
Kareena Kapoor OTT Film: કરીના કપૂર (Kareena Kapoor) તેની પહેલી ઓટીટી ફિલ્મને લઈને ખૂબ જ એક્સાઈટેડ છે. ઘોષની ફિલ્મ ‘જાને જાન’નું ટીઝર આઉટ કરવામાં આવ્યું છે, જેમાં કરીના કપૂર, વિજય વર્મા અને જયદીપ અહલાવત જોવા મળી રહ્યા છે. નેટફ્લિક્સ પર આવી રહેલી આ ફિલ્મનું ટીઝર કરીના કપૂરે તેના ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યું છે. આ પહેલા કરીનાએ ગઈ કાલે આ ફિલ્મ વિશેનો એક વીડિયો પણ શેર કર્યો હતો.
ઓટીટી ફિલ્મ જાને જાનના ટીઝરમાં કરીના કપૂર સાથે વિજય વર્મા અને જયદીપ અહલાવત પણ જોવા મળે છે. ટીઝરને શેર કરતા કરીનાએ લખ્યું છે કે, ‘જાને જાન અમારા પોતાના ‘જાને જાન’ એટલે કે કરીના કપૂરના જન્મદિવસ પર આવી રહી છે. એટલે કે 21 સપ્ટેમ્બરે કરીના કપૂરને તેની ઓટીટી ડેબ્યૂ ફિલ્મ સાથે એક મોટી ગિફ્ટ મળવા જઈ રહી છે.
(VC: Kareena Kapoor Instagram)
ટીઝર જોઈને સ્ટોરી વિશે જાણવું મુશ્કેલ છે. ફિલ્મની સ્ટોરી એકદમ અલગ લાગે છે. ટીઝરમાં કરીના હાથમાં માઈક લઈને અંધારા રૂમમાં જૂનું ગીત ‘આ જાને જાન’ ગાતી જોવા મળે છે, જેને ફિલ્મનું ટાઈટલ ટ્રેક કહી શકાય. ટીઝરમાં જયદીપ અહલાવત એકદમ અલગ લુકમાં જોવા મળી રહ્યો છે. તેને જોઈને ઓળખવું પણ મુશ્કેલ છે. શાનદાર એક્ટર વિજય વર્મા જાને જાનમાં પોલીસકર્મીના રોલમાં હોઈ શકે છે. ટીઝરમાં વિજય વર્મા પોલીસની કારમાંથી બહાર નીકળતો જોવા મળે છે. પરંતુ તેને યુનિફોર્મ પહેર્યો ન હતો. કરીના વિજય વર્મા સાથે ખૂબ જ ખુશ દેખાઈ રહી છે.
આ પણ વાંચો: પવિત્રા પુનિયાને મળ્યો એ ભિખારી જેને મોબાઈલ આપવાની આપી હતી પ્રોમિસ, પછી આગળ શું થયું, જુઓ Video
જાને જાન સુજોય ઘોષના ડાયરેક્શનમાં બની છે. ફિલ્મની વાર્તા એક જાપાની નવલકથા ‘ધ ડિવોશન ઓફ સસ્પેક્ટ એક્સ’ પરથી લેવામાં આવી છે. જો રિપોર્ટનું માનીએ તો ફિલ્મમાં કરીના એક છૂટાછેડા લીધેલી સિંગલ મધરના રોલમાં જોવા મળી રહી છે જે અલગ થઈ ગયેલા પતિની હત્યાને છુપાવવાનો પ્રયાસ કરે છે. આ સમગ્ર મામલાની તપાસમાં જ સ્ટોરી આગળ વધે છે.