
Aarya 3 Teaser Out: છેલ્લા 2 દાયકાથી પોતાની સુંદરતા અને એક્ટિંગથી ફેન્સને ઈમ્પ્રેસ કરતી સુષ્મિતા સેને (Sushmita Sen) પણ ઓટીટીની દુનિયામાં પોતાની શાનદાર શરૂઆત કરી હતી. તેની ડેબ્યૂ વેબ સીરિઝ આર્યા ફેન્સને પસંદ આવી હતી. તેની 2 સીઝનને ઘણો પ્રેમ મળ્યો છે અને હવે તેની ત્રીજી સીઝન પણ આવવાની છે. એવું માનવામાં આવે છે કે આ સીઝન આ સીરીઝની છેલ્લી સીઝન હશે. પહેલી અને બીજી સિઝન હિટ રહી હતી અને ત્યારથી ફેન્સ આર્યાની ત્રીજી સિઝનની રાહ જોઈ રહ્યા હતા. હાલમાં આ જાણકારી સામે આવી છે.
સીરિઝની લીડ એક્ટ્રેસ સુષ્મિતા સેને પોતે તેની અપકમિંગ વેબ સિરીઝનું ટીઝર શેર કર્યું છે. આમાં, તેનો લુક છેલ્લી બે સીઝન કરતાં વધુ સારો દેખાય છે. તે ખૂબ જ ઈન્ટેન્સ લેવલ પર છે અને સિંહણની જેમ ગર્જના કરતી જોવા મળે છે. સુષ્મિતાનો દેખાવ ઘાયલ શેરની જેવો લાગે છે જે તેના દુશ્મનો પર હુમલો કરવા તૈયાર છે. સુષ્મિતા સેનના આ ટીઝર પર ફેન્સ પણ રિએક્ટ કરતા જોવા મળી રહ્યા છે.
(VC: Sushmita Sen Instagram)
સુષ્મિતા સેને ઈન્સ્ટાગ્રામ પર ટીઝર શેર કરતી વખતે લખ્યું- જેના માથા પર તાજ હોય છે, નિશાનો પણ એ પણ તેની પર છે. #HotstarSpecials પર #Aarya ની ત્રીજી સીઝન 3જી નવેમ્બરથી રિલીઝ થઈ રહી છે. ફેન્સ પણ આ ટીઝર પર રિએક્ટ કરતા જોવા મળી રહ્યા છે. એક વ્યક્તિએ લખ્યું છે કે કેટલું શાનદાર ટીઝર. આ સિવાય અન્ય એક યુઝરે કહ્યું છે કે સિંહણ ફરી પરત આવી રહી છે. અન્ય એક યુઝરે લખ્યું છે કે જ્યારે સુષ્મિતાને ગોળી વાગી ત્યારે મારા ધબકારા બંધ થઈ ગયા હતા.
સિરીઝની વાત કરીએ તો આ સિરીઝ વર્ષ 2020માં રિલીઝ થઈ હતી. તેના પહેલા પાર્ટને ફેન્સનો ફુલ સપોર્ટ મળ્યો હતો. આ પછી 2 સીઝનમાં કુલ 17 એપિસોડ આવ્યા છે જેને પસંદ કરવામાં આવ્યા છે. હવે આ સીરીઝની ત્રીજી સીઝન આવવાની છે અને ફેન્સ તેની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.
આ પણ વાંચો: એકસાથે સ્ટેજ પર વરુણ ધવન, ટાઈગર શ્રોફ અને શાહિદ કપૂરે કર્યો ડાન્સ, વાયરલ Video એ મચાવી ધૂમ