર અનિલ કપૂર, હોમી અદજાનિયા, શ્વેતા બચ્ચન નંદા, સિકંદર ખેર અને હુમા કુરેશી તરફથી અભિનંદન મળી રહ્યા છે. ઘણી શાનદાર ફિલ્મો બનાવનાર ઝોયા અખ્તર માટે આ કોઈ અચિવમેન્ટથી ઓછું નથી.
દહાડની વાત કરીએ તો ફેબ્રુઆરી 2023માં આ સિરીઝ બર્લિન ફિલ્મ ફેસ્ટિવલમાં બતાવવામાં આવશે. આ વેબ સિરીઝના 8 પાર્ટ છે પરંતુ ફેસ્ટિવલમાં માત્ર 2 પાર્ટ જ બતાવવામાં આવશે. આ વેબ સિરીઝમાં સોનાક્ષી સિન્હા અને વિજય વર્મા લીડ રોલમાં જોવા મળશે. આ સિવાય ગુલશન દેવૈયા અને સોહુમ શાહ પણ આ વેબ સિરીઝનો જોવા મળશે. આ વેબ સિરીઝને રિતેશ સિધવાની, ઝોયા અખ્તર, રીમા કાગતી અને ફરહાન અખ્તરે સંયુક્ત રીતે પ્રોડ્યુસ કરી રહ્યા છે.
આ પણ વાંચો: મુશ્કેલીમાં મુકાઈ અભિનેત્રી એશ્વર્યા રાય બચ્ચન, એવું તો શું થયું કે કોર્ટએ જાહેર કરી નોટિસ
22 ફેબ્રુઆરી 2023ના રોજ બર્લિન ફિલ્મ ફેસ્ટિવલમાં વેબ સિરીઝ બતાવવામાં આવશે. હવે જોવાનું એ રહેશે કે બર્લિનેલમાં આ વેબ સિરીઝ કેટલું કમાલ કરી શકે છે. સોનાક્ષી સિન્હાના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો એક્ટ્રેસ પાસે હાલમાં કાકુડા નામની એક ફિલ્મ છે. આ ફિલ્મમાં તે રિતેશ દેશમુખની અપોઝિટ જોવા મળશે. આ સિવાય ફિલ્મમાં સાકિબ સલીમ પણ મહત્વના રોલમાં જોવા મળશે.
Published On - 5:21 pm, Tue, 17 January 23