
ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ ફરી એક વખત ચર્ચામાં આ છે પરંતુ આ વખતે તેમણે કોઈને ધમકી આપી નથી પરંતુ તેની જિંદગી પર એક ડોક્યુ સીરિઝ બની છે. જેનું નામ લોરેન્સ ઓફ પંજાબ છે. આ સીરિઝ આજે 27 એપ્રિલનારોજ રિલીઝ થવાની હતી પરંતુ આ પહેલા આ ડોક્યુ સીરિઝ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.
પંજાબ પોલીસના ડીજીપી ગૌરવે સોશિયલ મીડિયા પર આ સંદર્ભમાં એક વીડિયો શેર કર્યો છે. કેપ્શનમાં લખ્યું કે, પંજાબ પોલીસના સાયબર ક્રાઈમ ડિવીઝને લોરેન્સની ડોક્યુ સીરિઝ વિરુદ્ધ માહિતી અને પ્રસારણ મંત્રાલય (MoIB) ને એક પત્ર લખીને IT એક્ટની કલમ 69 હેઠળ ‘લોરેન્સ ઓફ પંજાબ’ ના સ્ક્રીનિંગ પર પ્રતિબંધ મૂકવાની માંગ કરવામાં આવી હતી.તેમણે આઈટી એક્ટ સેક્શન 69 હેઠળ લોરેન્સ ઓફ પંજાબની સ્ક્રીનિંગ પર પ્રતિબંધ લગાવવાની માંગ કરી હતી. મંત્રાલયે આ અપીલ પર કડક એક્શન લેતા ઓટીટી પ્લેટફોર્મ ઝી5ને એડવાઈઝરી જાહેર કરી છે. જે અનુસાર લોરેન્સની ડોક્યુ સીરિઝને ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ ન કરવાનો કડક આદેશ આપ્યો છે.
વીડિયોમાં, પંજાબ પોલીસ ડીજીપીએ કહ્યું, “અમને માહિતી મળી છે કે આ સીરિઝ લોરેન્સના કુખ્યાત કાર્યોને મહિમા આપે છે. પંજાબ પોલીસ રાજ્યમાં શાંતિ અને સુમેળ જાળવવા માટે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છે. શાંતિને ખલેલ પહોંચાડતી કોઈપણ પ્રવૃત્તિને મંજૂરી આપવામાં આવશે નહીં. બીજી બાજુ પંજાબ કોંગ્રેસના અધ્યક્ષ અમરિંદર સિંહ રાજા વારિંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખી લોરેન્સની ડોક્યુ સીરિઝને રોકવાની માંગ કરી હતી.
ગેંગસ્ટર લોરેન્સનો પ્રભાવ વર્ષોથી વધ્યો છે. તે અને તેનો સાથી ગોલ્ડી બ્રાર બોલિવૂડ સેલિબ્રિટીઓને ધમકીઓ આપી રહ્યા છે. લોરેન્સ ઘણા વર્ષોથી સલમાન ખાનનો પીછો કરી રહ્યો છે. તે અભિનેતાના 1998ના કાળિયાર શિકાર કેસ અંગે ગુસ્સે છે, કારણ કે તેનો બિશ્નોઈ સમુદાય કાળિયારની પૂજા કરે છે. આ કેસમાં સલમાનનું નામ સામે આવ્યા પછી, લોરેન્સ દબંગ ખાનને નિશાન બનાવી રહ્યો છે. તે સલમાન ખાન અને તેના નજીકના સાથીઓને વધુને વધુ નિશાન બનાવી રહ્યો છે.