Farzi Series Trailer: કોણ અસલી, કોણ નકલી? શાહિદ કપૂર અને વિજય સેતુપતિ દમદાર રોલમાં જોવા મળ્યા

Farzi Series Trailer: બોલિવૂડ અભિનેતા શાહિદ કપૂરની સીરિઝ ફરઝીનું ટ્રેલર લોન્ચ થઈ ગયું છે. શાહિદ અને વિજય સેતુપતિ નકલી નોટો બનાવવાનું કામ કરે છે અને તેમને પકડવા માટે પોતાનો જીવ આપી દે છે.

Farzi Series Trailer: કોણ અસલી, કોણ નકલી? શાહિદ કપૂર અને વિજય સેતુપતિ દમદાર રોલમાં જોવા મળ્યા
શાહિદ કપૂરની સીરિઝ ફરઝી
Image Credit source: Instagram
| Edited By: | Updated on: Jan 13, 2023 | 4:04 PM

બોલિવૂડ અભિનેતા શાહિદ કપૂર શાનદાર કલાકારોની યાદીમાં સામેલ છે. શાહિદની ફિલ્મો ચાહકોને ખૂબ જ પસંદ આવે છે. હવે શાહિદ કપૂર તેની સીરિઝ ‘ફરઝી’ સાથે OTT પ્લેટફોર્મ પર આવી રહ્યો છે. શાહિદની અપકમિંગ સીરિઝ ‘ફરઝી’નું ટ્રેઝર રિલીઝ થઈ ગયું છે. સિરીઝમાં શાહિદ કપૂર નકલી નોટ બનાવવાનું કામ કરે છે. સાઉથનો સુપરસ્ટાર વિજય સેતુપતિ સીરિઝમાં પોલીસની ભૂમિકા ભજવી રહ્યો છે. વિજય સેતુપતિ શાહિદ કપૂરને પકડવાનો પ્લાન બનાવે છે.

બધું જ નકલી છે પરંતુ આ ટ્રેલર અસલી છે

ટ્રેલરની શરૂઆત શાહિદ કપૂરના દમદાર ડાયલોગથી થાય છે. નોટો સાથે રમતી વખતે અને નોટો પર જોવા મળતો શાહિદ કહે છે- ‘પૈસાથી ખુશી ખરીદી શકાતી નથી. ફક્ત એ લોકો જ આ ડાયલોગ મારે છે, જેમની પાસે પૈસા જ નથી.શ્રીમંત લોકોએ એક એવી સિસ્ટમ બનાવી છે જેમાં ગરીબ લોકો આખી જિંદગી લોન ચૂકવશે અને અમીર લોકો વ્યાજ ખાશે.

આ વ્યવસ્થાને તોડવા માટે ક્રાંતિ લાવવી પડશે. ‘અબ ડાયરેક્ટ પૈસા બનાતે હૈં’ ટ્રેલર જોઈને ખબર પડે છે. કે શાહિદ નકલી નોટ બનાવવાનો ધંધો કરે છે અને પોલીસ ઓફિસર વિજય સેતુપતિ તેને પકડવા માટે ફરતો રહે છે.મેકર્સ અને સ્ટાર્સને આ ફિલ્મથી ઘણી આશાઓ છે.

 

 

શાહિદ કપૂર ફરઝી સાથે OTT ડેબ્યૂ કરશે

અગાઉ સિરીઝનું ટીઝર રિલીઝ કરવામાં આવ્યું હતું જેમાં અભિનેતા લાંબા વાળમાં જોવા મળે છે, જે હંમેશા તેને ખૂબ જ સૂટ કરે છે. શાહિદ આ સિરીઝને લઈને ઘણા સમયથી ચર્ચામાં હતો. હવે આખરે તેણે આ ટ્રેલર શેર કરીને ચાહકોને ખૂબ ખુશ કરી દીધા છે.શાહિદ કપૂર ફરઝી સાથે OTT ડેબ્યૂ કરવા જઈ રહ્યો છે. શાહિદ કપૂરની આ વેબ સિરીઝ 10 ફેબ્રુઆરીએ એમેઝોન પ્રાઇમ વીડિયો પર રિલીઝ થશે.

આ ફિલ્મનું નિર્દેશન રાજ અને ડીકે દ્વારા કરવામાં આવ્યું છે. નિર્દેશકોની આ જોડી અગાઉ ધ ફેમિલી મેન અને ધ ફેમિલી મેન 2 બનાવી ચૂકી છે. આ ટ્રેલર જોયા પછી ચાહકોનો ઉત્સાહ ધણો વધી જાય છે.