Kubbra Sait Story: વન નાઈટ સ્ટેન્ડ બાદ પ્રેગ્નેનટ થઈ ‘સેક્રેડ ગેમ્સ’ની કુક્કૂ, માતા બનવાની જવાબદારી લેવા તૈયાર ન હતી

વેબ સિરીઝ 'સેક્રેડ ગેમ્સ'માં કુક્કૂ તરીકે જાણીતી એક્ટ્રેસ કુબ્રા સૈતે (Kubbra Sait) એક્ટ્રેસથી લેખિકા સુધીની તેની સફર પૂરી કરતું એક પુસ્તક લોન્ચ કર્યું છે.

Kubbra Sait Story: વન નાઈટ સ્ટેન્ડ બાદ પ્રેગ્નેનટ થઈ સેક્રેડ ગેમ્સની કુક્કૂ, માતા બનવાની જવાબદારી લેવા તૈયાર ન હતી
Kubbra Sait
Image Credit source: Instagram
| Edited By: | Updated on: Jul 02, 2022 | 5:19 PM

પોપ્યુલર વેબ સિરીઝ ‘સેક્રેડ ગેમ્સ’માં (Sacred Games) કુક્કૂનો રોલ કરીને લાઇમલાઇટમાં આવેલી એક્ટ્રેસ કુબ્રા સૈત (Kubbra Sait) આ દિવસોમાં ફરી એકવાર ચર્ચામાં આવી છે. કુબ્રા સૈતે સેક્રેડ ગેમ્સમાં તેના પાત્રથી તેની પોપ્યુલારિટીમાં વધારો કર્યો હતો. એક્ટ્રેસનું ધાકડ પાત્ર લોકોના દિલ અને દિમાગમાં બેસી ગયું છે. ત્યારબાદ લોકોના મનમાં કુબ્રા કુક્કૂના નામથી ફેમસ થઈ ગઈ છે. હાલમાં તેણે એક્ટ્રેસથી લેખિકા સુધીની સફર કરી છે. 27 જૂને એક્ટ્રેસનું પહેલું પુસ્તક લોન્ચ થયું છે. પોતાના પુસ્તકમાં તેણે પોતાની જિંદગી સાથે જોડાયેલા ઘણા ચોંકાવનારા ખુલાસા કર્યા છે. જેના વિશે એક્ટ્રેસે પણ ખુલીને વાત કરી છે. તો ચાલો જાણીએ કુબ્રાના જીવન સાથે જોડાયેલી કેટલીક મહત્વપૂર્ણ વાતો, જેનાથી કદાચ દરેક લોકો અજાણ હશે.

પોતાના પુસ્તકમાં કુબ્રા સૈતે પોતાની જિંદગીના એવા સિક્રેટ્સ જણાવ્યા છે, જેને સાંભળીને બધા હેરાન થઈ જશે. 27 જૂને લોન્ચ થયેલા તેમના પહેલા પુસ્તક ‘ઓપન બુકઃ નોટ ક્વિટ અ મેમોયર’ માં તેણે દરેક પળ વિશે લખ્યું છે જેને વાંચીને લોકો હેરાન થઈ જશે. આ પુસ્તકમાં એક્ટ્રેસે પોતાની આપવીતી લખી છે, જેને જાણવા માટે દરેક લોકો આતુર છે.

આ પણ વાંચો

આંદામાન ટ્રિપ પર થઈ હતી પ્રેગ્નેનટ

પોતાની પાસ્ટ લાઈફ વિશે ખુલાસો કરતી વખતે કુબ્રાએ પુસ્તકમાં તેની પ્રેગ્નેંનસી વિશે ઉલ્લેખ કર્યો છે. તેણે જણાવ્યું કે તે વર્ષ 2013માં વન નાઈટ સ્ટેન્ડ દરમિયાન તે પ્રેગ્નેનટ થઈ હતી. પરંતુ તે સમયે તે માતા બનવા તૈયાર ન હતી. તેથી તેણે અબોર્શનનો સહારો લેવો પડ્યો હતો. તે સમયે કુબ્રાની ઉંમર 30 વર્ષની હતી. જ્યારે તે આંદામાન ટ્રિપ દરમિયાન એક પાર્ટીમાં ડ્રિંક લીધા પછી ઈન્ટિમેટ થઈ અને તેણે કન્સીવ કરી લીધું. ઈન્ટિમેટ થયાના થોડા દિવસો પછી તેણે ટેસ્ટ કરાવ્યો તો રિઝલ્ટ પોઝિટિવ આવ્યું.

આજે પણ હું મા બનવા તૈયાર નથી – કુબ્રા

પોઝિટિવ રિઝલ્ટ જોયા બાદ આખી વાત કુબ્રાએ તેના પહેલા પુસ્તકમાં લખી છે. તેણે જણાવ્યું કે તે સમયે તે માતા બનવા તૈયાર ન હતી. જેના કારણે તેણે અબોર્શનનો નિર્ણય લીધો હતો. આ સિવાય તેણે એમ પણ લખ્યું કે હું ત્યારે પણ મા બનવા માટે તૈયાર નહોતી અને આજે પણ તૈયાર નથી. તેણે મહિલાઓની જિંદગી પર પ્રકાશ ફેંકતા લખ્યું કે 23 વર્ષે લગ્ન અને 30 વર્ષે બાળક માટે મહિલાઓ પરના દબાણ રહે છે તે ફંડાની તેને સમજ નથી.