
એમેઝોન ઈન્ડિયાએ, એમએક્સ પ્લેયર ખરીદ્યું હોવાની વાત છેલ્લા ઘણા સમયથી ચર્ચાઈ રહી છે. આ દરમિયાન એમએક્સ પ્લેયરે સ્પષ્ટતા કરી છે કે, છેલ્લા કેટલાક સમયથી, જે વાત ચાલી રહી છે તે સાચી નથી. એમએક્સ પ્લેયરને એમેઝોન ઈન્ડિયાએ હજુ સુધી ખરીદ્યુ નથી. એમએક્સ પ્લેયર તરફથી સત્તાવારી રીતે જણાવાયું છે કે, આવી કોઈ ડીલ કે સાઈન થઈ નથી. એમએક્સ પ્લેયરને કોઈએ ખરીદ્યુ નથી. કંપની તરફથી જે સત્તાવાર નિવેદન આવ્યું છે તેમા સ્પષ્ટ રીતે જણાવ્યું છે કે, ડિલને લઈને જેટલી પણ ચર્ચા અને જે વાતો સોશિયલ મીડિયા અને અન્ય માધ્યમમાં ચાલી રહી છે તે પાયા વિહોણી છે. એમએક્સ પ્લેયર વેચવામાં આવ્યુ હોવાની વાતમાં કોઈ જ તથ્ય નથી.
તમને જણાવી દઈએ કે Data.ai. દ્વારા જાહેર કરાયેલ સ્ટેટ ઓફ મોબાઈલ 2023 રિપોર્ટ મુજબ વર્ષ 2022માં એમએક્સ પ્લેયરને ગ્લોબલી સૌથી વધુ ડાઉનલોડ થયેલ ઓટીટી પ્લેટફોર્મનો ક્રમ આપવામાં આવ્યો હતો. ભારતમાં પણ એમએક્સ પ્લેયર સૌથી વધુ ડાઉનલોડ થયેલ એપ હતી.
એમએક્સ પ્લેયરને 18 જુલાઈ 2011માં કોરિયામાં એક વીડિયો પ્લેયર એપ તરીકે લોન્ચ કરવામાં આવી હતી. એમએક્સ પ્લેયરને 2019 માં ઓટીટી પ્લેટફોર્મ તરીકે ફરીથી લોંચ કરવામાં આવ્યું હતું જેનું પોતાનું પ્રોગ્રામિંગ પણ હતું. જ્યારે ટીઆઈએલ એ આ પ્લેટફોર્મ હસ્તગત કર્યું, ત્યારે આ નિર્ણય ખૂબ જ બોલ્ડ માનવામાં આવ્યો હતો. કારણ કે ટીઆઈએલનું અગાઉનું ઓટીટી વેન્ચર, BoxTV.com ને 2016 માં લોન્ચ થયાના ચાર વર્ષ પછી જ બંધ થઈ ગયું હતું. આ વખતે પણ કંઈક આવું જ બન્યું છે અને ટાઇમ્સ ગ્રુપની ડિજિટલ આર્મ ટીઆઈએલ એ ચાર વર્ષ સુધી ચલાવ્યા બાદ હવે એમએકસ પ્લેયરને વેચવાનો નિર્ણય કર્યો છે.
મનોરંજન જગતના તાજા સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાતી સિનેમા, ટેલિવિઝન, બોલિવૂડ, મૂવી રિવ્યુ, વેબ સિરીઝ સાથે જોડાયેલા તમામ સમાચાર જાણવા માટે જોડાયેલા રહો…
Published On - 9:55 pm, Sat, 29 April 23