Mirzapur 3 : ‘મિર્ઝાપુર 3’ પર પ્રતિબંધ મૂકવાનો કોર્ટે કર્યો ઇનકાર, સિરીઝની તરફેણમાં લીધો નિર્ણય !

|

Oct 14, 2022 | 1:19 PM

ક્રાઈમ વેબ સીરિઝ 'મિર્ઝાપુર'ની ત્રીજી સીઝન રિલીઝ પહેલા જ સતત ચર્ચામાં છે. આ દરમિયાન સીરિઝના ફેન્સ માટે એક સારા સમાચાર સામે આવ્યા છે.

Mirzapur 3 : મિર્ઝાપુર 3 પર પ્રતિબંધ મૂકવાનો કોર્ટે કર્યો ઇનકાર, સિરીઝની તરફેણમાં લીધો નિર્ણય !
Mirzapur 3:'મિર્ઝાપુર 3' પર પ્રતિબંધ મૂકવાનો કોર્ટે કર્યો ઇનકાર
Image Credit source: Twitter

Follow us on

Mirzapur 3: ક્રાઈમ વેબ સિરીઝ મિર્ઝાપુર (Mirzapur)ને લઈ ચાહકોનો ઉત્સાહ ખુબ વધારે છે, પ્રથમ અને બીજી સિઝન બાદ ચાહકો ખુબ લાંબા સમયથી ત્રીજી સિઝનની રાહ જોઈ રહ્યા છે ત્યારે આ વચ્ચે એક સારા સમાચાર સામે આવ્યા છે. સિરીઝમાં ઉપયોગમાં લેવાયેલી ભાષા અને દેખાડવામાં આવેલા અમુક સીનને લઈ કોર્ટમાં મિર્ઝાપુરને લઈ પ્રતિબંધ મુકવાની માંગ કરવામાં આવી હતી. હવે આના પર કોર્ટનો નિર્ણય સામે આવ્યો છે સુપ્રીમ કોર્ટે આ વેબ સિરીઝને ચાહકોના હકમાં નિર્ણય સંભળાવ્યો છે.

કોર્ટે સિરીઝ પર સ્ટે મૂકવાનો ઇનકાર કર્યો

એક અરજી પર સુનાવણી કરતા સુપ્રીમ કોર્ટે ‘મિર્ઝાપુર’ પર પ્રતિબંધ મૂકવાની માંગને સ્વીકારવાનો ઈન્કાર કરી દીધો છે. કોર્ટે સિરીઝ પર સ્ટે મૂકવાનો ઇનકાર કરી દીધો છે. ચીફ જસ્ટિસ ઉદય ઉમેશ લલિત અને જસ્ટિસ બેલા એમ ત્રિવેદીની ખંડપીઠે મિર્ઝાપુરના રહેવાસી સુજીત કુમાર સિંહની અરજી પર સુનાવણી દરમિયાન આ નિર્ણય આપ્યો હતો. એટલું જ નહીં, કોર્ટે અરજીકર્તાને વધુ સારી પિટિશન દાખલ કરવા કહ્યું છે. આ સિવાય કોર્ટે એવો પણ સવાલ ઉઠાવ્યો હતો કે વેબ સિરીઝને પ્રી-સ્ક્રીન કેવી રીતે શક્ય છે.

ઓટીટીઆ કાયદાનો એક ભાગ

તમને જણાવી દઈએ કે, અરજીમાં ઓટીટી કે પછી સીધી ઓનલાઈન રિલીઝ થનારી સિરીઝ ફિલ્મ અને અન્ય કન્ટેનને લઈ કહ્યું હતુ કે, આની રિલીઝ પહેલા પ્રી-સ્ક્રીનિંગ કરાવવામાં આવે. જેના પર કોર્ટે કહ્યું કે, વેબ સિરીઝ માટે કોઈ પ્રી-સ્ક્રીનિંગ કેવી રીતે શક્ય છે. આ એક વિશેષ કાયદો છે. જેને લઈ તમે આવુ ન કહી શકો કે, ઓટીટીઆ કાયદાનો એક ભાગ છે.તમારે કહેવું છે કે હાલનો કાયદો OTT પર પણ લાગુ થવો જોઈએ. આ પછી ઘણા પ્રશ્નો ઉભા થશે કારણ કે તે અન્ય દેશોમાંથી પણ પ્રસારિત થાય છે.

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

કોર્ટે અરજીમાં પોતાની ફરિયાદ પરત લેવાનો આદેશ આપ્યોછે. તેમણે કહ્યું કે, ઓટીટી પર આવનાર કન્ટેનનું સીધું પ્રસારણ અન્ય દેશોમાંથી થાય છે જેને તમામ દર્શકો જોઈ શકે છે, તમારી દાખલ કરવામાં આવેલી અરજી વિસ્તુત હોવી જોઈએ, જેના માટે તમારે સારી વધુ અરજી દાખલ કરવી જોઈએ. આ નિર્ણય સામે આવ્યા બાદ હવે મિર્ઝાપુરના ચાહનાર ખુબ ખુશ છે અને આ સિરીઝના ત્રીજા પાર્ટની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.

Next Article