Farzi Season 2: ‘ફરઝીની સિક્વલ આવશે પણ…’, શાહિદ કપૂરે ફેન્સને પાર્ટ 2 ને લઈને આપી ખુશખબર!

Bollywood actor Shahid Kapoor: શાહિદ કપૂરની હાલમાં જ રિલીઝ થયેલી વેબ સિરીઝ ફરઝીએ ઓટીટી પર ખૂબ જ ધૂમ મચાવી છે. હવે એક્ટરે વેબ સિરીઝની સિક્વલને લઈને મોટું અપડેટ આપ્યું છે. આ સાથે જ એ પણ જણાવવામાં આવ્યું છે કે વેબ સિરીઝ ક્યારે રિલીઝ થઈ રહી છે.

Farzi Season 2: ફરઝીની સિક્વલ આવશે પણ..., શાહિદ કપૂરે ફેન્સને પાર્ટ 2 ને લઈને આપી ખુશખબર!
Shahid Kapoor
| Edited By: | Updated on: Feb 28, 2023 | 8:28 PM

શાહિદ કપૂર હાલમાં તેની વેબ સિરીઝ ફરઝીને લઈને ચર્ચામાં છે. આ વેબ સિરીઝ જોયા બાદ લોકોમાં જબરજસ્ત એક્સાઈટમેન્ટ છે. પરંતુ ખાસ વાત એ છે કે ફરઝીએ ઓટીટી પર તાજેતરમાં જ રિલીઝ થઈ છે અને એક્ટર દ્વારા વેબ સિરીઝની સિક્વલ વિશેના આ ખુલાસાથી લોકો વધુ એક્સાઈટેડ છે. તમને જણાવી દઈએ કે એમેઝોન પ્રાઈમ પર રિલીઝ થયેલી આ સીરિઝ દર્શકોને ખૂબ જ પસંદ આવી રહી છે. તમને જણાવી દઈએ કે પાર્ટ 2ને લઈને શાહિદનો શું છે ખુલાસો.

રાજ અને ડીકેની એક્શન-થ્રિલર સિરીઝ ફરઝીની પહેલી સિઝન જબરજસ્ત ધમાકેદાર હતી. આવામાં બીજી સીઝનને લઈને દર્શકોમાં જોરદાર એક્સાઈટમેન્ટ છે. હવે આખરે શાહિદ કપૂરે ખુલાસો કર્યો છે કે બીજી સિઝન ક્યારે રિલીઝ થઈ રહી છે. મીડિયા રિપોર્ટ મુજબ જ્યારે શાહિદને પૂછવામાં આવ્યું કે શું ‘ફરઝી’ની સીઝન 2 આવશે તો તેણે જવાબ આપ્યો, “કેટલીક બાબતોમાં સમય લાગે છે. ફરઝીનો બીજો પાર્ટ આવશે, પરંતુ તેમાં લગભગ 2 વર્ષ લાગી શકે છે. આગામી સિઝનની સ્ટોરી વધુ રસપ્રદ રહેશે.

શાહિદ કપૂર હાલમાં એક ઈવેન્ટમાં પહોંચ્યો હતો. જ્યાં સવાલ-જવાબ દરમિયાન તેને પૂછવામાં આવ્યું કે તેની વેબ સિરીઝ ફરઝીની બીજી સિઝન ક્યારે રિલીઝ થશે. તેના પર એક્ટરે કહ્યું, ફરઝી સીઝન 2 ચોક્કસ આવશે, પરંતુ આ બાબતોમાં સમય લાગે છે. તેમાં અઢી વર્ષનો સમય લાગે છે, કારણ કે શો પૂરો થયા બાદ એક વર્ષ તેના પોસ્ટ પ્રોડક્શનમાં પસાર થાય છે. તેઓ તેને 35-40 ભાષાઓમાં ડબ કરે છે અને 200 દેશોમાં રિલીઝ કરે છે. જ્યારે શૂટ થશે ત્યારે તે અઢી વર્ષ પછી રિલીઝ થશે. તેથી ફરઝી સિઝન 2 માટે દોઢથી બે વર્ષનો સમય લાગશે.

આ પણ વાંચો : Mirzapur Season 3 : પહેલી સિઝન હિટ થતાં બીજા ભાગનું બજેટ વધ્યું, જાણો સિઝન 3 ક્યારે રિલીઝ થશે?

તમને જણાવી દઈએ કે શાહિદની ફરઝીની સ્ટોરી નકલી નોટોના બિઝનેસ સાથે જોડાયેલી છે. આ વેબ સિરીઝમાં શાહિદ સનીના પાત્રમાં જોવા મળે છે, જે તેના દાદાની બંધ થઈ રહેલી પ્રિન્ટિંગ પ્રેસમાં નકલી નોટોનો ધંધો શરૂ કરે છે. આ વેબ સિરીઝમાં શાહિદ કપૂર સિવાય ભુવન અરોરા, અમોલ પાલેકર, રાશિ ખન્ના, વિજય સેતુપતિ, કેકે મેનન અને મનોજ બાજપેયી જેવા જાણીતા કલાકારોએ કામ કર્યું છે.