સ્કેમના બાદશાહ પર ફરી એક સિરીઝ લઈને આવી રહ્યા છે હંસલ મહેતા, જુઓ સ્કેમ 2010નું મોશન પોસ્ટર

|

May 16, 2024 | 3:31 PM

'સ્કેમ 1992' અને 'સ્કેમ 2003' પછી હવે આ શોની ત્રીજી સીઝનની જાહેરાત કરવામાં આવી છે. તેનું ટાઈટલ'સ્કેમ 2010: ધ સુબ્રત રૉય સાગા'રાખ્યું છે. વેબ સીરિઝ સ્કેમ 2010 તમલ બંદ્યોપાધ્યાય ના પુસ્તક સહારા ધ અનટોલ્ડ સ્ટોરી પર આધારિત છે.

સ્કેમના બાદશાહ પર ફરી એક સિરીઝ લઈને આવી રહ્યા છે હંસલ મહેતા, જુઓ સ્કેમ 2010નું મોશન પોસ્ટર

Follow us on

હંસલ મહેતાએ પોતાની વેબ સિરીઝ સ્કેમની ત્રીજી સીઝનની જાહેરાત કરી દીધી છે. સ્કેમ 1992 અને સ્કેમ 2003 પછી હવે હંસલ મહેતા સ્કેમ 2010ને લઈ આવી રહ્યા છે. આ વખતે હંસલ મહેતા પોતાની વેબ સિરીઝ સુબ્રતો રોયની સ્ટોરી દેખાડશે. આ માટે આ સીરિઝનું નામ સ્કેમ 2010 ધ સુબ્રતો રોય સાગા રાખ્યું છે. તો ચાલો આ સ્ટોરી વિશે આપણે જાણીએ. એ પણ જાણીએ કે, સ્કેમ 2010માં કેટલા કરોડનો સ્કેમ દેખાડવામાં આવશે.

હંસલ મહેતાએ કરી પોસ્ટ

હંસલ મહેતાએ સ્કેમના ત્રીજા પાર્ટની જાહેરાત કરી સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી છે. તેમણે લખ્યું Sc3m પરત આવી ગયું છે સ્કેમ 2010 : ધ સુબ્રતો રોય સાગા ટુંક સમયમાં જ સોની લિવ પર આવી રહ્યું છે. આ સાથે તેમણે સ્કેમ 2010 ધ સુબ્રતો રોય સાગાનું મોશન પોસ્ટર પણ રિલીઝ કર્યું છે. મોશન પોસ્ટરમાં એક વ્યક્તિ સ્ટેજ પર ઉભો જોવા મળી રહ્યો છે, તેની સામે હજારો લોકોની ભીડ છે. જુઓ પોસ્ટર

બોલીવુડની સ્ટાર કિડ કચ્છની મુલાકાતે, જુઓ ફોટો
23 વર્ષની ઉંમરે ગ્લેમર છોડીને સંન્યાસી બની હતી આ અભિનેત્રી, જુઓ ફોટો
Health Tips : શિયાળામાં પિસ્તા ખાવા જોઈએ ? જાણો
Gold : ભારતમાં ક્યા રાજ્ય પાસે વધુ સોનું અને દૂનિયામાં કોણ આગળ?
WhatsApp સ્ટોરી પર પણ કરો ઇન્સ્ટાગ્રામ અને ફેસબુકની જેમ મેન્શન
Skin Care : ઓઈલી સ્કિન પર એલોવેરા લગાવવું જોઈએ કે નહીં?

 

 

જાણો કોણ છે સુબ્રતો રોય

અપ્લોજ એન્ટરટેનમેન્ટ દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવી રહી છે, વેબ સીરિઝ સ્કેમ 2010 તમલ બંદ્યોપાધ્યાય ના પુસ્તક સહારા ધ અનટોલ્ડ સ્ટોરી પર આધારિત છે. તમને જણાવી દઈએ કે, સુબ્રતો રોય સહારા ગ્રુપ ઓફ બિઝનેસના ફાઉન્ડર હતા અને આ બુકમાં સુબ્રતો રોય પર છેતરપિંડી- તેમજ હેરાફેરીને લઈ ખોટા રોકાણકારો વિશે જણાવવામાં આવ્યું છે. સુબ્રતો રોય સહારા ગ્રુપના સ્થાપક હતા, જેની પાછળથી રોકાણકારોની છેતરપિંડી બદલ ધરપકડ કરવામાં આવી હતી.

2014માં તેમને 10 હજાર કરોડ રૂપિયાની ચૂકવણી ન કરવા બદલ જેલમાં મોકલવામાં આવ્યા હતા. બે વર્ષ જેલમાં રહ્યા પછી, સુબ્રત 2016 માં પેરોલ પર બહાર આવ્યા હતા પરંતુ જ્યારે સેબીએ પેરોલ રદ કરવા માટે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી હતી, ત્યારે તેમને ફરીથી જેલમાં મોકલવામાં આવ્યા હતા. તમને જણાવી દઈએ કે, નવેમ્બર 2023માં કાર્ડિયોરેસ્પિરેટરીના કારણે તેનું મૃત્યું થયું છે.

આ પણ વાંચો : Khatron Ke Khiladi સીઝન 14માં જોવા મળશે આ કન્ટેસ્ટન્ટ, ટોપ 14નું લિસ્ટ આવ્યું સામે, જાણો કોણ-કોણ છે

એન્ટરટેઇન્મેન્ટના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Article