Kantara OTT Release: બોક્સ ઓફિસ પર ધૂમ મચાવ્યા બાદ આ દિવસે ઓટીટી પર રિલીઝ થશે ફિલ્મ કંતારા

છેલ્લા ઘણા દિવસોથી બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહેલી સાઉથની ફિલ્મ 'કંતારા' (Kantara) હવે ટૂંક સમયમાં ઓટીટી પર લોકોનું મનોરંજન કરતી જોવા મળશે. તમને જણાવી દઈએ કે દોઢ મહિના પછી પણ આ ફિલ્મ થિયેટરોમાં સતત સારું પ્રદર્શન કરી રહી છે.

Kantara OTT Release: બોક્સ ઓફિસ પર ધૂમ મચાવ્યા બાદ આ દિવસે ઓટીટી પર રિલીઝ થશે ફિલ્મ કંતારા
Kantara 2
Image Credit source: Social Media
| Edited By: | Updated on: Nov 17, 2022 | 9:26 PM

કંતારા બોક્સ ઓફિસ પર શાનદાર બિઝનેસ કરી રહી છે. ઋષભ શેટ્ટીની આ ફિલ્મને રિલીઝ થયાને દોઢ મહિનાથી વધુ સમય થઈ ગયો છે, પરંતુ ફિલ્મ હજુ પણ થિયેટરોમાં રાજ કરી રહી છે. જ્યારે ફિલ્મ ભારતમાં તમામ ભાષાઓમાં 300 કરોડનો આંકડો વટાવી ચૂકી છે, ત્યારે આ ફિલ્મ વિશ્વભરમાં 400 કરોડ ક્લબમાં પ્રવેશવા માટે તૈયાર છે. ઘણા સમયથી સમાચાર આવી રહ્યા હતા કે કંતારા ટૂંક સમયમાં ઓટીટી પર રિલીઝ થશે. આ ફિલ્મ પહેલા 4 નવેમ્બરે ઓટીટી પર રિલીઝ થવાની હતી, પરંતુ દર્શકો તરફથી મળેલા પ્રેમ બાદ ફિલ્મની ડિજિટલ રિલીઝ મોકૂફ રાખવામાં આવી હતી. પરંતુ રિપોર્ટ મુજબ હવે આ ફિલ્મ 24 નવેમ્બરથી ઓટીટી પર દર્શકો માટે ઉપલબ્ધ થશે. જો મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો દર્શકો એમેઝોન પ્રાઈમ વીડિયો પર આ ફિલ્મની મજા માણી શકશે. આ ફિલ્મના મેકર્સે હજી સુધી તેની ઓટીટી રિલીઝ વિશે સત્તાવાર માહિતી આપી નથી.

સોશિયલ મીડિયા પર ઘણા હેન્ડલ્સ છે જે દાવો કરી રહ્યા છે કે ફિલ્મ આવતા અઠવાડિયે ડિજિટલ પર આવશે. દાવા મુજબ આ ફિલ્મને હિન્દીની સાથે તમિલ, તેલુગુ, કન્નડ અને મલયાલમ ભાષાઓમાં સ્ટ્રીમ કરી શકાય છે. આ ફિલ્મ રિલીઝ થયા પછી બોક્સ ઓફિસ પર સતત સારું પ્રદર્શન કરી રહી છે. નાના બજેટમાં બનેલી આ ફિલ્મે વિશ્વભરમાં અઢળક કમાણી કરી છે.

ફેન્સ સોશિયલ મીડિયા પર ‘કંતારા’ વિશે સતત કરી રહ્યા છે ટ્વિટ

ફિલ્મની કમાણીની ઝડપને જોતા નિષ્ણાતો અનુમાન લગાવી રહ્યા છે કે ફિલ્મ ટૂંક સમયમાં 400 કરોડના ક્લબમાં પહોંચી શકે છે. આ ફિલ્મમાં ઋષભ શેટ્ટી લીડ રોલમાં જોવા મળશે. તેનું દિગ્દર્શન પણ તેમને પોતે કર્યું છે. સામાન્ય લોકોની સાથે સેલેબ્સે પણ આ ફિલ્મના જોરદાર વખાણ કર્યા છે. આ ફિલ્મ જોયા બાદ બોલિવૂડના ઘણા કલાકારોએ પણ ઋષભને આવી ફિલ્મ બનાવવા બદલ શુભેચ્છા પાઠવી છે.