OTT પર આ દિવસે રીલિઝ થશે ‘બ્રહ્માસ્ત્ર’, દિવાળી પહેલા ફેન્સને મળશે ગિફ્ટ

ફિલ્મ ડાયરેક્ટર અયાન મુખર્જીની ફિલ્મ 'બ્રહ્માસ્ત્ર' (Brahmastra) થિયેટરોમાં ધૂમ મચાવ્યા બાદ OTT પ્લેટફોર્મ પર રીલિઝ થવા જઈ રહી છે. આ ફિલ્મ દિવાળીના અવસર પર OTT પર રિલીઝ થશે.

OTT પર આ દિવસે રીલિઝ થશે બ્રહ્માસ્ત્ર, દિવાળી પહેલા ફેન્સને મળશે ગિફ્ટ
Ranbir Kapoor Brahmastra Movie
| Edited By: | Updated on: Oct 19, 2022 | 3:24 PM

Brahmastra OTT Release Date: લોકડાઉનમાં ઓડિયન્સની આદતને ઓટીટી પ્લેટફોર્મે ઘણી હદ સુધી બદલી નાખી છે. હવે લોકો ઘરે બેસીને પોતાના ફોન પર જ મૂવી જોવાનું પસંદ કરે છે. પરંતુ કેટલાક લોકો થિયેટરોમાં જ જોવાનું પસંદ કરે છે. ડિજિટલ પ્લેટફોર્મે (Digital Platform) તેની ખાસ જગ્યા બનાવી છે. બોક્સ ઓફિસ પર ફિલ્મો રિલીઝ થયાના થોડા દિવસો પછી જ ડિજિટલ પ્લેટફોર્મ પર ફિલ્મો રીલિઝ થઈ જાય છે. આવી પરિસ્થિતિમાં દિવાળી પહેલા ઓટીટી (OTT) પર એક સાથે 5 ફિલ્મો રિલીઝ થવાની તૈયારીમાં છે.

એટલે કે દિવાળીના અવસર પર તમે તમારા પરિવાર સાથે ઘરે બેસીને ઘણી ફિલ્મોની મજા માણી શકો છો. રીલિઝ થનારી ફિલ્મોમાં અયાન મુખર્જીની ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર’નું નામ પણ સામેલ છે. રણબીર કપૂર, આલિયા ભટ્ટ અને અમિતાભ બચ્ચન સહિત ઘણા મહત્વના સ્ટાર્સ આ ફિલ્મમાં જોવા મળ્યા હતા. આ ફિલ્મે બોક્સ ઓફિસ પર 400 કરોડની કમાણી કરી હતી. બોક્સ ઓફિસ પર ધૂમ મચાવ્યા બાદ હવે આ ફિલ્મ OTT પ્લેટફોર્મ પર રીલિઝ થવા જઈ રહી છે. આવી પરિસ્થિતિમાં, જે લોકોએ આ ફિલ્મની થિયેટરમાં મજા માણી નથી, તેઓ હવે તેને તેમના ફોન પર જોઈ શકશે.

આ દિવસે રીલિઝ થશે ‘બ્રહ્માસ્ત્ર’

ડિઝની પ્લસ હોટસ્ટાર પર બ્રહ્માસ્ત્ર રીલિઝ થઈ શકે છે. એવું માનવામાં આવે છે કે દિવાળીના દિવસે અથવા દેવદિવાળી પર આ ફિલ્મ ડિઝની પ્લસ હોટસ્ટાર પર રીલિઝ થશે. પરંતુ મેકર્સ અને ડિઝની પ્લસ હોટસ્ટાર તરફથી હજુ સુધી ફિલ્મની રિલીઝ ડેટનું ઓફિશિયલ એનાઉન્સમેન્ટ કરવામાં આવ્યું નથી. આ સમાચાર સામે આવ્યા બાદ ફેન્સ ખૂબ જ એક્સાઈટેડ થઈ ગયા છે. ફેન્સ આ ફિલ્મને OTT પર જોવા માટે ખૂબ જ ઉત્સુક છે.

તમને જણાવી દઈએ કે આ પહેલી વાર હતું જ્યારે રણબીર કપૂર અને આલિયા ભટ્ટ એક સાથે મોટા પડદા પર ફિલ્મમાં જોવા મળ્યા હતા. બંનેના ફેન્સ તેમને એકસાથે જોઈને ખૂબ જ ખુશ થયા હતા. આ સિવાય મૌની રોય પણ આ ફિલ્મમાં જોવા મળી હતી. મૌનીએ બ્રહ્માસ્ત્રમાં વિલનના રોલમાં જોવા મળી હતી. હવે ફેસ્ટિવલના અવસર પર આ ફિલ્મ જોવા માટે ફેન્સ એક્સાઈટેડ છે.